Home Current જાહેરાતથી વિવાદ થતા મંત્રી વાસણ આહિરે કહ્યુ સ્થિતી જોઇ ‘રણ ઉત્સવ’ ની...

જાહેરાતથી વિવાદ થતા મંત્રી વાસણ આહિરે કહ્યુ સ્થિતી જોઇ ‘રણ ઉત્સવ’ ની તારીખ નક્કી થશે; જુવો વિડીયો

1150
SHARE
કોરોના મહામારી અને રણમાં ભરાયેલા વરસાદી પાણી વચ્ચે પણ ટીરીઝમ વિભાગે રણ ઉત્સવની તારીખ જાહેર કરતા વિવાદ થયો હતો. તો વડી રણ ઉત્સવનુ આયોજન કરતી કંપનીઓએ 12 નવેમ્બર ના રણ ઉત્સવના આયોજન અને બુકીંગ ટુંક સમયમાં શરૂ થશે તેવુ પ્રમોશન પણ શરૂ કરી દીધુ હતુ. જો કે આવી મહામારી વચ્ચે જ્યા નવરાત્રીના આયોજન અંગે હજુ સરકારે કોઇ જાહેરાત કરી નથી તેવામાં રણ ઉત્સવની જાહેરાત થતા ભારે વિવાદ થયો હતો ચોક્કસ રણ ઉત્સવ જેવા આયોજનોથી સ્થાનીક રોજગારી અને મનોવૈજ્ઞાનીક રીતે લોકોને કોરોના મહામારીથી બહાર નિકળવાનો ઉદ્દેશ હતો પરંતુ સ્થિતી જાયો વગર તારીખો જાહેર થતા લોકોમાં ભારે આશ્ર્ચર્ય ફેલાયુ હતુ. જો કે રાજ્યકક્ષાના પ્રવાસન મંત્રી વાસણ આહિરે આ અંગે આજે ખુલાસો કરી વિવાદ થતા હવે અઢી મહિના બાદ સ્થિતી જોઇને તારીખ જાહેર થશે તેવી સ્પષ્ટતા કરી છે.
વિવાદ થતા સરકારે નિર્ણય બદલ્યો ?
સંભવીત તારીખની જાહેરતના પ્રમોશનને લઇને ભારે ચર્ચા હતી કેમકે એક તરફ કોરોનાની મહામારી છે. અને બીજી તરફ હજુ રણમાં ભરાયેલા પાણી ક્યારે ઉતરશે તે અંગે કાઇ નક્કી નથી.તેવામાં ટુરીઝમ વિભાગે કરેલી જાહેરાતથી ભારે વિવાદ થયો હતો જો કે પ્રચાર-પ્રસાર પછી ભુલ સમાજાતા હવે આજે મિડીયા સાથે વાત કરતા રાજ્યકક્ષાના પ્રવાસન મંત્રી વાસણ આહિરે જણાવ્યુ હતુ કે હજુ તારીખ નક્કી નથી. સરકારની ગાઇડલાઇન અને તે સમયની સ્થિતી જોઇ સરકાર નિર્ણય કરશે અને ત્યાર બાદ તારીખો જાહેર કરાશે જો કે કોની મંજુરી અને સહમતીથી પ્રમોશન માટેના મેસેજો ફરતા થયા હતા તે અંગે તેઓએ કોઇ સ્પષ્ટ્રતા કરી ન હતી અનલોકની પ્રક્રિયા પછી ધણી વસ્તુઓ શરૂ થઇ છે. અને ટુરીઝમ જેવા સ્થળોને પ્રમોટ કરી સરકાર લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માંગે છે. પરંતુ જ્યા રણમાંજ પાણી ભરાયેલા છે. તેવામાં રણ ઉત્સવના નામે સસ્તી પ્રસિધ્ધીનો પ્રયાસ અંતે નિષ્ફળ રહ્યો છે.