Home Special અબડાસા ચુંટણીમાં કોગ્રેસી ઉમેદવારની જાહેરાત પહેલા આંતરીક જુથ્થવાદ! પી.સી ગઢવીએ ગ્રુપમાં...

અબડાસા ચુંટણીમાં કોગ્રેસી ઉમેદવારની જાહેરાત પહેલા આંતરીક જુથ્થવાદ! પી.સી ગઢવીએ ગ્રુપમાં શુ મુક્યુ ?

3490
SHARE
રાજકીય પાર્ટીઓમાં જુથ્થવાદ એ કોઇ નવી વાત નથી રાજકીય ઇચ્છાશક્તિ પુર્ણ કરવા માટે આંતરીક રીતે ખુલ્લા વિરોધમાં પણ નેતાઓ ઉતરી પડતા હોય છે. અને આવુજ થયુ છે. અબડાસા પેટાચુંટણીને લઇને હજુ તો કોગ્રેસના સંભવીત ઉમેદવારોની પેનલ બની લિસ્ટ દિલ્હી ગયુ છે. પરંતુ તે પહેલા રાજકીય કાવાદાવા અને આંતરીક જુથ્થવાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એક તરફ ચુંટણી પહેલા પક્ષને નુકશાન થાય તેવી પોસ્ટ મુકનાર કોગ્રેસના અંજાર શહેરના પુર્વ પ્રમુખને સસ્પેન્ડ કરી દેવાયા છે. અને તેનો વિવાદ સમ્યો નથી ત્યા કચ્છ જીલ્લા કોગ્રેસ પ્રવક્તાની એક પોસ્ટથી વિવાદ થયો છે. પી.સી. ગઢવીએ આજે લખપત-જીલ્લા-તાલુકા કોગ્રેસ ગ્રુપમાં એક પોસ્ટ સેર કરી છે જેમાં કોગ્રેસ અબડાસા બેઠકના સંભવીત અને મજબુત દાવેદાર શાંતીલાલ સેંધાણીની વફાદારી પર સવાલો ઉભા કરાયા છે. જો કે ગ્રુપની પોસ્ટ વાઇરલ થઇ ગઇ હતી.
અને વિવાદી પોસ્ટ અને લખાણ વાયરલ થયા
કચ્છની અબડાસા બેઠકની ચુંટણીને લઇ બન્ને રાજકીય પાર્ટીઓએ કવાયત શરૂ કરી છે. જેના ભાગરૂપે કોગ્રેસે પણ સેન્સ લીધા બાદ સંભવીત દાવેદારોની યાદી દિલ્હી મોકલી છે. જે બાબતે અબડાસા બેઠક પરથી સંભવીત ઉમેદવાર તરીકે ગયેલા નામ પૈકી ડો.શાંતીલાલ સેંધાણીના નામ સામે પ્રદેશ કોગ્રેસના આગેવાન શક્તિસિંહ ગોહીલે વાંધો દર્શાવી અબડાસા બેઠક પર તેમની દાવેદારી સામે વાંધો ઉઠાવ્યો છે પ્રાદેશીક ચેનલોમા આ સમાચાર વહેતા થયા બાદ લખપત તાલુકા-જીલ્લા પંચાયત ગ્રુપમાં કચ્છ જીલ્લા કોગ્રેસના પ્રવક્તાએ એક પોસ્ટ મુકી હતી જેમાં સાચી વાત છે. શક્તિસિંહ ગોહિલે ઉમેદવારી નોંધાવી હતી ત્યારે છબીલ પટેલ સાથે રહ્યા હતા અને છબીલ પટેલજ ટીકીટ માંગવા માાટે કહ્યુ છે હુ દવા કરી આપીશ નહી જોઇએ વેચાઉ માલ
શુ હવે પી.સી.ગઢવી પણ સસ્પેન્ડ થશે?
ગઇકાલેજ કોગ્રેસના એક સનિષ્ટ્ર કાર્યકરે કોગ્રેસના આંતરીક ગ્રુપમાં પક્ષને નુકશાન થાય તે રીતની પોસ્ટ મુકવા સાથે પાર્ટી હિતમા ચર્ચાનો દોર શરૂ કર્યુ હતો અને રવિ આહીરને પાર્ટીએ ચુંટણીને ધ્યાને રાખી સસ્પેન્ડ કર્યા હતા. તે વિવાદ હજુ સમ્યો નથી ત્યા હવે પી.સી ગઢવીએ પોતાની પાર્ટીનાજ એક કાર્યક્રર અને અબડાસાના મજબુત દાવેદાર અને પાટીદાર નેતા વિષે લખાણ લખ્યુ છે. ત્યારે સૌ કોઇના મનમાં એવો પ્રશ્ર્ન છે. કે કોગ્રેસના મજબુત અને કડક હાથે કામ લેતા પ્રમુખ શુ પી.સી ગઢવી સામે કોઇ કાર્યવાહી કરશે? કે પછી કદ અને ચુંટણીને ધ્યાને રાખી મામલો ઘરનો થઇ શાંત પડી જશે જો કે પી.સી.ગઢવીએ શા માટે આ પોસ્ટ મુકી તે ચોક્કસથી સવાલ છે.
રાજકીય પાર્ટીઓમાં આંતરીક જુથ્થવાદ એ સામાન્ય છે. તેમાય ચુંટણી સમયે મનદુખ થવુ એ સ્વાભાવીક છે. પરંતુ એક તરફ જ્યા પારંપરીક અબડાસા બેઠક જાળવી રાખવાનો કોગ્રેસ નિર્ધાર કરી રહી છે ત્યા નામો જાહેર ન થાય તે પહેલાજ એક-મેક પર ટીપ્પણી અને રાજકીય કાવાદાવા શરૂ થતા કોગ્રેસમાં ચિંતા છે. જો કે મામલો પ્રદેશકક્ષાએ પહોચ્યો છે ત્યારે ચોક્ક્સ લખપતના કોગ્રેસી આગેવાનની આ પોસ્ટ અંગે ચર્ચા થશે જો કે કોગ્રેસ આંતરીક મામલે શુ પગલા લે છે તે જોવુ રહ્યુ…