એક સમય હતો જ્યારે કચ્છની રેવન્યુ જનરેશનની કોઇ નોંધ પણ લેતુ ન હતુ પરંતુ ભુકંપ પછીના વિકાસને લઇને સરકારને કચ્છની સરકારી તિજોરીમાંથી કરોડો રૂપીયા ઠલવાઇ રહ્યા છે. નાણાકીય વર્ષ 2017-18 પુર્ણ થતા સરકારી તીજોરીઓ છલકાઇ ઉઠી હતી. જો કે કચ્છના મોટાભાગની પાલિકામાં ગત વર્ષની સમખામણીએ આવકનો આંક નિચો રહ્યો હતો તો ક્યાક પદ્દાધીકારી અધિકારીઓ ખુદ ચોક્કસ આંકડાથી વંચીત માલુમ પડ્યા હતા તેમ છતાં પાલિકા સહિત આર.ટી.ઓ અને ટ્રેઝરી કચેરીમાં કરોડો રૂપીયાની આવક વેરા અને વિવિધ ટેક્ષ પેટે જમા થઇ હતી.
કચ્છની મહત્વની આર.ટી.ઓ કચેરીની ગત વર્ષે 199 કરોડની વાર્ષીક આવક થઇ હતી. જે વધીને ચાલુ વર્ષે 250 કરોડને આંબી ગઇ હતી ચાલુ વર્ષે કચ્છ આર.ટી.ઓ વિભાગે 279 કરોડની આવક રળીને 80 કરોડ રૂપીયા સરકારી તીજોરીમાં વધાર્યા હતા. કચ્છમાં વધેલી વાહનોની સંખ્યા અને આર.ટી.ઓની ચેકપોસ્ટ ટેક્ષ આવક પર કડક કાર્યવાહીના પગલે આવક વધી હતી.
કચ્છની 180થી વધુ કચેરી સાથે નાણાકીય વ્યવહાર માટે સંકડાયેલી ટ્રેઝરી ઓફીસમાં વાર્ષીક આવકનો તાગ અધિકારીઓ નાણાકીય વર્ષના અંતિમ દિવસે ચોક્કસ મેળવી શક્યા ન હતા પરંતુ માત્ર માર્ચ મહિનામાંજ 683 કરોડની આવક રડી હતી.જો કે ભુજ સહિતની પાલિકાઓની આંકડાકીય વિગતો જોઈએ તો દરેક પાલિકામાં ગત વર્ષ કરતા વેરા વસુલાત ઓછી રહી હતી. જેની પાછળ નોટબંધી પણ જવાબદાર હોવાનુ તમામ પાલિકા પ્રાથમીક રીતે માની રહી છે. ગત વર્ષની તુલના કરીએ તો જિલ્લાની ચાર પાલિકાઓના આંકડા આ પ્રમાણે છે – ભુજ 2016-17 આવક 11.50 કરોડ વર્ષ 2017-18 આવક 7.55 કરોડ – રાપર- 2016-17 આવક 1.48 કરોડ વર્ષ 2017-18 આવક 78.87 લાખ – ગાંધીધામ-2016-17 આવક 16.44 કરોડ વર્ષ 2017-18 આવક 12.70 કરોડ –ભચાઉ પાલિકાએ ગત વર્ષ દોઢ કરોડની આવક સામે ચાલુ વર્ષે 1.09કોરડની આવક રડી હતી
આ માત્ર ગણ્યા ગાઠ્યા વિભાગોના વાર્ષીક આંકડા છે. પરંતુ કચ્છમાં અનેક એવી કચેરીઓ છે. જેની આવક પણ કરોડો રૂપીયાના આંકને પાર કરે છે. જો કે કલેકટર કચેરીમાં વિવિધ વિભાગોની આજે બેઠકને પગલે અનેક કચેરીના વાર્ષિક હિસાબોનો આંકડો મળ્યો ન હતો તો કેટલાક વિભાગોમાં અધિકારીઓ ખુદ સચોટ આકંડાથી બેખબર હતા.પરંતુ એ વાસ્તવિકતા છે કે સરકારી તિજોરીમાં હવે કચ્છનુ પણ મોટુ યોગદાન રહ્યું છે