Home Current કચ્છ ભાજપના અમુક નેતા નહી સુધરે: ભચાઉમા જુતા પહેલી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા...

કચ્છ ભાજપના અમુક નેતા નહી સુધરે: ભચાઉમા જુતા પહેલી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા અને માસ્ક વગર ફરી દેખાયા!

2776
SHARE
કોરોનાની મહામારી વચ્ચે અનોલકની પ્રક્રિયા શરૂ થઇ છે. અને સરકારે થોડી છુટછાટ પણ આપી છે. પરંતુ કચ્છ ભાજપના નેતાઓએ જાણે વધુ છુટછાટ લીધી હોય તેમ છાંસવારે તેમના નિયમો તોડતા ફોટો વિડીયો વાયરલ થઇ રહ્યા છે. હા એ અલગ વાત છે. કે તેમની સામે આમ નાગરીકો જેવી કાર્યવાહી કરવામાં તંત્ર સંપુર્ણ નિષ્ફળ રહ્યુ છે. પરંતુ મિડીયા અને સોસીયલ મીડીયામાં ટ્રોલ થયા બાદ પણ નેતાઓ સુધરવાનુ નામ લેતા નથી. આજે પણ ભચાઉના એક પ્રતિમા અનાવરણ કાર્યક્રમ દરમ્યાન ભચાઉના નગરસેવક અને તેમના ધારાસભ્ય પિતા તથા સમર્થકો માસ્ક વગર દેખાયા અને તેવા ફોટો ખુદ ભચાઉ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ ફેસબુક પર સેર કર્યા જો કે સૌથી દુર્ભાગ્યપુર્ણ વાત એ હતી. કે જેમની પ્રતિમાંનુ અનાવરણ હતુ તેવા વિર આહિર દેવાયત બોદરની પ્રતિમાંને શ્રધ્ધાશુમન અર્પણ કરવા સમયે નેતાઓએ જુતા ઉતારવાનુ પણ યોગ્ય ન માન્યુ
ખુદ વાસણ આહિરે પણ જુતા પહેરી શ્રધ્ધાશુમન અર્પણ કર્યા
ઉત્સાહ અને પ્રસિધ્ધીના અતીરેકમાં કચ્છના નેતાઓ શુ કરે છે. તેનુ ભાન પણ તેઓ રાખતા નથી અને આવા છબરડા અને ભુલો અનેકવાર થઇ છે. પરંતુ જ્યા ખુદ વડાપ્રધાન આવી બાબતોનુ ચોક્કસાઇથી ધ્યાન રાખે છે ત્યા ભાજપના નેતાઓ બલીદાનના પ્રતિક અને ખુદ મંત્રી વાસણભાઇ આહિરના સમાજમાં પુજનીય છે. અને તેમનીજ પ્રતિમાંનુ અનાવરણ હોય અને તેમને જુતા પહેરી શ્રધ્ધાશુમન અર્પણ કરાય તે કેટલુ વ્યાજબી છે. જો કે પ્રજાસેવક કરે તેમ પ્રજા કરે તેમ મંત્રી વાસણ આહિર,વિરેન્દ્રસિંહ જાડેજા અને પાલિકા પ્રમુખ કુલદીપસિંહે કર્યુ તેમ તમામ નેતાઓએ શ્રધ્ધાજલી અર્પણ કરવા સમયે જુતા પહેલી તેમનુ અપમાન કર્યુ તો વળી ભચાઉ નગરપતીએ કાર્યક્રમના થોડા સમયે માસ્ક પહેરેલા અને માસ્ક વગરના અલગથી ફોટો સોશીયલ મીડીયામાં શેર કર્યા જેમાં કુલદીપસિંહ અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ માસ્ક વગર કાર્યક્રમમાં દેખાયા ખુદ મંત્રી વાસણ આહિરના સમાજનુ ગૌરવ એવા વિર આહિર દેવાયત બોદરનુ તેઓ સન્માન ન જાળવી શક્યા
ચોક્કસથી કાર્યક્રમ ઐતિહાસીક હતો કેમકે અન્ય સમાજે પણ સહયોગ આપી વિર આહિર દેવાયત બોદરની પ્રતિમા નિર્માણમાં સહયોગ આપ્યો પરંતુ નેતાઓના મન તેમનુ સન્માન કેટલુ છે. તેની પોલ ફોટોએ ખોલી નાંખી બાકી માસ્ક વગર જોવા માટે તો હવે લોકો નેતાઓને જોવા ટેવાઇ ગયા છે. કેમકે કાર્યવાહી તેમની સામે થશે નહી અને માસ્ક પહેરવાનુ તેઓ પ્રજાની ભુલી જાય છે. એમ ભુલી જશે..