Home Current ભાજપ-કોગ્રેસ ચુંટણી મેદાને;ભુજમાં કોગ્રેસે સપથ લીધા ભાજપનો ડોર ટુ ડોર પ્રચાર કાલે...

ભાજપ-કોગ્રેસ ચુંટણી મેદાને;ભુજમાં કોગ્રેસે સપથ લીધા ભાજપનો ડોર ટુ ડોર પ્રચાર કાલે રૂપાલા આવશે..

607
SHARE
સ્થાનીક સ્વરાજની ચુંટણીના મતદાન માટે હવે થોડા દિવસોજ રહ્યા છે. ત્યારે રાજકીય પાર્ટીઓના ઉમેદવારો મેદાને ઉતર્યા છે. એક તરફ જ્યા ભાજપે 2 દિવસ પહેલાજ ડોર ટુ ડોર પ્રચાર સાથે વ્યક્તિગત રીતે બધા મતદારોને મળવાનુ શરૂ કર્યુ છે. ત્યા બીજી તરફ હવે કોગ્રેસ પણ મેદાનમાં ઉતરી છે. વાત ભુજની કરીએ તો કોગ્રેસે આજે તમામ વોર્ડમા એક સાથે ચુંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. પરંતુ તે પહેલા હમિરસર ગાંધી પ્રતિમા નજીક સપથ લીધા હતા. કોગ્રેસના તમામ વોર્ડના ઉમેદવારો હાજર રહ્યા હતા. અને સત્તા આવશે તો ભષ્ટ્રાચાર મુક્ત ભુજ પાલિકાનુ સાશન આપવાની નેમ લીધી હતી. અને ત્યાર બાદ પોતાના મત વિસ્તારમા પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. સાથે કોગ્રેસે પોતાનો મેનીફેસ્ટો પણ જાહેર કર્યો હતો જેમાં સમસ્યાથી મુક્ત ભુજ અને ફ્રી વાઇફાઇ થી લઇ અનેક સુવિદ્યા આપવાની જાહેરાત કરી હતી
ભાજપ ડોર ટુ ડોર કાલે રૂપાલા આવશે
કોગ્રેસ આજથી હવે ચુંટણી મેદાને ઉતર્યુ છે. ધાર્મીક યાત્રાઓ સાથે કોગ્રેસના ધણા વોર્ડના ઉમેદવારોએ ચુંટણી પ્રચાર શરૂ કર્યો છે તો બીજી તરફ ભાજપના આગેવાનો અને ઉમેદવારો પણ ધાર્મીક મંદિરોમાં દર્શન સાથે હવે પ્રજા સમક્ષ ડોર ટુ ડોર પ્રચાર માટે પહોચ્યા છે. જ્યા લોકોની સમસ્યા સાથે કેટલાક વોર્ડમાં ઉમેદવારો સંગીતની મજા પણ માણી રહ્યા છે. જો કે આજે ભુજ વોર્ડ નંબર-08 વોર્ડ નંબર સહિત મોટાભાગના વોર્ડમાં ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રજાના પ્રશ્ર્નો સાંભળવાનુ શરૂ કર્યુ છે. તે વચ્ચે આવતીકાલે ગુજરાત ભાજપે જાહેર કરેલી સ્ટાર પ્રચારકોની યાદી પૈકીના પુરૂષોત્તમ રૂપાલા કચ્છ આવી રહ્યા છે. ભુજમાં ખાનગી હોટલમા રોકાણ બાદ તેઓ મુન્દ્રા જીલ્લા પંચાયતની બે બેઠકો પર આવતીકાલે પ્રચાર કરશે જેમા ભુજપુર અને નાના કપાયામાં તેઓ પ્રચાર કરશે
આમતો સ્થાનીક સ્વરાજની ચુંટણીઓમા સ્થાનીક ઉમેદવારની છબી વધુ મહત્વ ધરાવતી હોય છે. પરંતુ તેમ છંતા રાજકીય પાર્ટીઓના પ્રભાવક નેતાઓ પણ ચુંટણી મેદાને પડતા હોય છે. તેવામા ભાજપે સ્ટાર પ્રચારકોને બોલાવી શ્રી ગણેશ કર્યા છે. જો કે અંતિમ દિવસોમાં કોગ્રેસના અને ભાજપના વધુ નેતાઓ ચુંટણી પ્રચાર માટે આવી તેવી પુરી શક્યતા છે. જો કે તે વચ્ચે અનોખી રીતે બન્ને રાજકીય પાર્ટીઓએ પ્રજા વચ્ચે જઇ ચુંટણી પ્રચાર શરૂ કર્યો છે જે છેલ્લા દિવસ સુધી ચાલુ રહેશે