પાંચ વર્ષ પહેલા ભુજની કાયાપલટ માટે જે શહેરીજનોએ નગરસેવકોને ચુંટયા હતા તેમની કાબેલીયત પાંચ વર્ષમાં પ્રજા પામી ગઇ છે. કરોડોની ગ્રાન્ટ અને સરકારી મદદ છંતા પાંચ વર્ષમાં પ્રજાને મુશ્કેલીનોજ સામનો કરવો પડ્યો છે. આંતરીક જુથ્થવાદ અને ભષ્ટ્રાચારમાં વ્યસ્ત સાશકોએ છેવટ સુધી પ્રજાની પીડા ન અનુભવી જો કે સત્તા ભુખ્ય નગરસેવકો કેટલા સ્વાર્થી નિકળ્યા તે આજની એક ધટના પરથી સાબિત થાય છે. આજે કચ્છના આર્થીક પાટનગર એવા ભુજનો 473 મો સ્થાપના દિવસ હતો અને પરંપરા મુજબ ભુજ પાલિકાના પ્રમુખ પ્રથમ નાગરીક તરીકે ખીલ્લી પુજન કરી ભુજના સ્થાપના દિવસની ઉજવણી કરે જો કે પાલિકામાં વહીવટદાર નીમાઇ જતા આજે ચીફ ઓફીસર અને ભુજના ધારાસભ્ય,સાંસદ,રાજવી પરિવાર અને શહેરીજનોએ પુજન વિધી કરી ભુજનો બર્થ ડે મનાવ્યો હતો પરંતુ નવાઇ વચ્ચે કોગ્રેસના એકમાત્ર કાઉન્સીલર ફકીર મામદ કુંભાર સિવાઇ એકપણ નગરસેવક નાગરીક તરીકે આ ઉજવણીમાં જોડાયો ન હતો
સત્તા ગઇ પણ શુ ભુજના નાગરીક નથી?
માત્ર પોતાના અંહકાર અને જુથ્થવાદ થકી ભુજને સમસ્યાનુ ઘર બનાવી નાંખનાર વર્તમાન ભાજપ સાશકોની કાર્યશૈલી સામે અને પાંચ વર્ષના તેમના સાશન ના લેખાજોખા થઇ રહ્યા છે. ત્યારે સૌ કોઇ ભુજનુ સૌથી નિષ્ફળ સાશન વર્તમાન નગરસેવકોએ આપ્યુ છે તેવુ તમામ નગરજનો કહી રહ્યા છે. પરંતુ સાશન તો નિષ્ફળ રહ્યુ પરંતુ એક સામાન્ય નાગરીક તરીકે પણ નગરસેવકો નિષ્ફળ રહ્યા એવુ આજની ઘટના પરથી કહી શકાય કેમકે ભુજ શહેરનો સ્થાપના દિવસ હોય પાંચ વર્ષ સુધી ફોટો પડાવવા માટે નગરસેવકો પાસે સમય હતો પરંતુ જેવી સત્તા ગઇ તેવોજ નગરસેવકોનો રંગ સામે આવી ગયો ચોક્કસ કોઇ અંગતકારણો સર પણ હાજર નહી રહી શક્યુ હોય પરંતુ તમામ નગરસેવકોને એક સાથે કામ નિકળી આવ્યુ એવી ચર્ચા કાર્યક્રમમાં હતી અને માત્ર ધારાસભ્ય,સાંસદ જ હાજર રહ્યા પરંતુ પાંચ વર્ષના સફળ સાશનના દાવા કરનાર એકપણ નગરસેવક દેખાયા નથી માત્ર એકને બાદ કરતા ત્યારે સવાલ ચોક્કસ થાય કે સત્તા ગઇ પરંતુ શુ આમ નાગરીક તરીકે ભુજના ભાજપ-કોગ્રેસના કાઉન્સીલરો નાગરીક તરીકે હાજર ન રહી શકે??
ધારાસભ્ય અને સાસંદની ટકોર!
કાર્યક્રમમાં નગરસેવકોને ગેરહાજરી ઉડીને આંખે વડગે તેવી હતી કેમકે આજના દિવસે ભુજ બહાર વસ્તા લોકો પણ ભુજની ચિંતા કરવા સાથે વિવિધ માધ્યમોથી ભુજને યાદ કરી લેતા હોય છે. પરંતુ જેમણે પાંચ વર્ષ ભુજની સત્તા સંભાળી તેવા નગરસવેકોએ પરંપરાની ઉપેક્ષા કરી કાર્યક્રમમાં હાજરી આપી નહી ત્યારે મિડીયાએ આ અંગે ભુજના ધારાસભ્યને પુછ્યુ તો નિમાબેને કહ્યુ જાહેર કાર્યક્રમ છે. ભુજની પરંપરા છે. આમત્રંણ વગર પણ સેવકોએ હાજર રહેવુ જોઇએ પરંતુ શા કારણોસર ન આવ્યા તે અંગે તેમની પાસે પણ કોઇ જવાબ ન હતો તો સ્થાપના દિવસની ઉજવણીના દિવસે ભુજના વિકાસની નેમ સાથે કચ્છના સાસંદે પાણી સમસ્યાની ચિંતા કરી પુરતુ પાણી મળતુ હોવાનુ કહી યોગ્ય વિતરણ વ્યવસ્થા ન હોવાનુ કહી પાલીકાના ખરાબ વહીવટ બાબતે ટકોર કરી હતી જો કે પાંચ વર્ષે જેમણે ભાજપના જીલ્લા આગેવાનોને ન ગાઠ્યા તેઓને આ ઠપકાથી કાઇ ફેર પડે તેવુ લાગતુ નથી
વાત અહી માત્ર ભાજપ સત્તાધીસોની નથી કોગ્રેસના નગરસેવકો પણ સમય અને સમજણ ભુલ્યા છે. અને તેથીજ કોઇ હોદ્દાની રૂહે નહી પરંતુ એક નાગરીક તરીકે શહેરના ઐતિહાસીક દિવસની ઉજવણીના સાક્ષી બનવાનુ ભુલી ગયા જે બતાવે છે કે તેઓએ ખેરખર ભુજની નહી માત્ર સત્તાની જ ચિંતા છે. જો કે નગરસેવકોની કાર્યક્રમમાં ગેરહાજરી આમપ્રજા અને રાજકીય વર્તૃળોમાં પણ ચર્ચાનો વિષય બની હતી