Home Special અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને કર્યા જય સ્વામિનારાયણ….

અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને કર્યા જય સ્વામિનારાયણ….

930
SHARE
(ન્યૂઝ4કચ્છ) પોતાના પ્રવચન દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમેંશા લોકોને ચોંકાવી દેવા માટે જાણીતા છે.આવું જ થયું જ્યારે નરેન્દ્ર મોદીએ કચ્છીમાં સંબોધન કરીને નૈરોબીમાં રહેતા કચ્છી માડુઓને આશ્ચર્ય ની સાથે ચોંકાવી દીધા હતા. “કીં અયો મડે મુંજા ભા ભેણું” કહીને વધુ સુખદ આશ્ચર્ય આપતા વડાપ્રધાન મોદીએ સૌને “જય સ્વામિનારાયણ” કર્યા હતા, પ્રસંગ હતો નૈરોબી કચ્છી લેવા પટેલ સમાજની ઉજવણી નો !!  નરેન્દ્ર મોદી દિલ્હી થી વીડિયો કોન્ફરન્સ દ્વારા નૈરોબી કાર્યક્રમ ને સંબોધી રહ્યા હતા. વડાપ્રધાન મોદી એ આફ્રિકા માં સ્થાયી થયેલા કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા આફ્રિકાના વ્યાપાર ઉદ્યોગ અને સામાજિક વિકાસમાં કચ્છી લેવા પટેલ સમાજના પ્રદાનની નોંધ લીધી હતી, સાથે સાથે તેમણે આફ્રિકન દેશો સાથે ભારતના સંબંધ મજબૂત હોવાનું જણાવ્યું હતું. કેન્યા અને આફ્રિકામાં કચ્છી લેવા પટેલ સમા નો સંબંધ ૧૨૫ વર્ષ થીએ વધુ જૂનો હોવાનું જણાવ્યું હતું. કચ્છીઓ જ્યાં જ્યાં જાય છે ત્યાં કચ્છનું સર્જન કરે છે. નરેન્દ્ર મોદી એ ગુજરાતી – કચ્છી કહેવતો સાથે પોતાના પ્રવચનમાં નૈરોબીમાં ઉપસ્થિત કચ્છી-ગુજરાતી સમાજને ખુશ ખુશ કરી દીધો હતો.આવનારા વર્ષ ૨૦૧૯ના જાન્યુઆરી દરમ્યાન ‘ભારત દર્શન’ નો પ્રવાસ કાર્યક્રમ ગોઠવી અલ્હાબાદના કુંભમેળામાં ભારત આવવાનુ નિમંત્રણ પાઠવ્યું હતું. તો કચ્છી સમાજની જૂની અને નવી પેઢીને કચ્ ની બદલાયેલી તાસીર વિશે વાત કરતા જણાવ્યું હતું કે પ્રવાસન ક્ષેત્રે આજે કચ્છ આગળ છે. દર વર્ષે રણોત્સવનું આયોજન કરાય છે. ભૂકંપ પછી ઔદ્યોગીક વિકાસે કચ્ ની કાયાપલટ કરી દીધી છે.સરકાર કંડલા પોર્ટને સ્માર્ટ પોર્ટ બનાવી રહી છે. તો, માંડવી જામનગર વચ્ચે દરિયામાં રો રો સર્વિસનું આયોજન છે. ગુજરાત દેશના અન્ય રાજ્યો માટે વિકાસનું મોડેલ બન્યું છે. તો આપણો દેશ ભારત આજે વિશ્વના અર્થકારણ માં ઝડપી પ્રગતિ સાથે આગળ વધી રહ્યો છે. પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદીએ રામજીભાઈ વરસાણીનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. કચ્છડો બારે માસ એ ઉક્તિ કહીને પોતાનો કચ્છ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો. તો. નૈરોબીમાં વિવિધ આફ્રિકન દેશો માંથી એકત્ર થયેલા કચ્છી માડુઓને તેમણે એક વાર જરૂર કચ્છ આવવા અપીલ કરી હતી.