કોરોનાની વૈશ્વિક મહામારી દરમ્યાન દેશ વિદેશના લોકો કોરોના સામે લડત આપવા સક્ષમ બનીને પોતાના વિચારો તેમજ જાગૃતિ દર્શાવીને લોકોને જોમ પૂરું પાડી રહ્યા છે સોશ્યિલ માધ્યમોમાં પણ દિગ્ગ્જ કલાકારોથી માંડીને મેડિકલ ક્ષેત્રના માંધાતાઓ અને સરકારના અગ્ર હરોળના પ્રતિનિધિઓ લોકોને સતત જાગૃત કરી રહ્યા છે રાજ્યના સરહદી કચ્છ જિલ્લામાં પણ આવા પ્રયોગ દ્વારા લોક જાગૃતિના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે હવે “મુસ્કુરાયેગા ઇન્ડિયા”ની થીમ પર કચ્છના કલાકારોએ પોતપોતાના ઘરેથી શૂટ કરેલા વિડીઓના માધ્યમથી દરેક કોરોના વોરિયર્સ તેમજ લોકડાઉનની સ્થિતિમાં સેવાકીય કાર્ય કરનારી સંસ્થાઓ, દાનવીરોને ને બિરદાવતું સોન્ગ બનાવીને youtube પર ઉપલોડ કર્યું છે.
I am Rionaa યુટ્યુબ ચેનલ ચલાવતા સોનિયા પોમલે કરેલા સોન્ગ એડિટિંગમાં માંડવીના અમર કુબાવત તેમજ ભુજના સપન મહેતા દ્વારા ડ્રોન કેમેરાથી લેવાયેલા દ્રશ્યોની સાથે સોનિયા પોમલ,બાળ કલાકાર જાનકી પોમલ,સુરેશ બિજલાણી,પૂનમ ઠક્કર,દિક્ષિતા છાયા,યોગેશ રામાવત ,દિસલ ડાભી, દિવ્યા ગોર,શ્રદ્ધા ગોર,કશ્યપ પરમાર,રિતેશ જોશી,શૈલેષ વ્યાસ સહિતના કલાકારોએ પોતાનો સંદેશ વહેતો કર્યો છે.
આ થીમ સોન્ગ અનેક લોકોને પ્રેરણા આપશે અને કોરોના સામે લડતા લોકોમાં જોમ સાથે જાગૃતિ પણ ફેલાવશે ટિમ રિઓનાને અભિનંદન.