Home Social વરલી ગામે ચુંટણી પ્રચાર માટે ગયેલા મંત્રી વાસણભાઇને યુવાને કહ્યુ જીતશો તો...

વરલી ગામે ચુંટણી પ્રચાર માટે ગયેલા મંત્રી વાસણભાઇને યુવાને કહ્યુ જીતશો તો શુ કરશો;જુવો વિડીયો

6951
SHARE
મહાનગરપાલિકાના પરિણામો આવી ગયા છે. અને ભાજપે ભારી બહુમતી સાથે જીત મેળવી છે. અને મહાનગરપાલિકામા કોગ્રેસના સુફડા સાફ કરી નાખ્યા છે. જો કે હવે સ્થાનીક પાલિકા અને પંચાયતો માટે ભાજપના નેતાઓ મેદાને છે ત્યારે રાજ્ય સરકારમા કચ્છનુ પ્રતિનીધીત્વ કરતા મંત્રી વાસણ આહિરને ભુજ તાલુકાના વરલી ગામે ચુંટણી પ્રચાર સમયે કડવો અનુભવ થયો છે. આમતો વિડીયો બે દિવસ પહેલા હોવાનુ મનાય છે. પરંતુ આજે સોસોયીલ મિડીયામા આ વિડીયો વાયરલ થયો હતો જે વિડીયોમાં મંત્રી વાસણભાઇને ચુંટણી પ્રચારના કાર્યક્રમ દરમ્યાન ગામનોજ કોઇ વ્યક્તિ જીતશો તો ગામના વિકાસ માટે શુ કરશો? મંત્રી જી કહે છે. તારે શુ જોઇએ છીએ તો ફરી વ્યક્તિ કહે છે. ગામમાં કામ થતા નથી અને રજુઆત વચેટીયા પહોંચાડતા નથી અને વિકાસ પણ થતો નથી. 2 મીનીટ અને 42 સેકન્ડનો વાયરલ વિડીયો ધણુ કહી જાય છે
વાસણભાઇનો વાંક નથી વચેટીયાની વાત છે.
કચ્છની જીલ્લા પંચાયત તાલુકા પંચાયતની વિવિધ બેઠકો પર પ્રભાવ મુજબે કચ્છ ભાજપના આગેવાનો પ્રચાર કરી રહ્યા છે. જે અતર્ગત કેરા સીટના ઉમેદવાર સામજીભાઇના પ્રચાર માટે વાસણભાઇ ગામમાં ગયા હતા. પરંતુ વાયરલ વિડીયોમા હજુ મંત્રીજી ભાષણની શરૂઆત કરે તે પહેલા જ યુવાન ઉભો થાય છે. અને મારે પ્રશ્ર્નો છે તેવુ કહી પોતાની વાત શરૂઆત કરે છે. જેમા તે ગામમાં ધણા વિકાસના કામો વાયદા પ્રમાણે નથી થયા તેવુ યુવાન કહે છે. યુવાન વિડીયોમા જણાવે છે કે તમે ગામને દત્તક લીધુ હતુ પરંતુ કામ થયા નથી. જો કે મંત્રીજી અને અન્ય આગેવાનો યુવાનને જવાબ આપે છે. અને વિકાસકામો ગણાવે છે પરંતુ યુવાન ફરી પ્રશ્ર્નોનો મારો ચલાવી વચેટીયા કામ થવા દેતા નથી અને અમારી રજુઆત પણ તમારા સુધી પહોચવા દેતા નથી. જો કે ગામના આગેવાનો લેખીતમા રજુઆત કરવાની વાત કરે છે. ત્યારે યુવાન કહે છે. વાક વાસણભાઇનો નથી પરંતુ વચેટીયાનો છે. જો કે વિડીયોમાં વાસણભાઇ મારા કામમાં કોઇ વચેટીયા હોતા નથી તેવુ જણાવે છે. પરંતુ યુવાનના પ્રશ્ર્નોને પગલે એક સમયે ગામના આગેવાનો અને મંત્રીજી પણ મુંજાઇ ગયા હતા
ચુંટણી દરમ્યાન આવા સંવાદો સામાન્ય છે. કેમકે પ્રજાને વચનો આપ્યા બાદ નેતાઓ ધણી વાર ભુલી જતા હોય છે. જો કે મોટાભાગના કિસ્સામાં આવા વિરોધ થાય છે. પરંતુ તેનો વિડીયો ભાગ્યેજ સામે આવે છે. પરંતુ હાલ જ્યારે કચ્છમાં ચુંટણી પ્રચાર અંતિમ તબક્કામા છે ત્યારે મંત્રી વાસણ આહિરીને પ્રશ્ર્નો પુછવાનુ યુવાન ચુકતો નથી અને ગામના વિકાસની સાથે માંડ રજુઆત માટે મળેલા મંત્રીજીને ગામના વિકાસ માટેનો પ્રશ્ર્નોનો મારો ચલાવે છે. જો કે વિકાસની વચ્ચે એ વચેટીયા કોણ છે? તે ભાજપ અને મંત્રીજી માટે પણ મંથનનો વિષય છે.