ગુજરાત-મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં અન્ય રાજ્યોમાંથી આવેલા પરપ્રાન્તીય મજુરો વતન જવાની માંગ સાથે વિવિધ રીતે વિરોધ કરી રહ્યા છે તો ક્યાંક પોતાના વતન પરિવાર માટે ઘણા લોકો પગપાળા પણ નિકળી રહ્યા છે ત્યારે કચ્છમાં પણ હવે પરપ્રાન્તીય લોકોની ધિરજ ખુટી રહી હોય તેવા દ્રશ્યો સર્જાઇ રહ્યા છે પહેલા સાંઘી લેબર કોલોનીમાં વતન જવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કરાયો હતો હવે ગાંધીધામમાં પણ આવોજ કિસ્સો સામે આવ્યો છે જે હિંસક બનતા અટક્યો હતો આજે બપોર બાદ કાર્ગો વિસ્તાર નજીક વસવાટ કરતા બિહારી શ્રમીકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તા પર પથ્થરો ગોઠવી ચક્કાજામ કરી વતન જવાની માંગ સાથે ટ્રેનની માંગણી કરી હતી એક સમયે મામલો પથ્થરમારા સુધી પહોચે તેવી સ્થિતી હતી જો કે પોલિસે સમયસુચકતા વાપરી વ્યવસ્થા કરવાની ખાતરી આપતા મામલો થાડે પડ્યો હતો તેમના માટે બિહાર માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા અંગે પુર્વ કચ્છ પોલિસ જીલ્લાવડાએ સ્થિતી કાબુમાં હોવાનુ જણાવ્યુ હતુ. જો કે ઝડપથી જો વ્યવસ્થા ઉભી નહી કરાય તો સ્થિતી કથળે અને કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે જોખમ ઉભુ થાય તેમ છે.
ગુજરાતથી સૌથી વધુ ટ્રેન દોડી પરંતુ હજુ પણ સમસ્યા
રાજ્યના મુખ્યમંત્રીના સચિવ દ્વારા અપાયેલી માહિતી મુજબ ગુજરાતમાંથી સૌથી વધુ ટ્રેન શ્રમીકો માટે દોડાવાઇ છે છંતા પણ કચ્છમાં પ્રશ્ર્નો ઉપસ્થિત થઇ રહ્યા છે પહેલા સાંધીપુરમ ત્યાર બાદ ગઇકાલે કેટલાક મજુરો ભુજથી સાઇકલ મારફતે જવા માટે મજબુર બન્યા હતા અને આજે ગાંધીધામમાં લાંબી ધિરજ બાદ મજુરો બિહાર જવાની માંગ સાથે રસ્તા પર ઉતર્યા હતા જેને અન્ય રાજ્યના શ્રમીકોએ પણ સમર્થન આપ્યુ હતુ જો કે પોલિસની હાજરી વચ્ચે મામલો ગંભીર સ્વરૂપ ધારણ કરતા અટક્યો હતો પરંતુ 50 દિવસના લોકડાઉન પછી મજુરોને લઇ જવાનુ યોગ્ય આયોજન ન થતા મજુરો હવે રસ્તાઓ પર ઉતરી રહ્યા છે ત્યારે ઝડપથી ટ્રેન અથવા અન્ય રીતે એમની વ્યવસ્થા થાય તે જરૂરી છે.
કચ્છમાં અનેક ઉદ્યોગ અને બે મોટા પોર્ટ આવેલા હોવાથી મોટી સંખ્યામાં પરપ્રાન્તીય શ્રમીકો વસવાટ કરે છે પરંતુ કોરોના જેવી મહામારી વચ્ચે તેઓ પણ પોતાના વતન પરિવાર પાસે જવા માટે મકક્મ બન્યા છે રાજ્યના અનેક વિસ્તારોમાં શ્રમીકો ઉગ્ર દેખાવો કરી રહ્યા છે જો કે કચ્છમાં વિરોધ હિસંક બને એ પહેલાં જો ઝડપથી વ્યવસ્થા નહી થાય તો કાયદો વ્યવસ્થા જોખમાય એવી સ્થિતિ નિર્માણ પામશે.