ન્યૂઝ4કચ્છ નેટવર્ક.ભુજ નોકરી કર્યા બાદ ગુજરાતનાં રિટાયર્ડ ડીજીપી પી.સી.ઠાકુરનાં મસ્તીભર્યા અંદાજવાળા વિડિઓ બાદ હવે પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજરનો વિડિઓ આવ્યો છે. જેમાં તેઓ શ્રીદેવીવાળી “ચાંદની” ફિલ્મનાં ‘લગી આજ સાવન કી ફિર વો ઝડી હૈ’ ગીત ઉપર ડાન્સ કરતા જોવા મળે છે. તેમની સાથે એક મહિલા પણ આ ગીતમાં ડાન્સ કરતી જોવા મળે છે. ગુજરાત-મહારાષ્ટ્રને સાંકળતા પશ્ચિમ રેલવેનાં આ સર્વોચ્ચ બાબુનો વિડિઓ હાલ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓમાં હોટ ટોપિક બન્યો છે.
1983ની ઇન્ડિયન રેલવે એન્જીનિયર્સ બેચના ઓફિસર એવા વેસ્ટર્ન રેલવેનાં જનરલ મેનેજર આલોક કંસલે પોતે આ વિડિઓ ઉતાર્યો છે. જેમાં તેઓ ચાંદની ફિલ્મનાં ગીત ઉપર ડાન્સ કરતા પહેલા પોતાનો તથા તેમની સાથે નાચતી તેમની પત્નીનું નામ લખીને પરિચય પણ આપે છે. રૂરકી યુનિવર્સીટીમાંથી ગોલ્ડ મેડલ સાથે સિવિલ એન્જીનીયર ટ્રેંડમાં બ્રિલિયન્ટ સ્ટુડન્ટ તરીકે બહાર આવેલા આલોક કંસલ જાન્યુઆરી, 2020માં વેસ્ટર્ન રેલવેનાં જીએમ બન્યા હતા. આ પહેલા તેઓ રેલવે બોર્ડનાં મેમ્બર તરીકે ફરજ બજાવતા હતા. મોજીલા સ્વભાવ માટે રેલવેના બાબુઓમાં જાણીતા કંસલ રતલામમાં નોકરી કરતા હતા ત્યારે પણ ચર્ચામાં આવ્યા હતા.
સિનિયર પોઝિશન ઉપર કામનાં ભારણ નીચે કામ કરતા ઓફિસર્સની ફોજ વચ્ચે રિટાયર્ડ ડીજીપી પી સી.ઠાકુર અને રેલવેનાં જીએમ આલોક કંસલનાં વિડિઓને જોતા ગુલઝારનું “દિલ તો બચ્ચા હૈ જી” ગીત યાદ આવી જાય છે.