Home Social એક વર્ષથી ગુમ બે પુત્રીનુ પરિવાર સાથે મિલન કરાવ્યુ પુર્વ કચ્છ LCB...

એક વર્ષથી ગુમ બે પુત્રીનુ પરિવાર સાથે મિલન કરાવ્યુ પુર્વ કચ્છ LCB એ ;પરિવારે કહ્યુ પોલિસ ભગવાન છે.

1322
SHARE
જ્યારે કોઇ વ્હાલસોયુ આપણાથી દુર થાય છે. ત્યારે તેમની મનોસ્થિતી કેવી હોય છે. તે માત્ર સ્વજનોજ જાણતા હોય છે. આમતો આવા ધણા લાભણીસભર કિસ્સાઓ અવાર-નવાર બનતા હોય છે. આવીજ કઇ સ્થિતી હતી ગાંધીધામ ભારતનગર વિસ્તારમાં રહેતા ભાસ્કરરાવ ગુટ્ટીની એક વર્ષ પહેલા તેમની બન્ને દિકરીઓ અચાનક ઘરેથી ગુમ થઇ ગઇ લાંબી શોધખોળ પછી ગાંધીધામ એ ડીવીઝન પોલિસ મથકે બન્ને બહેનો ગુમ થવા મામલે ફરીયાદ નોંધાઇ હતી પરંતુ બન્ને દિકરીઓ મળી ન હતી જો કે હાલમાં રાજ્યમાં પોલિસવડા બદલાયા બાદ ગુમ અને મીસીંગ બાળકો અંગે ખાસ ડ્રાઇવનુ આયોજન કર્યુ હતુ જેના ભાગરૂપે ગાંધીધામ એલ.સી.બી ને હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે બન્ને બહેનોને શોધખોળ શરૂ કરી હતી અને જે રાજકોટ ખાતે મળી આવી હતી. જેથી એલ.સી.બીએ કબ્જો મેળવી બન્ને દિકરીઓનુ આજે પરિવાર સાથે મિલન કરાવ્યુ હતુ. સંતોષી ભાસ્કરરાવ ગુટ્ટી અને તેની શગીર બહેન આજથી એક વર્ષ પહેલા પિતાએ ઠપકો આપતા ઘરેથી ચાલી ગઇ હતી. ઘરનો આધાર બન્ને દિકરી હોવાથી પરિવારજનો આધાતમાં હતુ જેનુ આજે પોલિસે મિલન કરાવતા પરિવારે ખુશી વ્યક્ત કરી હતી અને લાગણીસભર રીતે પોલિસને ભગવાન ગણાવી પોલિસનો આભાર માન્યો હતો. બન્ને દિકરીનુ પરિવાર સાથે મિલન થયુ ત્યારે પોલિસ મથકે લાગણીસભર દ્રશ્ર્યો સર્જાયા હતા.