Home Special કેન્યાની ધરતી પર મહેકી કચ્છીયતની ફોરમ : 32 દેશોના કચ્છીઓએ નૈરોબીમાં...

કેન્યાની ધરતી પર મહેકી કચ્છીયતની ફોરમ : 32 દેશોના કચ્છીઓએ નૈરોબીમાં કચ્છને કર્યું જીવંત

843
SHARE
નૈરોબી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિડિઓ કોન્ફ્રન્સ દ્વારા થયેલ ઉદબોધન સાથે શરૂ થયેલા કચ્છી લેવા પટેલ વેસ્ટ સંકુલની 25 વર્ષની ઉજવણીનો પ્રારંભ દબદબાભેરથયો હતો આ રજત જ્યંતી પ્રસંગે 32 દેશોમાંથી આવેલા હજારો કચ્છી માડુઓએ સાંસ્કૃતિક કાર્યક્રમને મનભરીને માણ્યો હતો આ ઉજવણી દરમ્યાન કચ્છ અને ગુજરાતની સંસ્કૃતિ ઉજાગર થઈ હતી ત્રિદિવસીય ચાલનારા આ મહોત્સવમાં એક્ઝિબિશન, બાળકો માટે સ્પર્ધાઓ, યુવાઓ માટે રમતગમ્મ્મત નું આયોજન કરાયું છે લેવા પટેલ સમાજના નૈરોબી વેસ્ટના ચેરમેન રામજીભાઈ વરસાણી ,વાઇસ ચેરમેન નારણભાઇ વડોદરિયા, દિનેશભાઇ વરસાણી, જેન્તીભાઇ કેરાઈ, મહોત્સવના કન્વીનર ધીરજભાઈ હાલાઇ સહિતના આગેવાનો આ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે ઉજવણીના પ્રારંભે ઇન્ડિયન હાઈ કમિશનના ફર્સ્ટ સેક્રેટરી શ્રી ચંદ્રમૌલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો આ ઉજવણીમાં કચ્છથી આવેલા કચ્છી લેવા પટેલ સમાજના ટ્રસ્ટીઓ લક્ષમણભાઇ ભીમજી રાઘવાણી, મનજીભાઇ કાનજી રાઘવાણી, કાનજીભાઈ કુંવરજી વરસાણી,રામજીભાઈ મનજી ગામી,લાલજીભાઈ વેલાણી,નારાણભાઇ રામજી વરસાણી,દેવશીભાઇ વિશ્રામવરસાણી, પ્રવીણભાઈ વેલજી પિંડોરિયા,ભીમજીભાઈ રવજી હાલાઇ સહિતના અગ્રણીઓએ આયોજકોને બિરદાવતા સમાજના આવા કાર્યોમાં સહયોગની ખાતરી આપી હતી શુક્રવારે શરૂ થયેલી ઉજવણીમાં સમાજના યુવાઓના પાઇપબેન્ડે આકર્ષણ ઉભું કર્યું હતું અન્ય કાર્યક્રમોમાં વૃક્ષારોપણ ભક્તિ સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમ, 25ના સેવાના કાર્યના પુસ્તકનું વિમોચનતથા બાળકો માટે સ્પોર્ટ પ્રોગામ સહિત વિવિધ પ્રદર્શન કચ્છ અને નૈરોબી સંસ્કૃતિને ઉજાગર કરતા રખાયા હતા.