કેન્દ્ર સરકારે લોકડાઉન-૪ની જાહેરાત કર્યા બાદ રાજય સરકાર દ્વારા નવી ગાઇડ લાઇન્સ અનુસાર બે ઝોનમાં નવા નિયમો અમલમાં મુકવાનો નિર્દેશ આપ્યો છે જેમાં કેટલીક છૂટછાટ અને કડકાઈ સાથે નવા નિયમો બનાવ્યા છે જે સમગ્ર રાજ્યની સાથે દરેક જિલ્લાઓમાં લાગુ કરાયા છે બે ઝોનમાં કન્ટેઈન્ટમેન્ટ ઝોન અને નોન કન્ટેઈન્ટમેન્ટ ઝોનને વર્ગીકૃત કરીને નવા દિશાનિર્દેશ અપાયા છે સોમવારે સાંજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરેલી જાહેરાત બાદ કચ્છમાં ક્યા નિયમો લાગુ કરાયા? એની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા સોશ્યિલ મીડિયાથી લઈને પ્રચાર પ્રસાર માધ્યમો પણ જિલ્લા વહીવટી તંત્રના નવા આદેશોનો ઇન્તજાર રહ્યો હતો સોમવારે મોડી રાત્રે જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે. દ્વારા બહાર પડાયેલા જાહેરનામાં અનુસાર કચ્છ જિલ્લામાં પણ બે ઝોન આધારિત દિશાનિર્દશ અપાયા છે.
લોકડાઉન 4 માટેના નવા નિયમો અનુસાર સાંજે 7 થી સવારે 7 સુધી કર્ફ્યુ રહેશે, શાળા કોલેજ,જિમ ,મોલ ,બગીચા તેમજ ધાર્મિક,સામાજિક કે કોઈ પણ પ્રકારના સામુહિક કાર્યક્રમો પ્રતિબંધિત રહેશે.
કંટેઇન્મેન્ટ ઝોનમાં માત્ર આવશ્યક ચીજો શાકભાજી,કરિયાણા,મેડિકલ સ્ટોર સવારે 8 થી બપોરે 3 સુધી જ ખુલી રહેશે તેમજ આ ઝોનમાં રહેતા શ્રમિકો,દુકાનદારો,કર્મચારીઓ કે રહેવાસીઓ આ ઝોનથી અવર જ્વર કરી શકશે નહીં.
કંટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારે 8 થી બપોરે 4 વાગ્યા સુધી વેપાર ધંધા કે રોજગાર ચાલુ રાખી શકાશે જયારે માર્કેટ એરિયા કે
શોપિંગ કૉમ્લેક્સમાં દુકાનો ઓડ ઇવન નંબર (એકી સંખ્યામાં આવતી દુકાનો એકી તારીખે અને બેકી સંખ્યામાં આવતી દુકાનો બેકી તારીખે )
ખોલવાની રહેશે જે નગરપાલિકા કે પંચાયતો એનું નિયમન કરશે આ ઉપરાંત ખાણી પીણીની લારીઓ, પાનની દુકાનો ખુલી રહી શકશે પરંતુ જેમાં દુકાનો કે લારી પરથી પાર્સલ કે માલ લઈ જવાનો રહેશે સલુન અને બ્યુટીપાર્લર ધરાવતા વ્યવસાયીઓએ સામાજિક અંતરનું પાલન કરવાનું રહેશે જયારે રીક્ષા કે કાર ચાલકો ડ્રાયવર સાથે બે પેસેન્જર નું વહન કરી શકશે મોટા વાહનો માટે 50% પેસેન્જર માન્ય રહેશે તો ટુ વહીલરમાં એકજ વ્યક્તિ અવર જ્વર કરી શકશે શહેરી વિસ્તારની હદ બહાર ઢાબા ચાલુ રાખી શકાશે ,રીપેર શોપ ,ગેરેજ,ચાલુ રાખી શકાશે.
ગુજરાત રાજ્ય પરિવહનની બસો રાજ્ય સરકારની સૂચના અનુસાર કાર્યરત રહેશે 17 મે ના લોડાઉન દરમ્યાન જે પ્રવૃત્તિની પરવાનગી આપવામાં આવી હતી તેવા કિસ્સામાં નવી પરવાનગીની જરૂર રહેશે નહીં આ જાહેરનામું 31 મે સુધી અમલમાં રહેશે.