છેલ્લા એક સપ્તાહથી કચ્છ સહીત રાજ્યના સુરેન્દ્રનગર, ઉના, ભચાઉ સહિતના વિસ્તારોમાં
ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના મોનીટરીંગ
માં નોંધાયેલા ડેટા મુજબ 23 માર્ચથી 29 માર્ચ દરમ્યાન 49 જેટલા કમ્પનો નોંધાયા છે
1.4 થી 2 મેગ્નીટ્યૂડ ના આ અવિરત આંચકાઓ વચ્ચે 28 માર્ચની મધરાત્રી બાદ વહેલી
પરોઢે 4 ને 3 મિનિટ અને 4 ને 6 મિનિટે આવેલા ઝટકાની તીવ્રતા 4.8 અને 3.5ની રહી
હતી જેનું લોકેશન ભચાઉથી 22 કિલોમીટર પૂર્વ-દક્ષિણ નોંધાયું છે. આખો દિવસ સખત ગરમી
બાદ રાત્રીના બફારાની રાહત વચ્ચે નિંદર માણી રહેલા રહેવાસીઓ સફાળા જાગી ઉઠ્યા હતા
આ ઝટકાની અસર કચ્છ સહીત સૌરાષ્ટ્રમાં પણ અનુભવાઈ હતી કેટલાક વિસ્તારમાં બહુમાળી ઇમારતમાં રહેતા લોકો દોડીને બહાર આવી ગયા હતા તો કેટલાક વિસ્તારોમાં મીઠી નિંદર માણી રહેલા લોકોને કોઈ અસર જોવા મળી નહોતી એકન્દરે છેલ્લા એક સપ્તાહથી આવી રહેલા સતત આંચકાઓએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે