Home Current સામાજીક આગેવાન અને ગાંધીધામ પાલિકાના વિપક્ષી નેતાનુ મોત;કોરોના ભરખી ગયો

સામાજીક આગેવાન અને ગાંધીધામ પાલિકાના વિપક્ષી નેતાનુ મોત;કોરોના ભરખી ગયો

1091
SHARE
કોગ્રેસના આગેવાન નરેશ મહેશ્ર્વરી ના મૃત્યુના શોકમાંથી કોંગ્રેસ હજુ બહાર આવ્યું નથી ત્યા વધુ એક દુખદ સમાચારે કોંગ્રેસને ઝટકો આપ્યો છે ગાંધીધામ પાલિકાના વિપક્ષી નેતા અને જમીની આગેવાન એવા અજીત માનસંગ ચાવડાનુ આજે સારવાર દરમ્યાન 65 વર્ષે નિધન થયુ છે થોડા સમય પહેલા તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ ગાંધીધામ સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા ત્યારે આજે સારવાર દરમ્યાન વધુ તબીયત લથડ્યા બાદ તેમનુ નિધન થયું હતું ગાંધીધામમાં મજબુત વિપક્ષી નેતાની જવાબદારી નિભાવવા સાથે તેઓ તેમના સમાજ પર પ્રભુત્વ ધરાવતા હતા કોગ્રેસ અને સમાજમાં અનેક હોદ્દાપર તેઓએ પોતાની જવાબદારી ખંત પુર્વક નિભાવી છે ત્યારે આજે તેમના મોતના સમાચારથી કોંગ્રેસ અને સમાજમાં શોક ફેલાયો છે હજુ થોડા સમય પહેલાજ કચ્છ કોગ્રેસના આગેવાન નરેશ મહેશ્ર્વરી નુ મોત થયું હતું તેવામાં વધુ એક કોંગ્રેસી નેતા અને સમાજનું પ્રતિનિધિત્વ કરતા નેતાના મોતથી શોક ફેલાયો છે તેમની અંતિમવિધી આવતીકાલે કરાશે..