છેલ્લા ત્રણ દિવસથી રાજ્યની સાથે કચ્છમાં પણ મેધરાજા કચ્છના અલગ-અલગ તાલુકાઓને ધમરોડી રહ્યા છે. ત્યારે હજુ પણ હવામાન વિભાગે પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. અને તે વચ્ચે આજે ફરી કચ્છમાં બપોર બાદ મેધરાજાની હાજરી જોવા મળી છે. ખાસ કરીને ભુજ અને અંજારમાં બપોર બાદ 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. તો ભચાઉ નખત્રાણાં સાર્વત્રીક એકથી બે ઇંચ વરસાદ પડ્યો છે. જો કે વરસાદ ન હોવા છંતા માંડવીમાં ડેમ ઓવરફ્લો થતા નિચાણવાળા વિસ્તારના લોકો મુશ્કેલીમાં જોવા મળ્યા હતા તો ભુજ અને બન્ની પચ્છિમ વિસ્તારમાં સારા વરસાદથી ખેડુતો અને પશુપાલકોમાં ખુશી ફેલાઇ હતી.
સાવધાન ;વહીવટી તંત્રની લોકોને અપિલ
કચ્છમાં જે રીતે ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. તેનાથી અનેક વિસ્તારોમાં મુશ્કેલી પણ સર્જાઇ છે. તેવામાં હજુ પણ આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે. તેને જોતા કચ્છના વહીવટીતંત્રએ લોકોને સાવચેત રહેવા માટે અપિલ કરી છે. કચ્છમાં સ્થાનીક લેવલે તંત્રની સાથે એન.ડી.આર.એફની ટીમ તૈનાત છે. તો ERT ને પણ સચેત રખાઇ છે. જો કે વરસાદના પગલે ડેમ તળાવમાં પાણીની આવક થઇ છે. તે જોતા તંત્રએ આવા વિસ્તારોમાં લોકોને ન જવા અપિલ કરી છે. તો બાળકોને પણ કુતુહુલવસ આ વિસ્તારમાં ન લઇ જવા સુચીત કરાયા છે.
કચ્છના અલગ-અલગ તાલુકાઓમાં સતત 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. આજે ભુજ-અંજારમા 3 ઇંચથી વધુ વરસાદ નોંધયો હતો તો ભચાઉ નખત્રાણામાં 1થી2 ઇંચ સાર્વત્રીક વરસાદ નોધાયો હતો. જો કે આજના વરસાદથી મોટી મુશ્કેલીના કોઇ સમાચાર નથી. પરંતુ હવે વધુ વરસાદ ચોક્કસ કચ્છમાં મુશ્કેલી સર્જશે જેથી તંત્રએ લોકોને સચેત રહેવાની અપિલ કરી છે.