Home Current ભુજના પોલીસ અધિકારી સામે કરાઈ ગેરવર્તણુંકની ફરિયાદ

ભુજના પોલીસ અધિકારી સામે કરાઈ ગેરવર્તણુંકની ફરિયાદ

972
SHARE
કોરોનાની મહામારી સામે સમગ્ર વિશ્વ્ ઝઝૂમી રહ્યું છે….અને લોકડાઉનની પરિસ્થિતિમાં “કોરોના વૉરિઅર્સ” પોતાની અને પોતાના પરિવારની પરવા કર્યા વિના પોતાની ફરજ અદા કરી રહ્યા છે ખાસ કરીને પોલીસની કામગીરી પણ બિરદાવાઇ રહી છે પરંતુ ભુજના એક પોલીસ અધિકારીની ગેરવર્તણુંકની ફરિયાદો વહીવટી તંત્ર સમક્ષ આવતા તંત્ર દ્વારા ગૃહવિભાગ સહીત સ્થાનિક ઉચ્ચ અધિકારીને લેખિત ફરિયાદ કરાઈ છે જિલ્લાના મદદનીશ કલેકટર દ્વારા ભુજના પોલીસ અધિકારી વિરુદ્ધ વિવિધ મુદ્દાઓને લઈને તેમના દ્વારા સરકારી તંત્રના લોકોને પરેશાન કરાયા હોવાની ફરિયાદ કરાઈ છે આ ફરિયાદમાં શેલ્ટર હોમમાં સી.આર.સી.સાથેની ગેરવર્તણૂક ઉપરાંત કાર્યપાલક ઇજનેર કચેરીના કર્મચારી તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારીના ડ્રાયવરના વાહન ડિટેઇન કરીને કનડગત કરવાનો ઉલ્લેખ કરાયો છે અને જણાવાયું છે કે પી.આઈ. કક્ષાના પોલીસ અધિકારીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ,એપિડેમિક ડિસીઝ એક્ટ, તેમજ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને મળેલા અધિકારોની ભૂમિકા વિષે જ્ઞાન નથી જિલ્લાનું સમગ્ર પોલીસ તંત્ર ખડે પગે છે ત્યારે આવા પોલીસ અધિકારીનું વલણ તંત્રની અથાગ મહેનત પર પાણી ફેરવી શકે છે જેથી આવા અનુશાશનહીન પોલીસ અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ આ સમગ્ર મામલાથી સબંધિત તંત્ર સહીત પોલીસ બેડામાં પણ આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.