અબડાસા ચુંટણી માટે મતદાન આડે હવે ગણતરીના 3 દિવસો બાકી રહ્યા છે. ત્યારે અંતિમ દિવસોમાં ભાજપ હજુ પણ એડીચોટીનુ જોર લગાવી રહ્યુ છે. પાટીદાર વિસ્તારમાં પ્રભાવ માટે આજે નિતીન પટેલ પણ સભા રદ્દ થયાના બે દિવસ બાદ ફરી આવી રહ્યા છે. જો કે તે વચ્ચે એક સમયે અબડાસા બેઠક પરથી પેટાચુંટણીમાં વિજયી બનેલા કોગ્રેસના પીઢ નેતા શક્તિસિંહે ગોહિલે અબડાસાના મતદારોને જોગ એક વિડીયો સંદેશ પાઠવ્યો છે. જેમા પક્ષપ્લટાથી તેઓ કેટલા દુખી છે. તેની વ્યથા ઠાલવવા સાથે મતદારોને કુનીતી સામે જાગૃતિથી જવાબ આપવા માટે અપિલ કરી છે. બિહાર ચુંટણીમાં જવાબદારીને લઇ શક્તિસિંહ ગોહીલ ગુજરાત નથી આવી શક્યા તેનો રંજ વ્યક્ત કરવા સાથે રાજયસભાની ચુંટણી સમયે થયેલા રાજકીય ખેલ અને પદ્યુમનસિંહ જાડેજાના રાજીનામુ આપવાની ઘટનાથી તેઓ દુખી હતા તેની વ્યથા વ્યક્ત કરી હતી. તો બીજી તરફ અબડાસાના જાગૃત મતદારોનો ભરપેટ વખાણ કરવા સાથે 2020ની ચુંટણીમાં પણ 3 તાલુકાના મતદારો જાગૃતિ દર્શાવી પ્રજાદોહ કરનાર નેતાઓને પાઠ ભણાવે તેવી અપિલ કરી હતી. તો ભાજપને સીધો ફાયદો થાય તે માટે ઉભા હોય તેવા અપક્ષ ઉમેદવારને પણ વિનંતી કરી હતી. કે તોડજોડની રાજનીતી કરતા ભાજપને ફાયદો થાય તેવુ કામ કરી ભાજપનો હાથો ન બનતા વિનંતી કરી હતી.