Home Current કચ્છમાં બદલાયુ વાતાવારણ અબડાસા,લખપત માંડવીમાં વરસાદ

કચ્છમાં બદલાયુ વાતાવારણ અબડાસા,લખપત માંડવીમાં વરસાદ

636
SHARE
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કચ્છમાં પણ વર્તાઇ છે એક તરફ જ્યા શિયાળો જામતો નથી અને રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો લોકો અહેસાસ કરી રહ્યા છે તે વચ્ચે કચ્છના 3 તાલુકામાં વરસાદી ઝાંપટા વરસ્યા છે. જો કે ખેતીને બહુ મોટુ નુકશાન નહી જાય તેવી ખેડુતોએ આશા વ્યક્ત કરી છે પરંતુ અચાનક વાતાવરણમાં આવેલા પલટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ગઇકાલે રાત્રે લખપતના વર્માનગર,દયાપર,ઘડુલી,નારાયણ સરોવર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જ્યારે આજે સવારે અબડાસા અને માંડવી વિસ્તારના પણ અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો. બદલાયેલા વાતાવરણની અસર માંડવી,અબડાસા, લખપત સહિત માંડવીના લાયજા,બાગ,કાઠડા સહિત અનેક ગામોમાં વર્તાઇ હતી અને રસ્તાઓ પર પાણી વહી નિકળ્યા હતા તેવો વરસાદ વરસ્યો હતો તો અબડાસાના કોઠારા,નલિયા ,ડુમરા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો હતો હજુ એક દિવસ વાતાવરણમાં આવી અસર રહે તેવી શક્યતા છે. અને કચ્છના અન્ય વિસ્તારોમાં અને ખાસ કરીને દરિયાઇ પટ્ટી નજીકના વિસ્તારમાં વરસાદી ઝાંપટા પડે તેવી શક્યતા છે. જો કે જે રીતે બે દિવસથી ઠંડી પકડ જમાવી રહી છે તેના પર વાતાવરણમાં આવેલા પલટાએ વધુ અસર કરી હતી અને લોકોએ ઠંડા પવનનો અહેસાસ કર્યો હતો.