Home Current ભારત બંધનો કચ્છમાં ફિયાસ્કો; પોતાની હાજરી પુરાવવા કોગ્રેસના ઠેરઠેર વિરોધ પર પોલિસે...

ભારત બંધનો કચ્છમાં ફિયાસ્કો; પોતાની હાજરી પુરાવવા કોગ્રેસના ઠેરઠેર વિરોધ પર પોલિસે પાણી ફેરવ્યુ

1447
SHARE
કચ્છમાં ખેડુતોને અપુરતી વિજળી નર્મદાના અનેક પ્રશ્ર્નો અને ખેતીમાં ગયેલા વ્યાપક નુકશાની અંગે કોઇ ઉગ્ર દેખાવ કે લડત ન કરનાર કચ્છ કોગ્રેસે 8 ડિસેમ્બરે ભારત બંધના એલાનને સમર્થન આપી વિરોધ કરવાનો મજબુત દાવો તો કર્યો હતો પરંતુ માત્ર જાણે હાજરી પુરાવવા માટે કોગ્રેસે વિરોધ કર્યો હોય તેવુ તમામ સ્થળે વિરોધ પ્રદર્શનના ફોટા પરથી લાગી રહ્યુ છે. તો વડી કચ્છના તમામ વિસ્તારોમાં કોગ્રેસની અપિલને માન રાખી કોઇ વેપારી ભારત બંધમાં ન જોડાતા કોગ્રેસના ગુજરાત બંધની વાતનો ફિયાસ્કો થયો હતો અને તે અપેક્ષીત હતો જો કે કોગ્રેસના કેટલાક કાર્યક્રરોએ APMC માં પ્રવેશ કરી સન્માનજનક વિરોધ પ્રદર્શન કર્યુ હતુ પરંતુ બાકી તમામ સ્થળોએ કોગ્રેસનુ નિષ્ફળ વિરોધ પ્રદર્શન રહ્યુ હતુ અને આરંભ થાય તે પહેલાજ પોલિસે અટકાયતી પગલા લઇ લીધા હતા. અને ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
કોગ્રેસના તમામ કાર્યક્રમો સ્થળોની વિગત લીક થઇ?
ગુજરાતના અન્ય શહેરોમાં સન્માનજનક રીતે કોગ્રેસ વિરોધ કરવામાં સફળ રહી હતી અને અનેક સ્થળો પર કોગ્રેસ દ્રારા ચક્કામજામ કરવામાં આવ્યો હતો. પરંતુ વાત કચ્છની હોય ત્યારે સ્વાભાવીક રીતે જ જાણે પોલિસને પહેલાથીજ ખબર હોય તે રીતે કોગ્રેસના તમામ વિરોધના તમામ સ્થળો પર પોલિસની હાજરી હતી. ખુદ જીલ્લા પ્રમુખ જે જગ્યાએ વિરોધ કરવાના હતા ત્યા પોલિસ પહોંચી ગઇ હતી અને ટાયર સળગાવી ચક્કાજામ થાય તે પહેલાજ અટકાયત કરી લેવાઇ હતી. ભુજના વાણીયાવાડ વિસ્તારમાં કોગ્રેસ વિરોધ શરૂ કરે તે પહેલાજ પોલિસે અટકાયત કરી લીધી હતી. એકમાત્ર એ.પી.એમ.સીમાં કોગ્રેસના કાર્યક્રરો પોલિસને ચકમો આપી અંદર પહોચી ગયા હતા. અને વેપારીઓને સમજાવી દુકાન બંધ કરાવવા અપિલ કરી હતી. જો કે થોડીવારમાં જ પોલિસ ત્યા પહોચી હતી અને કોગ્રેસી કાર્યક્રરોની અટકાયત કરી હતી બાકી અન્ય સ્થળો પર કોગ્રેસના હુ તુ ને રતનીયો જેવા તાલ વચ્ચે એક બે લોકોની હાજરીમાં કોગ્રેસના આગેવાન કાર્યક્રરોએ વિરોધ કરી ભારતબંધ નહી પરંતુ કોગ્રેસના બંધને મજબુત દેખાડવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તે નિષ્ફળ નિવળ્યો હોય તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે
કચ્છની તમામ APMC,બજારો ખેડુત મોલ સહિત કચ્છના તમામ વેપારી વ્યવસાયોએ ધંધા-વેપાર ચાલુ રાખ્યા હતા અને કોગ્રેસના બંધને કોઇ મોટી સંસ્થા કે ખેડુત સંગઠનોએ ટેકો જાહેર કર્યો ન હતો છંતા કોગ્રેસે માત્ર પોતાની હાજરી પુરાવા ખેડુતોની આડમાં બંધને સફળ બનાવવા નિષ્ફળ પ્રયાસ કર્યો પરંતુ કચ્છમાં ક્યાક બંધની અસર દેખાઇ ન હતી.