Home Current અબડાસા ચુંટણીમાં લઘુમતી મતોનુ ધ્રુવિકરણ કરવાનો પ્રયાસ કોને ફાયદો કરાવશે?

અબડાસા ચુંટણીમાં લઘુમતી મતોનુ ધ્રુવિકરણ કરવાનો પ્રયાસ કોને ફાયદો કરાવશે?

2115
SHARE
વિધાનસભાની 1 નંબરની બેઠકનુ રાજકીય ગણીત પણ અનોખુ છે અને તેથીજ અહી ઉમેદવાર ગમે તેટલા મોટા હોય પરંતુ હમેશા મતદારો રાજા રહ્યા છે અને એક પેટર્ન મુજબ અહી રીપીટ ઉમેદવાર કોઇપણ પાર્ટીના હોય બીજીવાર વિજેતા બનતા નથી. તેવામાં ભાજપે રીપીટ ઉમેદવારનો દાવ તો રમ્યો છે પરંતુ કદાચ ભાજપનુ ગણીત ઉંધુ વળે તો નવાઇ નહી જો કે આજે કોણ જીતશે કોણ હારશે તે વિષય પરિણામ પણ છોડી વાત લઘુમતી મતદારોની કરવી છે. અબડાસામાં મુસ્લિમ,SC-ST,ક્ષત્રિય,પાટીદાર સમાજના પ્રભુત્વ સાથે અન્ય જ્ઞાતીઓની વસ્તી પણ છે પરંતુ મુસ્લિમ મતદારો સૌથી વધુ છે છંતા મુસ્લિમ ઉમેદવારોને બહુ ઓછી તકો ચુંટણીજંગમાં મેદાને ઉતરવાની મળી છે જો કે ચુંટણી સમયે ચોક્કસથી રાજકીય પાર્ટી લઘુમતી મતોના ધ્રુવિકરણ સાથે ચુંટણી જીતવાના ઓરતા ચોક્કસ રાખે છે આ વખતે પણ એવા પ્રયત્નો શરૂ થયા છે જેનું ફળ કોને મળે છે ? તે જોવુ અગત્યનુ રહેશે

‘આઝાન’ નુ ગણીત રંગ લાવશે?

70,000થી વધુ મતદારો ધરાવતા મતક્ષેત્રમાં મુસ્લિમ સમાજનો જોક હમેંશા કોગ્રેસ તરફી રહ્યો છે પરંતુ ભાજપના પ્રયત્નો હમેંશા મુસ્લિમ મતો કઇ રીતે તુટે અને તેનો ફાયદો મળે તેવા રહ્યા છે 2020ની ચુંટણીમાં પણ ભાજપે આવા પ્રયત્નો કર્યા હોવાના આક્ષેપ સાથે કોગ્રેસી મુસ્લિમ આગેવાનો સહિત સમાજે તેને જાકારો આપ્યો છે થયુ એવુ કે આજે ભાજપના પક્ષપલ્ટુ મુરતીયાના ઉમેદવારી પત્ર ભરતા પહેલા એક સભાનુ આયોજન થયુ હતુ અને તે સમયે ભાષણ આપી રહેલા ભપેન્દ્રસિંહ ચુડાસમાંએ આઝાનનો અવાજ સાંભળ્યો અને પોતાનુ ભાષણ અટકાવ્યુ મુસ્લિમ સમાજે આ વાતને તો આવકારી પરંતુ આ બાબતે મિડીયા હાઇપ મેળવવાના પ્રયાસને મુસ્લિમ કોગ્રેસી આગેવાનોએ જાકારો આપી આડકતરી રીતે સ્પષ્ટ સંદેશો આપી મુસ્લિમ સમાજ કોગ્રેસ તરફી રહેશે તેવો સંકેત આપી ભાજપના આ પ્રયાસની ટીકા પણ કરી

સમાજની એકતા વચ્ચે મુસ્લિમ ઉમેદવાર અપક્ષ ઉભશે

એવુ નથી કે મુસ્લિમ સમાજના મત ભાજપને નથી મળતા પરંતુ તેની સંખ્યા બહુ ઓછી રહી છે અને સમાજે હમેંશા પંજાને મહોર મારી છે ભલે અન્ય જ્ઞાતીના મતો પણ ચુંટણીમાં નિર્ણાયક હોય છે પરંતુ મુસ્લિમ મતો તુટવાના સંજોગોમાં નુકશાન કોગ્રેસનેજ છે અને તેથીજ વધુ મતો મુસ્લિમ સમાજના મેળવવા કરતા ભાજપના પ્રયત્નો તોડવાના વધુ હોય છે તેવુ મુસ્લિમ સમાજના સંદેશ પરથી લાગી રહ્યુ છે જો કે સમાજના આગેવાનોની સ્પષ્ટ વાત પછી પણ અપક્ષ ઉમેદવારથી એક અલગ રાજકીય ચર્ચા શરૂ થઇ છે કે શુ મતોની રાજનીતીમાં ભાજપ સફળ જઇ આ વખતે અબડાસાનો ચુંટણી ઇતિહાસ બદલશે? કેમકે સમાજમાં ચર્ચા એવી પણ છે કે કોગ્રેસ પણ નિર્ણાયક મત આપતા સમાજની અવગણના કરે છે જો કે ચુંટણીનો હજુ સમય બાકી છે અને અત્યાર સુધીની ચુંટણીનો અભ્યાસ કરતા ભાજપ તેમાં ફાવ્યુ નથી
નિર્ણાયક સમયે અન્ય સમાજની સાથે મુસ્લિમ સમાજના મતો અબડાસા બેઠક માટે ખુબજ મહત્વના રહ્યા છે તેવામાં ચુંટણી પહેલા મતદારોને આકર્ષવાના પ્રયત્નો શરૂ થઇ ગયા છે સમાજનો ચોક્કસ વર્ગ કોગ્રેસ તરફી વલણ સ્પષ્ટ કરી રહ્યો છે ત્યા બીજી તરફ સમાજનાજ અન્ય આગેવાનો અપક્ષ ઉમેદવારી નોંધાવશે જે મંહદ અંશે ભાજપને ફાયદો કરાવી શકે છે પરંતુ રાજકીય નિષ્ણાંતો માને છે કે મુસ્લિમ મતોનુ ધ્રુવિકરણ થોડુ મુશ્કેલ છે અને ચાલુ ચુંટણીમાં સમાજના હિતમાં મુસ્લિમો મતદાન કરી લોકશાહી પર્વ ઉજવશે ત્યારે જોવુ રહ્યુ ધ્રુવિકરણના રાજકારણનુ ફળ કોને અને કેટલુ મળે છે?