Home Current ઝરપરાની સભા કોરોનાથી એક મોત થતા રદ્દ થઇ, પણ સરકારી ચોપડે 6...

ઝરપરાની સભા કોરોનાથી એક મોત થતા રદ્દ થઇ, પણ સરકારી ચોપડે 6 તારીખથી એકપણ મોત નથી?

501
SHARE
કચ્છમાં ચુંટણી પ્રચાર વચ્ચે મુન્દ્રા વિસ્તાર પોલિસ દમનથી બે યુવકોના મોતના વિરોધને કારણે પણ ચર્ચામા છે. આમતો સમાજ શાંતિપુર્ણ રીતે લોકશાહી ઢબે એ ઘટનાનો વિરોધ કરી રહ્યો છે. પરંતુ પોલિસ કાર્યવાહીથી  ગઢવી સમાજમાં અસંતોષ અને રાજકીય પાર્ટીઓ પ્રત્યે ભારોભાર રોષ છે. અને તેનો ઉલ્લેખ વાંરવાર સમાજના આગેવાનો પોતાના વિડીયો અને સોસીયલ મિડીયાથી લઇ જાહેરસભામાં પણ કરી રહ્યા છે. અને તે વચ્ચે મુન્દ્રાના ઝરપરા ગામે ગઇકાલે એક જાહેરસભાનુ ચુંટણી પ્રચાર માટે આયોજન કરાયુ હતુ. જે અચાનક રદ્દ કરી દેવાયું હતું સોસોયીલ મિડીયામાં આ સભા ગઢવી સમાજના વિરોધના પગલે રદ્દ કરાઇ હોવાનુ કહેવાઇ રહ્યુ છે. પરંતુ ભાજપે આજે એક સત્તાવાર યાદી જાહેર કરી છે. જેમાં મુન્દ્રા તાલુકા પ્રમુખ વિશ્રામભાઈ ગઢવીએ જણાવ્યુ હતુ કે દેવરાજભાઈ ટાપરીયાનુ કોરોનાથી નિધન થયા બાદ ગામની પરંપરા મુજબ ગામમા કાર્યક્રમ રદ્દ કરાયો હતો. અને તેમની અંતિમવીધી પણ કોરોના ગાઇડલાઇન પ્રમાણે કરાઇ હતી.
ભાજપની યાદીમાં કોરોનાથી મોત પણ…
આમતો લાંબા સમયથી લોકોમા એવી ચર્ચા છે કે કોરોનાના સાચા આંકડાઓ છુપાવવામા આવે છે પરંતુ ભાજપે જાહેર કરેલી પ્રેસયાદી અનેક સવાલો ઉભા કરે છે કેમકે ભાજપે મોકલેલી યાદીમા કોરોનાથી ગામમાં મોત થયાનુ દર્શાવ્યુ છે. પરંતુ સરકારી ચોપડે 6 તારીખથી કુલ મૃત્યુઆંક 81 જ છે ગામમાં સંપર્ક કરતા ગામના આગેવાનોએ જણાવ્યુ હતુ કે મૃત્યુ પામેલા વડિલ બિમાર હતા અને બહાર સારવાર બાદ કચ્છમાં તેમનુ મૃત્યુ થયુ હતુ અને તમામ અંતિમક્રિયા પી.પી કીટ પહેરી કરાઇ હતી જે કોરોના મહામારીથી મૃત્યુબાદ કરાતી હોય છે. પરંતુ સરકારી ચોપડે હજુ 81 મૃત્યુ જ કોરોનાથી દર્શાવાયા છે. કદાચ તંત્રની યાદીમાં ભુલથી આ રહી ગયુ હોય પરંતુ ભાજપે પ્રેસયાદી જાહેર કરતા કચ્છમાં તંત્રના કોરોનાના આંકડાઓની વિસંગતતા સામે સવાલો ચોક્કસ ઉભા થયા છે.
કોઈના મૃત્યુ પર વિવાદ કે સવાલ ન હોય અને તે રીતે ભાજપે કોરોનાના મોતથી સભા રદ્દ થવાનુ ચોક્કસ કારણ જણાવ્યુ છે. જે બિલકુલ સાચુ છે. પરંતુ સરકારી ચોપડે કોઇ મોત નથી તે તંત્રની સત્તાવાર યાદી જણાવે છે જેથી કચ્છના કોરોનાના આંકડામાં વિસંગતતા છે તેવુ સાબિત થાય છે. પરંતુ સોસીયલ મિડીયા અને સુત્રોનુ માનીએ તો સભાનુ આયોજન કદાચ ઝરપરામાં થયુ હોતતો પણ ચોક્કસ ભાજપના નેતાઓના ગામમાં પ્રવેશ મુદ્દે ભાજપને વિરોધનો સામનો તો કરવો જ પડત