કચ્છની સમૃધ્ધ એવી માધાપર ગ્રામ પંચાયત આમતો વિકાસશીલ ગ્રામ પંચાયત માની એક છે. પરંતુ વિસ્તાર વધવાની સાથે વિકાસ જ્યારે ત્યા હરણફાળ ભરી રહ્યો છે. ત્યારે લોકો માટે સુવિદ્યા વિસ્તારવામાં ક્યાક પંચાયત નિષ્ફળ નિવળી રહી હોય તેમ માધાપર નળ સર્કલ નજીક આવેલી સનરાઇઝ સીટીમાં એક મહિનાથી પાણી પહોચ્યુ નથી. આમતો સમસ્યા લાંબા સમયથી છે. પરંતુ નવી કન્સ્ટ્રક્શન સાઇટોમાં પાણી પહોચતુ હોવાથી સોસોયટી વિસ્તારમાં નિયમીત પાણી આવતુ નથી. પંચાયતના સભ્યો,સરપંચ તમામને રજુઆત પછી પણ સમસ્યાનો ઉકેલ ન આવતા આજે ચૌમાસામાં જ્યા સૌથી વધુ સરેરાશ વરસાદ પડ્યો છે. તેવા કચ્છ જીલ્લામાં મહિલાઓનો મોરચો કલેકટર કચેરીએ પહોચ્યો હતો એક તરફ કોરોનાની મહામારી વેપાર ધંધા બંધ છે. તેવામાં પાણી ન મળતા રહેવાસીઓને મોંધા ભાવે ટેન્કર મંગાવી પોતાની જરૂરીયાત છંતા પાણીએ સંતોષવા માટે રૂપીયા ખર્ચવા પડી રહ્યા છે. ત્યારે આજે જીલ્લા કલેકટર કચેરીએ રજુઆત કરી પાણી સમસ્યા દુર કરવા મહિલાઓએ રજુઆત કરી હતી. પ્રાથમીક સુવિદ્યાથી પણ વંચીત આ વિસ્તારમાં લોકો પાણી સમસ્યા દુર થાય તેવી આશા સાથે આગામી દિવસોમાં ઉગ્ર લડતની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે.