કોગ્રેસમાંથી ભાજપમા જોડાયેલા ધારાસભ્યોના રાજીનામાંથી ખાલી પડેલી બેઠકો પર આગામી સમયમાં ગમે ત્યારે ચુંટણી યોજાય તેવી પુરી શક્યતા છે. ત્યારે અબડાસાની બેઠકનો પણ તેમા સમાવેશ થાય છે. પાર્ટી બદલી ભાજપમાં પ્રવેશ કરનાર પદ્યુમનસિંહ જાડેજા ભાજપના ઉમેદવાર તરીફ ફાઇનલ છે. પરંતુ કોગ્રેસે હજુ ઉમેદવાર જાહેર કર્યા નથી અને તે વચ્ચે આજે કોગ્રેસ સંગઠન કચ્છની વિસ્તૃત કારોબારી બેઠક યોજાશે જેમાં ઉપસ્થિત રહેવા પ્રદેશમાંથી આજે પરેશ ધાનાણી,અમીત ચાવડા અને હાર્દીક પટેલ સહિતના નેતાઓ કચ્છ પહોચ્યા છે. અને બપોરે માતાનામઢ નજીક એક ખાનીગ હોટલમાં કોગ્રેસના આગેવાનો સાથે મંથન કરશે જો કે તે પહેલા કચ્છના સ્થાનીક મુદ્દાઓ સહિત અમદાવાદની હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના અંગે પ્રતિક્રીયા આપી ઘટનાને દુખદ ગણાવી ન્યાયીક તપાસની માંગ કરી હતી
તો કોગ્રેસ કોઇ નવા ઉમેદવારને જ જાહેર કરી શકે છે.
કચ્છની અબડાસા બેઠકને લઇને આમતો ઘણા લાંબા સમયથી અનેક નામો સામે આવી રહ્યા છે.. પરંતુ બેઠકના ગણીત અને પરંપરાગત બેઠક જાળવવાની મથામણ વચ્ચે કોગ્રેસે હજુ ઉમેદવારનુ નામ જાહેર કર્યુ નથી. મુસ્લિમ ઉમેદવારની શક્યતા નહીવત છે. તેવામાં ક્ષત્રિય અને પટેલ અથવા અન્ય કોઇ જ્ઞાતીના ઉમેદવાર આવે તેવી પુરી શક્યતા છે. પરંતુ તે વચ્ચે રાજકીય ચર્ચા એવી છે. કે અબડાસાના એક ક્ષત્રિય આગેવાનનો ભાજપમાંથી કોગ્રેસ પ્રવેશ કરાવી દિલ્હીથી બેઠકનુ ગણીત બદલાય જો કે હજુ આ અંગે કોગ્રેસ તરફથી કોઇ સત્તાવાર રીતે આવી બાબતને સમર્થન અપાયુ નથી. પરંતુ લાંબા સમયથી આ મામલે ગુપ્ત બેઠકોનો દોર શરૂ છે. અને જો આવુ થશે તો અત્યારે ચર્ચામાં તમામ નામો સિવાયના ઉમેદવાર ચુંટણી મેદાનમાં ઝંપલાવશે જો કે આવુ થશે તો આંતરીક જુથ્થવાદ કોગ્રેસનો ખુલ્લીને સામે આવશે
ભાજપ ઇતિહાસ બદલશે કે કોગ્રેસ બેઠક જાળવી રાખશે ?
પેટા ચુંટણી પહેલા ગુજરાત ભાજપ અને કોગ્રેસના માળખામાં ઘરખમ ફેરફારો થવાના છે. તેવામાં ભાજપે રાજ્યસભામાં વફાદારી દાખવનાર પદ્યુમનસિંહ ને ટીકીટ આપવાનુ નક્કી કર્યુ છે. પરંતુ બેઠકનો ઇતિહાસ કહે છે. કે રીપીટ ઉમેદવાર આ બેઠક પર જીતતા નથી તેવામામ પદ્યુમનસિંહ અને ભાજપ પાસે બેઠકનો ઇતિહાસ બદલવાનો પડકાર તો પડી બારાતુ ઉમેદવારને ટીકીટ અપાતા ભાજપમાં પણ આંતરીક જુથ્થવાદ બેઠકનુ ગણીત બદલી શકે છે. તો બીજી તરફ કોગ્રેસે આ બેઠક પર સૌથી વધુ વખત જીત મેળવી છે. પરંતુ સક્ષમ કહી શકાય તેવા ઉમેદવારને મેદાને ઉતારી જીત મેળવે એવો ચહેરો કોગ્રેસને હજુ મળ્યો નથી તેવામાં અબડાસા સિવાયના કોઇ ઉમેદવાર અથવા નવાજ ક્ષત્રિય આગેવાનને મેદાને ઉતારી બેઠક જાળવી રાખવાનો કોગ્રેસ પાસે પડકાર રહેશે તેના માટેજ આજે મંથન થશે
કચ્છની અબડાસા બેઠકને બન્ને રાજકીય પાર્ટીઓ ગમે તે રીતે જીતવા મરણીયા થશે અને તેથીજ હજુ ચુંટણી જાહેર નથી થઇ ત્યા બન્ને રાજકીય પાર્ટીના નેતાઓ મેદાને પડ્યા છે. ભાજપે ઉમેદવાર જાહેર કરી રાજકીય સોગઠા ગોઠવવાની શરૂઆત કરી દીધી છે. તો બીજી તરફ કોગ્રેસે ભવિષ્યના પડકારો સાથે બેઠકના ગણીતને ધ્યાને લઇ ઉમેદવારની જાહેરાત વગર રણનીતી ઘડવાની શરૂઆત કરી છે.