Home Current ભુજોડી પાસે રિસોર્ટમાં યોજાયેલા વૈભવી લગ્નમાં થયો નિયમ ભંગ : માત્ર એક...

ભુજોડી પાસે રિસોર્ટમાં યોજાયેલા વૈભવી લગ્નમાં થયો નિયમ ભંગ : માત્ર એક સામે ફરિયાદ : શુ આ કિસ્સામાં પણ મુંબઇ વાળી ?

1359
SHARE

લોકડાઉનની શરૂઆત થઇ ત્યારે કોઇ વિચાર્યુ પણ નહી હોય કે પોલિસ ખરેખર પ્રજાનો મિત્ર બનીને લોકડાઉન દરમ્યાન ઉમદ્દા કાર્યો કરી પ્રજા સેવા કરશે અને પોલિસ લોકડાઉનના આટલા દિવસોમાં જાણે સાચો પ્રજામિત્ર બનીને લોકોની વાહ વાહ મેળવી, પરંતુ ઉપરાઉપરી બે બનાવો એવા બન્યા કે જેમાં પચ્છિમ કચ્છ પોલિસ વિવાદમાં આવી, અને પોલિસે ધાર્યુ તેજ કર્યુ પહેલા મુંબઇની યુવતીની ઓળખ છુપાવવા સાથે કોરોના પોઝીટીવ હોવા છંતા માત્ર તેની સામે જ ફરીયાદ નોંધી અને વગદાર કહી શકાય તેવા પરિવારના સભ્યો સામે કાયદાની ગરમી ન દેખાડી અને હવે ભુજોડીના વૈભવી લગ્નમાં પણ કાઇક મુંબઇની ડોક્ટર યુવતી જેવુ થયુ હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે કેમકે બપોરે 3 વાગ્યથી સોશ્યિલ મીડિયામાં જે મામલો ગાજ્યો તેમાં કલાકોની તપાસ બાદ પોલિસે માત્ર એક વ્યક્તિ સામેજ ફરીયાદ નોંધી છે સાંજે 5 વાગે પહોચેલી પોલિસનો જ્યારે 12 વાગ્યે સંપર્ક કરાયો ત્યારે પોલિસે માત્ર એક વ્યક્તિ સામેજ ફરીયાદ નોંધી હોવાનુ સત્તાવાર રીતે જણાવ્યુ હતું.

શુ હતો સમગ્ર ઘટનાક્રમ? અન્ય દોષી કેમ નહી?

લોકડાઉનના પગલે કલેકટરનુ જાહેરનામુ છે અને તે વચ્ચે કોઇને લગ્ન કરવા હોય તો સંપુર્ણ નિયમના પાલન સાથે બન્ને પક્ષે 50 વ્યક્તિની હાજરીની તંત્ર દ્વારા મંજુરી અપાય છે. આજે સોશીયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો જેમાં ભુજોડી નજીક આવેલ મહેન્દ્ર કેરાઇના વૈભવી ફાર્મહાઉસમાં એક લગ્નનું આયોજન થયું હતું આ લગ્ન દરમ્યાન ન કોઇ સોશિયલ ડિસ્ટન્સીગનુ પાલન કરતુ હતુ કે ન કોઇએ માસ્ક પહેર્યા હતા જે વાયરલ થયેલા વિડીઓમાં જોઈ શકાય છે વાયરલ થયેલા વિડિઓ બાદ હરકતમાં આવેલી પોલિસે સ્થળ પર કરેલી પ્રાથમીક તપાસમાં પણ 75થી વધુ લોકો લગ્નમાં હાજર હતા પરંતુ વૈભવ અને ઠાઠ સાથે યોજાયેલા હાઇપ્રોફાઇલ લગ્નમાં કોરોનાનો કે કાયદાનો ડર જોવા મળ્યો ન હતો ચર્ચા સમગ્ર કચ્છમાં હતી અને 75 થી વધુ લોકો અને ફાર્મહાઉસ સંચાલકો સામે ફરીયાદ થાય તેવુ બધા માનતા હતા પરંતુ ધાર્યુ પોલિસનુ થાય તેમ માત્ર લગ્ન આયોજક એવા કિશોર ભાભેરા સામેજ ફરીયાદ નોંધી પોલીસે સંતોષ માન્યો છે.

લોકોમાં ચર્ચા જાહેરનામુ આમ અને ખાસ માટે અલગ છે?

એક તરફ લોકડાઉનના આટલા દિવસોમાં લોકોની સલામતીના નામે પોલિસે થોકબંધ જાહેરનામાં ભંગના કેસ કર્યા છંતા પોલિસની કામગીરી લોકો બીરદાવતા હતા પરંતુ પોલિસ જાણે લાંબો સમય પોતાની આવી ઇમેજ જાળવવા ન માંગતી હોય તેમ મુંબઈની યુવતી અને આ કિસ્સામાં લોકો સામે સવાલના ઘેરામાં ચોક્કસ આવી ગઈ છે જો કે સ્થળ પર ગયેલા મિડીયાને તો પહેલાથીજ અંદેશો હતો જ કેમકે સ્થળ પર પહોચેલા મિડીયાને રીસોર્ટ માલિકે બધુ પતિ ગયુ છે હવે ફોટો શુ કામ લ્યો છો તેવુ મળતીયા મારફતે કહ્યુ હતુ. જો કે આ ઘટનાક્રમ પછી લોકોમાં ચર્ચા છે કે શુ કચ્છમાં બે અલગ-અલગ જાહેરનામાં આમ અને ખાસ નાગરીકો માટે નથી ને? કેમકે અત્યાર સુધી મોર્નીગ વોક,ઘરની બહાર અને ક્યાક કામસર નિકળેલા લોકો પણ પોલિસના કાયદાની ઝપેટે ચડ્યા છે.
પચ્છિમ કચ્છ પોલિસવડાના અને તેમની ટીમના માનવીય અભિગમ સાથેના કાર્યો અને રેન્જ આઇ.જીના અભીગમની પ્રશંશા સાથે ચર્ચા છે ત્યારે આવા સુખી સંપન્ન પરિવારોના કિસ્સામાં આવું કેમ ? નહી તો મુંબઇની યુવતીના મદદગાર અને નિયમોના ઉલ્લંઘન સાથે બીજાના જીવના જોખમ વચ્ચે વૈભવી લગ્નમાં હાજરી આપનાર લોકો સામે પણ કાર્યવાહી થાત જો કે આશા રાખીએ કે ફરી પોલિસ કાયદો બધા માટે સમાન છે તેવી પ્રતીતિ કરાવે…..જય હિંદ