Home Current રાજસ્થાનમાં જન્મેલા ઇરફાનને કચ્છનાં ધોરડોમાં ઘર જેવું લાગતું હતું, જાણો બન્ની-પછમ્મમાં કરેલા...

રાજસ્થાનમાં જન્મેલા ઇરફાનને કચ્છનાં ધોરડોમાં ઘર જેવું લાગતું હતું, જાણો બન્ની-પછમ્મમાં કરેલા શૂટિંગની વાતો

941
SHARE
જયેશ શાહ.ગાંધીધામ ‘છોડા તો મેને અપની માં કો નહીં હૈ’ એમ કહીને ‘માથા ખરાબ નહીં હૈ મેરા’ બોલી હસતો પીકુ ફિલ્મનો રાણા ચૌધરી પોતાની માંના અવસાનના ત્રીજા દિવસે જ આ ફાની દુનિયા છોડી ગયો છે જી, હા, વાત ઇરફાનની થઈ રહી છે બોલિવુડના અન્ય હીરોથી સાવ અલગ, નોન રોમેન્ટિન્ક ફેસ, અને સાવ અનોખી ડાયલોગ ડિલિવરી વાળો ઇરફાન આપણી વચ્ચે નથી રહ્યો કેન્સરને હરાવનાર ઇરફાન માં નું મોત ન જીરવી શક્યો રાજસ્થાનની મરુભુમીમાં જન્મેલા સાહબજાદા ઇરફાન અલી ખાને ઘણી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો છે ત્યારે કચ્છમાં દુકાળ વખતે ફિલ્માંકન થયેલી ‘મુજસે દોસ્તી કરોગે’ ફિલ્મને કેમ ભૂલી શકાય ? સતત બે મહિના કચ્છનાં સફેદ રણમાં ધૂળની ઊડતી ડમરીઓ વચ્ચે પોતાના દીકરા ‘ગુલ હસન’ માટે દોડતો ‘મીર હસન’કચ્છનાં લોકોને હજુ પણ યાદ છે.
રાજસ્થાનનાં જયપુરમાં જન્મેલા ઇરફાનની ફિલ્મી કરિયર ક્રિટીક ફિલ્મ ‘સલામ બોમ્બે’થી જરૂર શરૂ થઈ હતી પરંતુ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાનાં સ્ટુડન્ટ રહી ચૂકેલા ઇરફાને દુરદર્શન કાળની સીરિયલમાં તેના અભિનયના કામણ પાથરી દીધા હતા પદ્મશ્રીથી માંડીને નેશનલ એવોર્ડ અને અન્ય ઘણા સન્માન પ્રાપ્ત કરી ચૂકેલા ઇરફાનના હિન્દી ફિલ્મ બીલ્લુ, મેટ્રો, લાઈફ ઓફ પાઈ, તલવાર, લંચ બોક્સ, મકબુલ અને પીકુ જેવી તો અનેક ફિલ્મ છે જેમાં અદાકારીના આ સાહબજાદાએ જાનદાર-શાનદાર અભિનય કર્યો હતો.
કચ્છની વાત કરીએ તો વર્ષ 1990-91માં અહીં દુકાળની સ્થિતિ હતી સૂકી ભઠ્ઠ રણની જમીનમાં ઇરફાનને તેની માતૃભૂમિ રાજસ્થાનની યાદ આવતી હતી બે મહિના સુધી ચાલેલા શૂટિંગને યાદ કરતા કચ્છનાં સફેદ રણમાં આવેલા ધોરડો ગામનાં સરપંચ મિયાં હુસેન હજુ યાદ કરે છે જેમાં ફિલ્મનાં બાળકનાં પિતાની ભૂમિકા ઇરફાને નિભાવી હતી કચ્છી સ્ટાઈલની ટોપી પહેરીને ફરતો કચ્છનાં રણનો મીર હસન હજુ પણ લોકોનાં લોકોની સ્મૃતિમાં અંકિત છે.
ભારતમાં ઓછી કહી શકાય તેવી માત્ર 54 વર્ષની ઉંમરમાં જિંદગીનાં રંગમંચ ઉપરથી ઇરફાન ભલે એક્ઝીટ કરી ગયો છે પરંતુ પીકુ ફિલ્મનાં હિમાચલ ટેક્ષી ઓનર્સના આ રાણા ચૌધરીને કોઈ નહીં ભુલાવી શકે.