Home Current ભુજ એ ડિવિઝન પી.આઇ સામેની ફરિયાદનો એસ.પી ને સોપાયેલો ખાનગી પત્ર વાયરલ...

ભુજ એ ડિવિઝન પી.આઇ સામેની ફરિયાદનો એસ.પી ને સોપાયેલો ખાનગી પત્ર વાયરલ કોણે કર્યો ?

2145
SHARE
વૈશ્વિક મહામારી કોરોના વચ્ચે સમગ્ર દેશમાં પોલિસની કર્તવ્ય નિષ્ઠા તેમની કાર્યશેલી અને તેના સાહસની ચર્ચા સાથે સરાહના થઇ રહી છે ઠેરઠેર પોલિસનુ સ્વાગત અને સન્માન થઇ રહ્યુ છે તે વચ્ચે કચ્છમાં એક પોલિસ અધિકારીના ગેર વર્તણુકના કિસ્સાની ચર્ચા છે. ખુદ આઇ.એ.એસ અધિકારી અને મદદનીશ કેલકટરે આ મામલે પચ્છિમ કચ્છ એસ.પીને પત્ર લખી વિવિધ ગેરવર્તણુક સામે ન્યાયીક કાર્યવાહીની માંગ કરી છે તે મામલો ભારે ગરમાયો છે. તો પચ્છિમ કચ્છ એસ.પી પણ પોલિસ સામે થયેલી આ ફરીયાદને ગંભીરતાથી લઇ તપાસ કરી રહ્યા છે. પરંતુ અહી પ્રશ્ર્ન એ છે કે એક IAS અધિકારીએ પોલિસવડાને લખેલા પત્રના અક્ષરસહ અંશો કઇ રીતે લીક થઇ ગયા? શું ઇરાદાપુર્વક તમામ મુદ્દાઓને આવરી લેતી વાત વહેતી કરી દેવાઇ? પ્રશ્ર્નો અનેક ખડા થાય છે કેમકે ફરીયાદના થોડા કલાકોમાંજ મિડીયા અને સોશિયલ મિડીયામાં આ વાત વહેતી થઇ ગઇ હતી.

પોલિસની છબી ખરેખર કોણે ખરડી?

ભુજના સેલ્ટર હોમથી લઇ લોકડાઉન દરમ્યાન બીનજરૂરી રીતે ચોક્કસ પોલિસ અધિકારી દ્વારા હેરાનગતી અને ગેરવર્તણુકની આઈ.એ.એસ અધિકારીની ફરીયાદે ભારે ચર્ચા જગાવી છે એક તરફ કોરોનામાં પચ્છિમ કચ્છ પોલિસના માનવીય અભીગમની ચર્ચા ગાંધીનગર સુધી છે તેવામા એક પી.આઇ સામેની ફરીયાદનો ખાનગી પત્ર અને ફરીયાદના અક્ષરસહ અંશો માધ્યમો સુધી પહોચ્યા કઇ રીતે? પચ્છિમ કચ્છ પોલિસ વિભાગ પોલિસની છબી ખરડાય તેવુ ન ઇચ્છે એ સ્વાભાવીક છે તો પછી IAS અધિકારીએ લખેલો પત્ર વાયરલ કઇ રીતે થયો ? કોણે કર્યો ? જોકે આવી ફરીયાદ ગુપ્ત રીતે થતી હોય છે અને IAS અધિકારીએ લખેલો પત્ર વાયરલ થઇ જતો હોય તો તે પોલિસની ગેરવર્તણુક કરતા પણ વધુ ગંભીર બાબત છે કેમકે તેનાથી પોલિસની છબી તો ખરડાઇ જ છે પરંતુ કચ્છ કલેકટર કચેરીની ગોપનીયતા સામે પણ સવાલો ઉભા થયા છે.
કચ્છના વિવિધ વિભાગો વચ્ચે સંકલનના અભાવ અને અધિકારી વચ્ચે ટકરાવ અને કોલ્ડવોરના અનેક કિસ્સાઓ હાલ કચ્છમાં ચર્ચામાં છે ત્યારે એક સનદી અધિકારી દ્વારા પી.આઇ સામે કરાયેલી ફરીયાદ હાલ વધુ ચર્ચામાં છે. જો કે પી.આઇ સામે પોલિસે વિભાગીય રીતે તપાસ શરૂ કરી છે.પરંતુ જે રીતે પત્ર અને તેની વાતો વહેતી કરાઇ છે તે જોતા ચોક્કસ અધિકારીને ટાર્ગેટ કરી પોલિસની છબી ખરડવાનો પણ પ્રયત્ન થયો હોય તેવું માની શકાય તેમ છે જો પત્ર ખાનગી હતો છતાં પણ માધ્યમો સુધી પહોચ્યો તો IAS અધિકારીએ ગુપ્ત પત્ર વાયરલ કરનાર સામે પણ તપાસ કરી કાર્યવાહી કરવા સાથે કચેરીની ગુપ્તવાત બહાર ન જાય તે તરફ પણ જોવાની જરૂર છે માધ્યમો સુધી ખાનગી માહિતી પહોચવી એ કોઇ નવી વાત નથી પરંતુ ઇરાદાપુર્વક પહોચાડાઇ છે કે નહી તે જાણવુ પણ એટલુજ જરૂરી છે.