Home Current કચ્છના નેતાઓ જ કરે છે લોકડાઉન નિયમોની ઐસતૈસી : શું આમ જીતશે...

કચ્છના નેતાઓ જ કરે છે લોકડાઉન નિયમોની ઐસતૈસી : શું આમ જીતશે કોરોના સામે ગુજરાત ?

3103
SHARE
હું પણ કોરોના વોરીયર્સ આ સ્લોગન સાથે ગુજરાતને ફરી ધમધમતું કરવાની મુખ્યમંત્રીની નેમ છે એક તરફ કોરોનાના વધતા કેસ અને બીજી તરફ જનજીવન ફરી ધમધમતું થાય તેવા પ્રયાસ સાથે આ મુહીમ શરૂ કરાઇ છે જો કે લોકડાઉન અંગેના જે નિયમો છે તે તો પાડવાના જ છે. પરંતુ કદાચ કચ્છ ભાજપનાજ નેતાઓ તે નિયમોની ઐસતૈસી કરી રહ્યા હોય તેવા ફોટા સામે આવ્યા છે ગઇકાલે આવાજ નિયમોની ઐસતૈસી કરવાના મુદ્દે ગુજરાતના મંત્રી વાસણભાઈ આહિર ચર્ચામાં રહ્યા હતા જો કે માત્ર વાસણભાઈ આહિર જ નહી પરંતુ અન્ય ધારાસભ્ય અને ચુંટાયેલા પ્રતિનીધીઓ પણ કઇક આવુજ કરી રહ્યા છે. જેનાથી ચોક્કસ પ્રશ્ર્ન થાય કે જેમના શીરે લોકોને જાગૃત રાખવાની જવાબદારી સોંપાઇ છે. તેવા કચ્છ ભાજપના ચુંટાયેલા સીનીયર નેતાઓજ નિયમોની ઐસતૈસી કરશે તો શુ કોરોના સામે લડીને જીતશે ગુજરાત?

ફોટો પડાવવાની લ્હાયમાં નિયમોની ઐસતૈસી

લોકડાઉન દરમ્યાન નિયમોનો ભંગ કરનાર આમતો અનેક લોકો દંડાયા છે. પરંતુ અહી વાત એવા નેતાઓની કરવાની છે જેના શીરે લોકોને અને તેમના સમર્થકોમાં જાગૃતિ ફેલાવવાની જવાબદારી સોંપાઇ છે. શરૂઆત વાસણભાઈ આહિરથી કરીએ કેમકે તેઓ સીનીયર પણ છે અને આવી ભુલો કરવામાં માહિર પણ છે
વાસણભાઈ આહિર-લોકડાઉન હોય કે ન હોય પરંતુ વિવાદીત મામલે હમેંશા તેઓ ચર્ચામાં રહેતા હોય છે. તો પછી કોરોનાની શુ હિંમત કે મંત્રીજીની નજીક આવે અને એટલેજ મુખ્યમંત્રી રાહતફંડમાં ચેક અર્પણ સમયે સામાજિક અંતરનું પાલન ન કરી કલેકટર કચેરીના પ્રાગણમાંજ તેઓએ નિયમોનું ઉંલ્લધન કર્યુ જો કે તેમની સામે કોઇ કાયદાકીય કાર્યવાહી ન થઇ અને કદાચ તેથીજ મુખ્યમંત્રીના અભીયાન વચ્ચે ગઇકાલે ભચાઉના એક કાર્યક્રમમાં તેઓ માસ્ક વગર દેખાયા કદાચ માસ્ક સાથે ફોટો બરાબર નહી આવતા હોય તેવુ કોઇકે મંત્રીનીજીને કહ્યુ લાગે છે.
નિમાબેન આચાર્ય-મુખ્યમંત્રીની હું પણ કોરોના વોરીયર્સ મુહીમમાં દેરક ભાજપના કાર્યક્રરો જોડાયા છે તો સ્વાભાવીક છે નિમાબેન આચાર્ય પણ જોડાયાજ હશે પરંતુ ઝુરા ગામે આયોજીત કાર્યક્રમના એક ફોટોમાં નિમાબેન એક સેનીટાઇઝરની બોટલ સાથે લોકોથી ઘેરાયેલા દેખાયા અને ફોટો જોતા ક્યાંય લાગ્યુ નહી કે સોસીયલ ડિસ્ટન્સનુ પાલન હજુ પણ કરવાનુ હશે જો કે આ ફોટો તો સામે આવ્યો પરંતુ લોકોમાં ગણગણાટ છે કે આવા નિયમો ભંગ સાથેના અનેક કાર્યક્રમો યોજાઇ ગયા

ભાજપના અન્ય નેતાઓ પણ બાકત નહી

મંત્રી વાસણભાઈ આહિર અને નિમાબેનના ફોટો તો વાયરલ થયા અને લોકો તે જાણે છે પરંતુ ભચાઉમાં આયોજીત એક કાર્યક્રમમાં તંત્રની ઉપસ્થિતીમાંજ મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સથી કચ્છ ભાજપના તમામ નેતાઓને સંબોધીત કર્યા જેમાં સોસિયલ ડીસ્ટન્સ સાથેની ભચાઉની બઝાર વ્યવસ્થાના વિજય રૂપાણીએ વખાણ કર્યા પરંતુ તેજ કાર્યક્રમમાં ભાજપના તમામ ધારાસભ્ય,સાંસદ અને મુખ્યમંત્રીના ખાસ સહિતના લોકો લાઇનમાં ગોઠવાઇ ગયા જે ફોટો જોતા તેમા સામાજિક અંતર જેવુ કાઇ લાગતુ નથી કદાચ સરકારી કાર્યક્રમો માટે નિયમ અલગ હશે
લોકડાઉનના આટલા દિવસોમાં ચુંટાયેલા પ્રતિનીધીઓ દ્વારા નિયમ ભંગના અનેક કિસ્સા સામે આવ્યા જેની સામે પોલિસે કોઇ કાયદાકીય કાર્યવાહી તો નથીજ કરી પરંતુ હવે જ્યારે ગુજરાતને ફરી ધમધમતુ કરવા માટે મુખ્યમંત્રીએ તમામ લોકો સાથે નેતાઓને જાગૃતિ ફેલાવવાની જવાબદારી સોંપી છે ત્યારે કચ્છ ભાજપના સીનીયર મંત્રી ધારાસભ્યો જ તે મુહીમના હેતુની ઐસીતૈસી કરી રહ્યા છે આવા નિયમભંગના કિસ્સાઓ જોતા લોકો પુછી રહ્યા છે શુ આમ લડશે કોરોના સામે ગુજરાત?