Home Current કોરોનાની સમિક્ષા બેઠકમા જ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ કર્યો નિયમ ભંગ

કોરોનાની સમિક્ષા બેઠકમા જ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ કર્યો નિયમ ભંગ

1405
SHARE
થોડા દિવસ પહેલાની જ વાત છે કે રાજ્યના મંત્રી અને કચ્છના ધારાસભ્ય વાસણભાઈ આહિર જાહેર કાર્યક્રમમાં માસ્ક ન પહેરી ટ્રોલ થયા હજુ એ વિવાદ સમ્યો નથી ત્યાં હવે માસ્ક મુદ્દે માંડવીના ધારાસભ્ય અને કચ્છ ભાજપના નેતા વિરેન્દ્રસિંહ જાડેજા પણ ચર્ચામાં આવ્યા છે કેમકે આજે મંત્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતીમા તમામ ધારાસભ્ય, સાંસદ અને વહીવટી તંત્રની એક બેઠક મળી હતી તે સમયે લેવાયેલા ફોટોમા તમામ પદાધીકારી અધિકારીઓ માસ્ક સાથે દેખાય છે જ્યારે માત્ર વિરેન્દ્રસિંહ જ માસ્ક વગર દેખાય છે જો કે નવાઇની વાત એ છે કે આ ફોટો અન્ય કોઇએ નહિ ખુદ જીલ્લા કલેકટરે ટ્વીટ કર્યો છે પરંતુ અધિકારીને કદાચ ફોટોમા આ બાબત ધ્યાને નહી આવી હોય અથવા કદાચ ચેમ્બરમાં નિયમ અલગ હશે એવુ અનુમાન કરી શકાય

કોરોના વોરીયર્સ એટલે નિયમોનું પાલન ન કરી લોકોને જાગૃત કરવાના?

ગુજરાતમા ભાજપના નેતાઓએ નિયમ ભંગ કરી લોકડાઉનમા નિયમોનો ભંગ કર્યો હોય તેવા કિસ્સાની સોશીયલ મિડીયામાં ઘણી ટીકા થઇ છે જો કે વાત કચ્છના પરિપેક્ષમા કરીએ તો તાજેતરમાજ મંત્રી વાસણભાઈ આહિર ભચાઉમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં માસ્ક વગર દેખાયા હતા તો બીજી તરફ ધારાસભ્ય નિમાબેન પણ સામાજિક અંતરનો ભંગ કરતા ફોટોમા નજરે પડ્યા હતા ત્યારે હવે માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પણ માસ્ક વગર જીલ્લા કલેકટર કચેરીમાં આયોજીત સરકારી મીટીંગમા દેખાયા
જો કે અગાઉ પણ મિડીયામાં આવા મામલા ચર્ચિત બન્યા છે પરંતુ કાયદો કદાચ બધા માટે સરખો નહી હોય અને તેથીજ આમ નાગરીકો માટે કાયદો બને છે અને આમ નાગરીકોને જ તેનુ પાલન કરવાનું બાકી વહીવટી તંત્ર અને પોલિસની ઉપસ્થિતીમા જ કચ્છ ભાજપના મોટા નેતાઓ આવો ભંગ કરે ને કોઇ તેમને ટોકનારુ નથી..જો કે યે…પબ્લીક હે સબ જાનતી હે..