Home Current કોગ્રેસના ગદ્દાર રેટ કાર્ડ સામે ભાજપનો ધારાસભ્ય રીપોર્ટ કાર્ડ ચુંટણી પ્રચાર સાથે...

કોગ્રેસના ગદ્દાર રેટ કાર્ડ સામે ભાજપનો ધારાસભ્ય રીપોર્ટ કાર્ડ ચુંટણી પ્રચાર સાથે સોસીયલ યુધ્ધ

1049
SHARE
કોગ્રેસમાંથી પક્ષપલ્ટો કરી ભાજપનો ભગવો પહેર્યા બાદ ખાલી પડેલી ગુજરાત વિધાનસભાની 8 બેઠકોમાં હાલ પેટાચુંટણી અંતીમ તબક્કામાં છે. ત્યારે બન્ને રાજકીય પાર્ટીઓ જીતના દાવા સાથે ચુંટણી મેદાનમાં ઉતરી છે. જો કે જંજાવતી પ્રચાર સાથે સોસીયલ મીડીયા પણ ચુંટણીમાં મહત્વની ભુમીકા ભજવી રહ્યો છે ત્યારે કોગ્રેસે પક્ષપલ્ટો કરી ગયેલા ધારાસભ્યોના ગદ્દાર રેટીગ કાર્ડ સાથે ગદ્દાર જયચંદ કેમ્પેન શરૂ કર્યુ છે અને જેને અનુલક્ષી ધારાસભ્ય પદ્યુમનસિંહ 20 કરોડમાં વહેંચાયા હોવાના પોસ્ટરો પર કોગ્રેસે સેર કર્યા હતા ત્યારે કોગ્રેસના સોસીયલ પ્રહારની અસરનો વડતો વાર જાણે ભાજપે કર્યો હોય તેમ ભાજપે અબડાસાના વર્તમાન ઉમેદવારનો રીપોર્ટ કાર્ડ સોસીયલ મીડીયામાં રીલીઝ કર્યો છે. જેમાં ધારાસભ્ય રીપોર્ટ કાર્ડમાં તેને કરેલા અને મંજુર થયેલા અલગ-અલગ પોસ્ટરો સેર કર્યા છે
ચુંટણીમાં સોસીયલ મિડીયાની પણ ભુમીકા
જંગી જનમેદની સભા,ખાટલા બેઠકો અને ગામના ચોરે સભા સાથે આજકાલ સોસીયલ મીડીયા એક એવુ માધ્યમ છે જેની અસર પણ નાગરીકો પર રહે છે અને પ્રચાર અને દુષપ્રચાર પણ ઝડપથી થાય છે. ત્યારે ગદ્દાર રેટ કાર્ડથી ભાજપ અને તેના ઉમેદવારની પ્રતિષ્ઠા ખરડાતી જોઇ અને જનમાનસ પર તેની અસર દેખાતા ભાજપે પણ ધારાસભ્યએ રસ્તા માટે કે અન્ય કરેવા વિકાસ કામો અને તેની ગ્રાન્ટના આંકડા સાથે પદ્યુમનસિંહના રીપોર્ટ કાર્ડ સોસીયલ મિડીયામાં સેર કર્યા છે. જો કે તે પહેલા જુની ઓડીયો-વિડીયો ક્લીપ અને મેસેજ પણ સોસીયલ મિડીયામા ધુમ મચાવી હતી જેમાં ભાજપ-કોગ્રેસ અને અપક્ષ મુસ્લિમ ઉમેદવારોની કથની અને કરણીની પોલ ખોલી નાંખી હતી. ત્યારે જંજાવતી પ્રચાર કે રાજકીય મુદ્દાઓને ટ્વીસ્ટ કરવા માટે સોસીયલ મિડીયા અગત્યની ભુમીકા ભજવી રહ્યુ છે
કોરોના મહામારી વચ્ચે ડીઝીટલ ટેકનોલોજી અને સોસીયલ મિડીયોનો ઉપયોગ થાય તે ખુબજ જરૂરી છે. પરંતુ કોરોનાની ગાઇડલાઇનના ભંગ વચ્ચે ચુંટણી બેઠકના મુરતીયાઓની પ્રતિષ્ઠા ખરડવા અને બચાવવા સાથે આમ જનતા સત્યની પણ ચર્ચા સોસીયલ મીડીયામા કરી રહ્યુ છે. ત્યારે જમીની ચુંટણી મેદાન સાથે આગળીના ટેરવે પણ રાજકીય નેતા તેના સમર્થકો અને પાર્ટીએ જંગ શરૂ કરી છે તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે.