(ન્યૂઝ4કચ્છ) ઉનાળાના પ્રારંભે જ કચ્છમાં પાણીની બુમરાણ શરૂ થઈ ગઈ છે. તે વચ્ચે રાજ્ય સરકારે પણ નર્મદાની જળસપાટી ઘટી હોવાની વાત કરી છે.ત્યારે આ ઉનાળા દરમ્યાન કચ્છમાં અનેક ધાર્મિક અને સામાજિક આયોજનો થવાના છે.ત્યારે કચ્છી માડુઓને સૌથી મોટી ચિંતા પાણી ની તંગીની છે. વિપક્ષ કોંગ્રેસે પણ “જળ કટોકટી” ની ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે આજે ભુજ મધ્યે કચ્છના પ્રભારી મંત્રી દિલીપ ઠાકોરે પાણીની કટોકટી અંગે પ્રજાકીય પ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.બેઠક દરમ્યાન સાંસદ,ભાજપ અને કોંગ્રેસ બંનેના ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખોએ કચ્છમાં પીવાના પાણીની ફરિયાદો હોવાની અને આગામી સમયમાં વધુ મુશ્કેલી ન થાય તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, જિલ્લા પાણી પુરવઠા ના અધિક્ષક ઈજનેર એલ. જે. ફફલે પાણીની મુશ્કેલી ને પહોંચી વળવાનો માસ્ટર પ્લાન રજૂ કર્યો હતો. જે અનુસાર કચ્ ને મળતું નર્મદાનું પાણી ઘટ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો.પણ તેનો વિકલ્પ દર્શાવતા ૫ ડેમો માંથી પાણી મેળવવાનું અને ૬૯ જેટલાં નવા બોર બનાવવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું
જાણો પાણીના આંકડાની માયાજાળ..
ન્યૂઝ4કચ્છ ના વાંચકોની સરળતા પૂર્વક જાણી શકે તે માટે આ માહિતી છે (૧ mld પાણી એટલે ૧૦ લાખ લીટર પાણી સમજવું.) કચ્છ જિલ્લાની દરરોજ ની ૪૧૦ mld પાણીની જરૂરત છે.કચ્છની પાણી પુરવઠા કચેરી સ્વીકારે છે કે આવનારા સમયમાં કચ્છ જિલ્લા ને ૧૮૦ mld માંથી ઘટીને ૧૦૦ mld થશે.પણ ૧૮૦ mld પાણી સ્થાનિક સોર્સ માંથી મેળવાશે. ઉપરાંત ૬૯ નવા બોર બનાવાઈ રહ્યા છે. જે પૈકી ૩૦ ના કામ પુરા થઈ ગયા છે, બાકીના ૩૯ બોરના કામ ૩૦ એપ્રિલ સુધી પુરા કરવાની તાકીદ પ્રભારી મંત્રી દિલીપ ઠાકોરે કરી છે. અબડાસા અને રાપર માં પાણીની કટોકટી ને પહોંચી વળવા ૫ ડેમો મીઠી, ગોધાતડ, ગજણસર, ફતેહગઢ, સુવઈ માંથી પાણી પાઇપ લાઇન દ્વારા ખેંચી ને લોકો ને પીવા માટે પૂરું પડાશે. આ ડેમો માં પાણી રિઝર્વ સ્ટોક માં હોવાનો દાવો અધિ. ઇજ.શ્રી ફફલે ન્યૂઝ4કચ્છ સાથે ની વાતચીતમાં કર્યો હતો.
પાણીના ટેન્કર દોડવાશે..
પ્રભારી મંત્રી દિલીપ ઠાકોરે કહ્યું હતું કે પાણીની કટોકટીને પહોંચી વળવા ટેન્કર દોડાવી લોકોને પાણી અપાશે.અત્યારે કચ્છ ના ૧૮ ગામ અને ૧૩ પરા વિસ્તારો એમ ૩૧ જગ્યાએ ટેન્કર દ્વારા પાણી અપાય છે.પાણી પુરવઠા બોર્ડ પાસે ૧૭ ટેન્કર હોવાનો અને જરૂર પડ્યે વધુ ટેન્કર દોડાવવા સરકાર તૈયાર હોવાનો દાવો મંત્રી શ્રી ઠાકોરે કર્યો હતો. તેમણે ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી કે જોજો કચ્છ તરસ્યું ના રહે. બેઠક માં કલેકટર રેમ્યા મોહન,ડીડીઓ સી.જે.પટેલ,પા.પુ ના મુ.ઇજ. એ.એસ.રાઠવા,અધિ. ઇજ.એલ.જે.ફફલ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.