Home Special અંતે SP ની નજરે ચડેલા માંડવીના એ વિવાદી પી.આઇ બી.એમ ચૌધરીની બદલી;...

અંતે SP ની નજરે ચડેલા માંડવીના એ વિવાદી પી.આઇ બી.એમ ચૌધરીની બદલી; ભુજ CPI માંડવી મુકાયા

5196
SHARE
પોતાના તુડમીજાજી સ્વભાવને કારણે અનેક વિવાદો સર્જી માંડવીમાં પોલિસની છબી ખરડનાર પી.આઇની બી.એમ.ચૌધરીની અંતે બદલી કરી દેવાઇ છે. ન માત્ર વિવાદો પરંતુ પાછલા થોડા દિવસોમાં ભારે ક્રાઇમના બનાવો પણ માંડવી વિસ્તારમાં વધતા અંતે એસ.પી સૌરભસિંગે તેમની બદલી કરી છે. તેમના સ્થાને ભુજ સી.પી.આઇ પી.એમ.ચૌધરીને મુકાયા છે. જોગાનુજોગ આજ વિસ્તારમાં ભુજ એલ.સી.બીએ આજે નખન ચોરીનુ કારસ્તાન ઝડપ્યુ છે. અને માંડવીના વર્તમાન પી.આઇની બદલી માટે મીઠીનજર હેઠળ ચાલતુ આ કારસ્તાન પણ જવાબદાર હોય તેવુ પોલિસ બેડામાં ચર્ચાઇ રહ્યુ છે
પોલિસને ન છાજે તેવા વર્તનથી પી.આઇ ચર્ચામાં રહેતા
પત્રકારો અને સામાન્ય અરજદારો ને યોગ્ય જવાબ ન આપવા અને વિવાદી કાર્યવાહી કરી માંડવી પોલિસ મથકના પી.આઇ હમેંશા ચર્ચામાં રહેતા હતા અને ઉચ્ચ અધિકારીઓની વારંવાર સુચના પછી પણ તેમના વર્તનમાં સુધારો થયો ન હતો જો કે પચ્છિમ કચ્છ પોલિસ વિભાગના નવા એસ.પીના ધ્યાને આ વાત આવ્યા બાદ તેઓ એસ.પી ની નઝરમાં હતા તાજેતરમાંજ મનગમતા રાઇટર ની માંગણીને લઇને પણ એસ.પી.એ તેમને ઠપકો આપ્યો હોવાનુ ચર્ચાય છે. તો માંડવી વિસ્તારમાં વધેલા ગુન્હાખારોના કિસ્સા પછી એસ.પીએ લીધેલી જાત મુલાકાત સમયે પણ તેમને ઠપકા સાથે જરૂરી સુચનો કરાયા હતા. જો કે લાંબા સમયથી વિવાદોમાં રહેતા પી.આઇ ચૌધરીની ગુન્હાખોરીને ડાવમાં કરતા અન્ય બાબતોમાં વધુ ધ્યાન હોવાનુ જણાતા તેમની બદલી થઇ હોવાની ચર્ચા છે. તો તાજેતરમાં લોકડાઉનના નિયમોની આડમાં વેપારી સાથે વિવાદથી પણ તેઓ ચર્ચામાં હતા સ્થાનીકે બદલીના સમાચારથી લોકોમાં ખુશી ફેલાઇ હતી. અને આવુ કદાચ પ્રથમવાર થયુ હશે..બી.એમ ચૌધરીને ભુજ સી.પી.આઇ તરીકે મુકાયા છે.
આમતો આ બદલી વહીવટી કારણોસર કરાઇ છે. પરંતુ આંતરીક સુત્રોની વાત માનીએ તો લાંબા સમયથી બી.એમ.ચૌધરીના માંડવીમાં થોડા દિવસોજ હોવાની ચર્ચા ચાલતી હતી પરંતુ તાજેતરમાંજ થયેલી હત્યા અને હુમલાના બનાવ સહિત ગેરકાયેદસર પ્રવૃતિ પર મીઠીનઝરની મળેલી ફરીયાદ પછી તેમંની બદલી થતા પોલિસબેડામાં અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. જો કે હજુ પણ ધણા પોલિસ મથકોના પી.આઇની બદલીઓ ધડાઇ રહી છે. અને ટુંક સમયમાં તેમના ઓર્ડરો પણ બહાર આવે તો નવાઇ નહી..જો કે હાલ એસ.પી એ કરેલા હુકમ પ્રજાહીતમાં સરાહનીય છે