Home Current ભ્રષ્ટાચારથી પરેશાન છો? સરકારી કર્મચારી લાંચ વગર કામ કરતા નથી? – ...

ભ્રષ્ટાચારથી પરેશાન છો? સરકારી કર્મચારી લાંચ વગર કામ કરતા નથી? – તો આટલું કરજો..

1301
SHARE
આજે લાંચ રૂશ્વતની બદી વધી છે, ત્યારે લોકોને જાગૃત કરવાની પહેલ ખુદ સરકાર કરી રહી છે સરકારી કચેરીમાં લાંચ માગનાર અધિકારીઓ કે કર્મચારીઓ સામે લોકો ડર્યા વગર ફરિયાદ કરવા આગળ આવે તે માટે ૯ ડિસેમ્બરનો દિવસ લાંચ રૂશ્વત વિરોધી દિન તરીકે ઉજવાય છે આ પ્રસંગે ભુજ મધ્યે બોર્ડર રેન્જ લાંચ રૂશ્વત કચેરી દ્વારા લોક જાગૃતિ સેમિનાર યોજાઈ ગયો મદદનીશ નિયામક કે.એચ. ગોહિલની ઉપસ્થિતમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પેમ્ફ્લેટ, ફિલ્મ દ્વારા સમજ અપાઈ હતી ખાસ કરીને ટોલ ફ્રી નંબર 1064 ઉપર પણ ફોન કરીને લોકો ફરિયાદ કરી શકે તે વિશે જાણકારી અપાઈ હતી એસીબી દ્વારા કરાયેલા સફળ કેસો વિશે માહિતી આપીને લાંચ રૂશ્વત સામે ફરિયાદ કરવા પશ્ચિમ કચ્છ એસીબી ઓફિસ, ભુજ બોર્ડર રેન્જ ઓફિસ અથવા તો હેડ ઓફિસ અમદાવાદનો સંપર્ક કરવા જણાવાયું હતું આ કાર્યક્રમમાં બોર્ડર રેન્જ નિયામક કે.એચ. ગોહિલ, પશ્ચિમ કચ્છ એસીબીના પીઆઇ એમ. જે. ચૌધરી, પી. કે. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.