Home Current કચ્છ ભાજપે 440 ઉમેદવારની યાદી જાહેર કરી 60ને રીપીટ કરાયા બાકી નવા...

કચ્છ ભાજપે 440 ઉમેદવારની યાદી જાહેર કરી 60ને રીપીટ કરાયા બાકી નવા ચહેરાને સ્થાન

1408
SHARE
કચ્છ જીલ્લા પંચાયતની 40,10 તાલુકા પંચાયતની 204 અને 5 પાલિકાના 196 મળી કુલ ભાજપે 440 ઉમેદવારની યાદી જાહેર કરી છે. જેમાં મોટાભાગની બેઠકોમાં નવા ઉમેદવારોને તક અપાઇ છે. જીલ્લા પંચાયતની 40 બેઠકોમાંથી એકમાત્ર હરિ હિરા જાટીયાને રીપીટ કરાયા છે. જ્યારે પુર્વ સદસ્ય છાયાબેન ગઢવીના પુત્રને ટીકીટ અપાઇ છે તો તેજ રીતે ભુજ.અંજાર, ગાંધીધામ અને માંડવી નગરપાલિકાના 196 દાવેદારોમાં માત્ર 44 લોકોને રીપીટ કરાયા છે તો તાલુકા પંચાયતની 204 બેઠકોમાં 15 લોકોને રીપીટ ટીકીટ મળી છે જો કે જીલ્લા પંચાયત તાલુકા પંચાયતની બેઠકોના રોટેશન ચેન્જ થતા ફેરફાર થયો છે પરંતુ પાલિકા બેઠકોમાં મોટાપાયે ફેરફાર જોવા મળ્યા છે જો કે ઘણા લોકોને તાલુકા પંચાયતમાંથી રોટેશન ચેન્જ થતા જીલ્લા પંચાયતમાં ટીકીટ અપાઇ છે તો પાલિકામાં પણ ઘણા જુના સભ્યોના પરિવારને પ્રતિનીધીત્વ મળ્યુ છે.
તાલુકા પંચાયતમાં કેટલો ફેરફાર ભુજ તાલુકા પંચાયત 32 બેઠકોમા 2 લોકો રીપીટ
નખત્રાણા તાલુકા પંચાયત 20 બેઠકોમાં 1 રીપીટ
અબડાસા તાલુકા પંચાયત 18 બેઠકોમા બે રીપીટ
ગાંધીધામ તાલુકા પંચાયત 16 બેઠકોમાં 1 રીપીટ
ભચાઉ તાલુકા પંચાયત 20 બેઠકોમાં બે રીપીટ
રાપર તાલુકા પંચાયત 24 બેઠકોમા બે રીપીટ
માંડવી તાલુકા પંચાયત 20 માંથી 3 રીપીટ
અંજાર તાલુકા પંચાયતમાં એક પણ રીપીટ નહી
લખપત તાલુકા પંચાયત 16 બેઠકોમાં એક રીપીટ
મુન્દ્રા તાલુકા પંચાયત 18 બેઠકોમાં એક રીપીટ
કચ્છની 4 પાલિકામાં ફેરફાર
ભુજ નગરપાલિકા 44 માંથી 07 લોકો રીપીટ
ગાંધીધામ નગરપાલિકા 52 માંથી 17 લોકો રીપીટ
અંજાર નગરપાલિકા 36 માંથી 15 લોકો રીપીટ
માંડવી નગરપાલિકા 36માંથી 5 લોકો રીપીટ