Home Current “દેખ તમાસા વહીવટ કા” એક બાજુ પાણી કાપ બીજી બાજુ ભુજમાં પાણીનો...

“દેખ તમાસા વહીવટ કા” એક બાજુ પાણી કાપ બીજી બાજુ ભુજમાં પાણીનો વેડફાટ

530
SHARE
ન્યુઝ4કચ્છ :એક તરફ ભુજ સહિત સમગ્ર કચ્છમાં પાણીની વિકટ સ્થિતી છે. અને ઉનાળામાં હજુ પણ પાણીની વિકરાળ સ્થિતી થવાની છે. તે વચ્ચે આજે ભુજમાં જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર નજીક પાણીની લાઇન તુટી પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. ભુજના વિવિધ વોર્ડમાં એક તરફ પાણીની સમસ્યા છે. અને તે વચ્ચે આજે બપોરે જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે ગેસ લાઇનનુ કામ કરી રહેલી એજન્સી દ્રારા કામ દરમીયાન લાઇન તુટી જતા હજારો લીટપ પાણી વડેફાઇ ગયુ હતુ. પાણીની વીકટ સ્થિતી વચ્ચે હજુ સુધી પાલિકાની ટીમ લાઇન રીપેરીંગ માટે પહોંચી નથી. અને જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના સમગ્ર રસ્તા પર પાણીની નદી વહી નિકળી છે. જો કે ભુજ તો અનેકવાર આ રીતે ખાનગી કંપનીઓની કામગીરી દરમીયાન આવી ધટના બની છે. પરંતુ હાલ જ્યારે પાણીની તંગી છે. તે વચ્ચે પાણીનો હજારો લીટર જથ્થો વહી નિકળતા પાણીનો વ્યય થયો હતો