ધારાસભ્યની ભલામણથી વર્ષોજુનો પ્રશ્ર્ન ઉકેલાઇ ગયો,ધારાસભ્યના પ્રયાસ અને રજુઆતથી કચ્છને કરોડોની ગ્રાન્ટ મળી, પોલિસ કે તંત્રમાંથી ન્યાય ન મળે તો ધારાસભ્યની રજુઆતથી ન્યાય મળ્યો.. આવુ તમે અનેકવાર સાંભળ્યુ અને વાંચ્યુ હશે પરંતુ સત્તાપક્ષના ધારાસભ્યને કોઇ વાતે અન્યાય થયો હોય અને તેના માટે સમાજના લોકોએ આવેદનપત્ર આપવુ પડે એવુ તમે સાંભળ્યુ છે.? જો નહી તો કચ્છમાં આવુ થયુ છે. કચ્છ સ્થિત વિન્ડ કંપની સિમેન્સ ગામેશા અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહહ જાડેજાના પુત્રની કંપની વચ્ચેના વિવાદથી હવે કોઇ ભાગ્યેજ અજાણ હશે પરંતુ કાયદાકીય જંગ વચ્ચે આજે સમાજના આગેવાનોએ વિરેન્દ્રસિંહ જાડેજાના સમાજ પર ઋણુનો ઉલ્લેખ સાથે તેમના પુત્ર વિરૂધ્ધ થયેલી ફરીયાદને ખોટી ગણાવી ધારાસભ્યને બદનામ કરવા સમાન આ કિસ્સાને ગણાવી ખોટી ફરીયાદ પાછી ખેંચવા માટે કચ્છ કલેકટર સહિત તાલુકા મથકોએ આવેદનપત્ર આપ્યુ હતુ. જો કે ધારાસભ્ય ખુદ રજુઆત સમયે હાજર રહ્યા ન હતા.
બોલો બાહુબલી ધારાસભ્યને પણ આવુ કરવુ પડ્યુ!
કચ્છમાં જ્યારે પણ રાજકીય શક્તિ પ્રદર્શનની વાત થાય ત્યારે વિરેન્દ્રસિંહ જાડેજાનુ નામ મોખરે હોય છે. અને કચ્છથી લઇ ગાંધીનગર સુધી તેમની વાત ધ્યાને ન લેવાય તેવુ ભાગ્યેજ બને છે. પરંતુ 9 કરોડ રૂપીયા માટે કંપની સાથે થયેલા વિવાદ પછી ધારાસભ્ય કઇક અલગજ રીતે ચર્ચામાં આવ્યા છે. આજે ભચાઉ,ભુજ સહિતના તાલુકા મથકોએ ક્ષત્રિય સમાજના આગેવાનોએ કચ્છ રાજપુત્ર ક્ષત્રિય સભાના નેજા હેઠળ કે જેમના વર્તમાન પ્રમુખ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા છે. તેમને આવેદનપત્ર તંત્રને પાઠવ્યુ છે. જેમાં ધારાસભ્યના પુત્ર સામે થયેલી ખોટી ફરીયાદનો નિકાલ કરી દેવા માટેની માંગ કરાઇ છે. તો માત્ર ધારાસભ્યના પુત્રની કંપની નહી અન્ય કંપનીના પણ વિન્ડ એનર્જી કંપનીમાં 50 કરોડોથી વધુ રૂપીયા ફસાયા હોવાની રજુઆત કરાઇ છે.
ગાંધીનગર સુધી આ મુદ્દો ચર્ચામા
કચ્છમાં સ્થાયી થયેલી કંપનીઓ પર સરકારના 4 હાથ હોવાની ફરીયાદો હમેંશા ઉઠતી હોય પરંતુ વર્ષો સાથે કામ કર્યા પછી કંપની સાથે પૈસા માટે માથાકુટ થતા ધારાસભ્ય પુત્ર અને કંપની કાયદાકીય સાથે આવી ગયા છે. પરંતુ તેના મુળમાં ધારાસભ્ય વધુ ચર્ચામાં છે. કેમકે પહેલા ધારાસભ્ય પુત્રની દાદાગીરી સામે મામલો પોલિસ ફરીયાદ સુધી પહોચવો અને હવે તપાસની વચ્ચે ક્ષત્રિય સમાજના મોભીઓને સાથે રાખી ક્ષત્રિય સમાજને ધારાસભ્યને સાંકળતા કિસ્સામાં રજુઆત કરવા માટે આગળ આવવુ પડ્યુ તાજેતરમાંજ ગૃહ વિભાગ પોલિસ ફરીયાદ સમિતીમાં ધારાસભ્યની નિમણુક કરાઇ હતી પરંતુ તેમને જ ન્યાય અપાવવા માટે આજે તેમના સમાજને નિકળવુ પડ્યુ જો કે પ્રશ્ર્ન એ છે કે જ્યા ધારાસભ્યનેજ પોતાની સરકારમાં ન્યાયીક માંગ સાથે સમાજ સાથે રાખી રજુઆત કરવી પડે તે શુ દર્શાવે છે અને તેથીજ તેની ચર્ચા ગાંધીનગર સુધી છે.
આમતો આ એક સામાન્ય ધટના છે. પરંતુ કચ્છ માટે આ કિસ્સો વિચાર માંગી લે તેવો છે. કંપનીઓની દાદાગીર સામે અત્યાર સુધી મૌન સત્તાપક્ષના ધારાસભ્ય પુત્રને ન્યાય અપાવવાની વાત આવી ત્યારે સમાજ સાથે મેદાને આવી ગયા તો બીજી તરફ કચ્છના પ્રશ્ર્નો માટે ગાંધીનગર સુધી ઘરોબો ધરાવતા ધારાસભ્ય કેમ પોતાના પુત્ર સાચો છે. તો ત્વરીત ન્યાય નથી અપાવી શકતા જો કે પોલિસ ન્યાયીક તપાસ માટે મથી રહી છે. અને આશા છે. કે હવે ટુંક સમયમાં આ મામલાનો વધુ વિવાદ પહેલા સુખદ ન્યાયીક અંત આવશે..કેમકે ભાજપની છબી પણ આવા વિવાદોથી ખરડાઇ રહી છે.