Home Special કચ્છ કોગ્રેસ પ્રમુખની રાજકીય નૈયા અબડાસામાં અટકી! ફરી માંડવીના રાજકીય દરિયે લાંગરી

કચ્છ કોગ્રેસ પ્રમુખની રાજકીય નૈયા અબડાસામાં અટકી! ફરી માંડવીના રાજકીય દરિયે લાંગરી

2170
SHARE
ચુંટણી લડવાના સપના રાજકીય પક્ષના દરેક કાર્યક્રરથી મોટા નેતાઓને પણ હોય છે. અને તેમાં કાઇ ખોટુ પણ નથી પરંતુ જેમાં પક્ષનુ અહીત થતુ હોય તેવુ જાણવા છંતા પોતાની રાજકીય ઇચ્છા પુરી કરવા કોઇ કાર્યક્રર કે આગેવાન હઠાગ્રહ કરે તો? આવુજ કઇક થયુ છે. અબડાસા બેઠકની પેટાચુંટણીમાં જેમાં બેઠકના ઇતિહાસ અને જે ઉમેદવારના નામની ચર્ચા હતી. તે પરથી ફરી એવુ રાજકીય નિષ્ણાંતો માનતા હતા કે કોગ્રેસ પોતાની પરંપરાગત બેઠક જાળવી રાખશે અને પક્ષપલ્ટો કરી ભાજપમાં જોડાયેલા ઉમેદવારને હારનો સ્વાદ ચાખવો પડે પરંતુ પાર્ટી હાઇકમાન્ડ અને સ્થાનીક કાર્યક્રરોની માંગ છંતા જીલ્લા કોગ્રેસ પ્રમુખે અબડાસા બેઠક પર ઉમેદવારીના ઓરતો જોયા હતા પરંતુ કદાચ તેમની મનની મનમાંજ રહી જશે જો કે જીલ્લા કોગ્રેસ પ્રમુખે કરેલા ઉમેદવારીના પ્રય્તનો-અભીગમની પણ પાર્ટીનાજ લોકો અંદરખાને નિંદા કરી રહ્યા છે
અબડાસાથી પાછી ગાડી યુ ટર્ન માટે માંડવી
પક્ષપ્રમુખ તરીકે પદ્દભાર સંભાળ્યા બાદ કોઇ અસરકારક કામગીરી ન કરનાર કોગ્રેસી પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની ચર્ચા અને કાર્યશૈલી સામે હમેંશા સવાલો ઉઠતા રહ્યા છે. પરંતુ હવે જ્યારે અબડાસા બેઠક પરની ચુંટણી જીતાડવાનો તેમને પડકાર મળી રહ્યો છે. ત્યારે તે પડકાર ને પાર પાડવાના બદલે પોતાની રાજકીય સોગઠાબાજી ગોઠવણીની ચર્ચા પાર્ટીમાં થઇ રહી છે. અને તેથીજ અબડાસામાં સ્થાનીક મજબુત અને સક્ષમ ઉમેદવાર હોવા છંતા નિષ્ફળ પ્રયત્નો અબડાસા બેઠકના ચુંટણી જંગ માટે કરી રહ્યા છે. જો કે રાજકીય સુત્રોના જણાવ્યા મુજબ સ્થાનીક અબડાસાના ઉમેદવારને ટીકીટ આપવાનુ કોગ્રેસે મન બનાવ્યુ છે. તેથી કોગ્રેસ પ્રમુખે પાછુ મુન્દ્રા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. 2022ની વિધાનસભા ચુંટણીના ઉમેદવાર માટે
રાજકીય સમાધાનનો પણ પ્રચાર
મુન્દ્રામાં હરિસિંહ જાડેજા અને જીલ્લા પ્રમુખ વચ્ચેનો ગજગ્રાહ જગ જાહેર છે. પરંતુ તે હજુ સમયો નથી ત્યા પહેલા ગજેન્દ્રસિંહ જાડેજા અને હરિસિંહ વચ્ચે વ્યક્તિગત લડાઇ અને ત્યાર બાદ મુન્દ્રામાં તાલુકા શહેર સંગઠનની રાજકીય નિમણુંક સાથે વિવાદ થયો હતો. પુર્વ પ્રમુખ ગજેન્દ્રસિંહ અને મુસ્લિમ આગેવાનો પણ ચુંદુભાની નિમણુંકથી નારાજ થયા હતા. અને રાજીનામાનો દોર પણ શરૂ થયો હતો જો કે બે દિવસ પહેલા કોગ્રેસના એક આગેવાને કરાવેલા બન્ને જુથ્થના સમાધાનનો પ્રચાર આજે જીલ્લા કોગ્રેસે કર્યો હતો અને સર્કીટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં તમામ નારાજ આગેવાનો એક સાથે દેખાયા હતા. આમ જીલ્લા પ્રમુખે રાજકીય જસ ખાટવા સાથે મુન્દ્રા વિસ્તારમાં પોતાની પકડ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હોવાની ચર્ચા રાજકીય વર્તૃળોમાં છે. બાકી સમાધાન તો બે દિવસ પહેલાજ થઇ ગયુ હતુ. તો અબડાસા બેઠકના કોગ્રેસના અન્ય એક સંભવીત ક્ષત્રિય ઉમેદવારને જીલ્લા મંત્રીના હોદ્દાની નિમણુંક અપાઇ જેનો ભ્રામક પ્રચારની પણ ચર્ચા છે.
રાજકીય નિષ્ણાંતો સ્પષ્ટ માને છે. અબડાસા બેઠક પર ભાજપને ટક્કર માટે પાટીદાર અથવા સ્થાનીક ઉમેદવાર જ યોગ્ય રહેશે પરંતુ તેમ છંતા ગાંધીનગરથી લઇ દિલ્હી સુધી જીલ્લા પ્રમુખે ઉમેદવારી માટે પ્રયત્નો કર્યા હતા જે સફળ તો રહ્યા નથી. પરંતુ હવે તમામ પ્રયત્નો નિષ્ફળ જતા ફરી પોતાની રાજકીય ગાડી માંડવી વિધાનસભા ક્ષેત્ર તરફ પરત ફેરવી છે. જો કે આંતરીક રીતે તેમના રાજકીય ભુખ અને પ્રમુખ તરીકેના અભીગમની ભારે ટીકા થઇ રહી છે