Home Current વિકાસ કે વિનાશ? પવનચક્કીની વિજલાઇને હમલામા વધુ એક પક્ષીનો જીવ લીધો; શુ...

વિકાસ કે વિનાશ? પવનચક્કીની વિજલાઇને હમલામા વધુ એક પક્ષીનો જીવ લીધો; શુ કાર્યવાહી માટે તંત્ર લાચાર?

944
SHARE
કચ્છમાં ભુકંપ બાદ સર્જાયેલી ઔદ્યોગીક ક્રાન્તીથી પર્યાવરણને નુકશાનના અનેક કિસ્સા સામે આવ્યા છે. જો કે દોઢ દાયકા બાદ કચ્છમાં ફરી પાવર એનર્જી હબ બનવા માટે જઇ રહ્યુ છે. ત્યારે તેની આડઅસરો અત્યારથીજ કચ્છમાં દેખાવા લાગી છે. આમતો કચ્છના અનેક તાલુકાઓમાં પવનચક્કીના આગમન સાથે વિવિધ ફરીયાદો ઉઠી છે. પરંતુ જે રીતે અબડાસા વિસ્તારમાં ઘોરાડ અને રાષ્ટ્રીય પક્ષી મોર માટે આ પાવર એનર્જી કંપનીઓ મોતનુ કારણ બની છે. તે રીતે હવે સમગ્ર પચ્છિમ કચ્છમાં આવા કિસ્સાઓ વધી રહ્યા છે. અને લોકો ઇચ્છી રહ્યા છે. કે રાષ્ટ્રીય પક્ષી મોરથી લઇ અનેક જીવશૃષ્ટ્રી માટે વિજલાઇન મોત સમાન છે. ત્યારે તંત્ર વનવિભાગ કોઇ કડક કાર્યવાહી કરે આજે માંડવી તાલુકાના હમલા અને રતડીયા વચ્ચેની સીમમાં આજ પવનચક્કી કંપનીની વિજલાઇનથી ટકરાતા એક ઢેલનુ મોત થયુ હતુ. ત્યારે ફરી ગ્રામજનોએ આક્ષેપ સાથે તંત્ર પાસે નક્કર કામગીરીની માંગ કરી છે.
સિમેન્સ ગામેશા સામે કચ્છમાં અનેક આક્ષેપો
જમીની વિવાદ હોય કે પછી મંજુરી વગર કચ્છના વિવિધ વિસ્તારોમાં સાધનો માટે સ્ટોર ઉભા કરતા અને પવનચક્કીઓ ઉભી કરી દેવી આવા અનેક આક્ષેપો ભુતકાળમાં અને નજીકના ભવિષ્યમાં સીમેન્સ ગામેશા વિન્ડ એનર્જી કંપની સામે થયેલા છે. ત્યારે આજના કિસ્સામાં પણ ઢેલના મોતનુ કારણ કંપનીની વિજલાઇન હોવાનુ સામે આવ્યુ છે. સીમેન્સ ગામેશાની વિજલાઇન હડફેટે હમલામાં એક ઢેલનુ મોત થયુ છે. ગામના જાગૃત લોકોએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે આજ વિસ્તારમાં થોડા સમય પહેલા પણ મોરના મોત થયા હતા. અને વનવિભાગ સહિત કંપનીના સંચાલકોને પણ ટકોર કરાઇ હતી પરંતુ કોઇ નક્કર કામગીરી કે પગલા તંત્ર દ્રારા કંપની સામે લેવાયા નથી.
ઘોરાડ માટે લાઇન અન્ડરગ્રાઉન્ડ ન થઇ મોર માટે થશે?
કચ્છના અબડાસા વિસ્તારમાં મોર અને જે લુપ્ત થતા ઘોરાડ પક્ષી છે. તેના મોત અનેકવાર વિજલાઇન અડફેટે થયા પરંતુ માત્ર દેખાડા ખાતર લાઇન અન્ડરગ્રાઉન્ડ નાંખવાની નોટીસથી લઇ તંત્રએ અનેક ખેલ કર્યા પરંતુ વિજલાઇન અન્ડરગ્રાઉન્ડ થઇ નથી. ત્યારે આજની ઘટના પછી જાણકારો જે વિસ્તારમાં દુર્લભ અને રાષ્ટ્રીય પક્ષીઓની ચહલપહલ અને રહેણાક વધુ છે ત્યા વિજ કંપની અન્ડર ગ્રાઉન્ડ વિજલાઇન નાંખે તે કચ્છના હીતમાં છે. નહી તો સીમેન્સ ગામેશા અને અન્ય વિન્ડ એનર્જી ઉત્પાદન કરતી કંપનીઓની બેદરકારી અનેકના જીવ લેશે જો કે જ્યા લુપ્ત થતા ધોરાડ પક્ષીના મોત પછી લાઇન અન્ડર ગ્રાઉન્ડ ન થઇ ત્યા મોર કે ઢેલ મામલે કચ્છનુ તંત્ર અસરકારણ કામગીરી કરે તેવી શક્યતા બહુ ઓછી છે.
જમીન વિવાદથી લઇને ધાકધમકી બેદરકારી અને આવા અનેક આક્ષેપો કચ્છમાં કામ કરતી વિન્ડ કંપનીઓ પર થયા છે. પરંતુ ધાક બેસાડતી કામગીરી સાથે કંપનીની મનમાની સામે તંત્રએ કોઇ નક્કર કામગીરી કરી હોય તેવા કિસ્સાઓ બહુ ઓછા છે. ત્યારે કોઇ મોટી દુર્ધટના પહેલા કચ્છનુ તંત્ર વનવિભાગ અને સરકાર સાથે મળી કોઇ ચોક્કસ ગાઇડલાઇન બનાવે તે જરૂરી છે. નહી તો કચ્છની જીવ શ્રૃષ્ટ્રી નષ્ટ્ર થઇ જશે તે નક્કી છે.