અબડાસા પેટાચુંટણીને લઇને રોજરોજ નવા રમુજ સર્જે તેવા કિસ્સા અને વાતો સામે આવી રહી છે. જ્યા અનલોકની ગાઇડલાઇનનુ ભંગ કરી ભાજપના ઉમેદવાર પદ્યુમનસિંહે જાડેજાએ ઉમેદવારી નોંધાવી ત્યા આજે તંત્રને ડાહપણ આવ્યુ હોય તેમ ચુંસ્ત બંદોબસ્ત સાથે કોગ્રેસની સભામાં પોલિસની વિશેષ હાજરી રહી અને અનલોક ગાઇડલાઇનનુ મંહદઅંશે પાલન થયુ હોય તેવુ દેખાયુ જો કે ચર્ચા હતી કે ભાજપની સભામાં આવુ કેમ ન થયુ પણ જાગ્યા ત્યારથી સવાર તો બીજી તરફ કોગ્રેસની સભામાં શાંતિલાલ સેંધાણી ઉમેદવારી નોંધાવે તે પહેલા અનેક વિક્ષેપ આવ્યા જેને રમજુ સર્જી તો એક થઇ લડવાની વાતો વચ્ચે કોગ્રેસની સભામાંજ સ્થાન મ મળવા મુદ્દે જાહેરમાં રીસામણા-મનામણા પણ થયા તો વિજય મુહર્તે સુકન સાંચવ્યા બાદ કોગ્રેસી ઉમેદવારોનો 3 વાગ્યે પ્રક્રિયા પુર્ણ કરવામાં વારો આવ્યો
ખુરશી-રીસામણા-મનામણા અને લાઇટ ગઇ……
નિયમ સમયે કોગ્રેસના પ્રદેશ આગેવાનોની હાજરીમાં ખુબજ સુંદર આયોજનથી સભા પુર્ણ થશે તેવુ લાગતુ હતુ. પરંતુ જેવા રાજકીય આગેવાનોના આગમન થયા ચિત્ર થોડીવારમાં બદલાઇ ગયુ. વાજતે-ગાજતે પૈસાના વરસાદ સાથે ઉમેદવાર શાંતીલાલ સેંધાણીની એન્ટ્રી થઇ પરંતુ સ્ટેજ પર યોગ્ય સન્માન ન મળવા મુદ્દે પુર્વ ધારાસભ્ય ઇબ્રાહીમ મંધરા નારાજ થયા સન્માન પણ ન સ્વીકાર્યુ અને સભામંડપ બહાર જતા રહ્યા જો કે સ્થાનીક આગેવાન અને જીલ્લા પ્રમુખે મનાવવાના પ્રયત્નો કર્યા પરંતુ ત્યા સુધી મોડુ થઇ ગયુ હતુ. તો પ્રદેશથી આવેલા સી.જે.ચાવડાને પણ યોગ્ય જગ્યાએ સ્થાન ન મળ્યુ હોવાનુ ધ્યાને આવ્યા બાદ જીલ્લા પ્રમુખે પ્રયાસો કર્યા સ્થાન બદલવાના પરંતુ સાલસ સ્વભાવના સી.જે.ચાવડાએ મનમોટુ રાખી આયોજનના કચાસની વાતને બેધ્યાન કરી….જો કે ત્યાર બાદ આખો મામલો પ્રદેશકક્ષાએ પહોચ્યો હોવાનુ જાણવા મળે છે. તો સભાની શરૂઆત સાથે વાંરવાર વિજવિક્ષેપ થતા નેતાઓના તેજાબી ભાષણને રોક લાગી હતી. તો ગણગગણાટ સાથે હાસ્ય ફેલાયુ કે ભાજપે વિજવિક્ષેપ કરાવ્યો છે.
આયોજનના અભાવે ઉમેદવારને દોડાદોડી
એક તરફ જ્યા ભાજપે વિનાવિક્ષેપ અને સરળતાથી પોતાની ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પતાવી ત્યા કોગ્રેસના ઉમેદવારને સંધર્ષ કરવો પડ્યો વિજય મુહર્તે વાજતેગાજતે નેતાઓ સાથે ઉમેદવાર પ્રાન્ત કચેરીએ તો પહોચ્યા પરંતુ ત્યાર બાદની પ્રક્રિયામાં લાંબો સમય નિકળી ગયો અપક્ષ ઉમેદવારો પણ એજ સમયે ઉમેદવારી નોંધાવવા માટે આવ્યા હોવાથી આ સ્થિતી સર્જાણી હતી. જેને લઇને ઉમેદવાર શાંતીલાલ સેંધાણીને સંધર્ષ કરવો પડ્યો હતો અને 3 વાગ્ય બાદ સંપુર્ણ પ્રક્રિયા પુર્ણ થઇ હતી. જો કે તે વચ્ચે તેઓને સભા સ્થળથી તેડુ આવતા થોડા સમયે માટે ત્યા પણ પહોચી ગયા હતા. જો કે કાર્યક્રરોમાં ચર્ચા હતી કે બિનઅનુભવીઓના માર્ગદર્શનથી આવુ થયુ..અને શાંતિલાલભાઇ તો પ્રથમવાર ચુંટણી લડતા હોય મુંજાયેલા દેખાયા
જુના વિડીયો વાયરલ થઇ રહ્યા છે. નવા ઇરાદા પુર્વક વાયરલ કરાઇ રહ્યા છે. એક તરફ જ્યા ગ્રાઉન્ડ લેવલ પર ઉમેદવારો અને બન્ને રાજકીય પક્ષો મેદાની તૈયારી કરી રહ્યા છે. ત્યા સોસીયલ મિડીયા પણ ચુંટણીના ખાટા-મીઠા પ્રસંગોથી ચુંટણીના રંગ દેખાડી રહ્યુ છે. ભાજપની સભામાં ભલે ભવાડા ન થયા પરંતુ ઉમેદવારી ઓડીયો-વિડીયો લોકોને ભરપુર મનોરંજન પુરૂ પાડી રહ્યુ છે. ત્યા બીજી તરફ કોગ્રેસમાં પણ નાની-નાની હાસ્યાસ્પદ તકરારો સામે આવી રહી છે. મતદાન અને પરિણામમાં કોનુ પલળુ ભારે રહેશે તે તો સમય કહેશે પરંતુ હાલમાં જાણે-અજાણે સર્જાતા કિસ્સાઓ લોકોને મનોરંજન પુરૂ પાડી રહ્યા છે