કચ્છની સ્થાનીક સ્વરાજની ચુંટણીનુ પરિણામ સ્પષ્ટ થઇ ગયુ છે. અને તે સાથે કચ્છમાં ફરી ભાજપે જે જગ્યાએ પોતાની સત્તા હતી ત્યા જાળવી રાખી ગત ચુંટણી કરતા સારૂ પરિણામ મેળવ્યુ છે. જો કે ભાજપ માટે સૌથી મોટુ આત્મમંથનનો વિષય હોય તો તે છે અબડાસા-લખપતના પરિણામો કેમકે હમણા થોડા સમય પહેલાજ અબડાસા વિધાનસભાની પેટાચુંટણી યોજાઇ હતી. અને જેમાં કોગ્રેસની પરંપરાગત બેઠક ભાજપે ઐતિહાસીક મતોના તફાવત સાથે જીતી લીધી હતી. અને ભાજપના સંગઠનની ભરપુર પ્રસંશા થઇ હતી. પરંતુ ફરી લખપત અબડાસામાં ભાજપના મોટા નેતાઓની હાર સાથે કોગ્રેસે લખપત તાલુકા જીલ્લા પંચાયતમાં સારા પરિણામ મેળવતા રાજકીય નિષ્ણાંતો સાથે ભાજપને આ જીતે વિચારવા માટે મજબુર કર્યા છે. કે અબડાસા-લખપત પર કઇ પાર્ટીનુ વર્ચસ્વ છે? આજે બે તાલુકા પંચાયત સાથે 4 જીલ્લા પંચાયત બેઠકો પણ કોગ્રેસે મેળવી હતી
ભાજપ પછી કોગ્રેસને ફાયદો થયો..
અબડાસા પેટાચુંટણીએ તમામ રાજકીય નિષ્ણાંતો સાથે રાજકીય પાર્ટીઓને વિચારતા કર્યા હતા. કેમકે રીપીટ ઉમેદવાર વિજેતા બનાવાની પરંપરા તુટવા સાથે પદ્યુમનસિંહ જાડેજાએ મોટા મતોથી ઐતિહાસીક જીત મેળવી હતી. જો કે ભાજપના સંગઠન કરતા ગોઠવણની વધુ ચર્ચા હતી જેમાં હનીફ પઢીયારે અપક્ષ ઉભા રહી મહત્વની ભુમીકા ભજવી હતી. જો કે કોગ્રેસથી નારજ થઇ મુસ્લિમ સમાજના હિત માટે અપક્ષ ઉભેલા હનીફ પઢીયાર ફરી અચાનક સ્થાનીક સ્વરાજની ચુંટણી આવતા કોગ્રેસમાં સક્રિય થઇ ગયા હતા અને પાર્ટી હાઇકમાન્ડથી લઇ સ્થાનીક નબળી નેતાગીરીએ અબડાસાની હાર ભુલાવી તેને સ્વીકારી પણ લીધો હતો જો કે જે રીતે ભાજપે વિધાનસભા જીતવા માટે હનીફ પઢીયારનો ઉપયોગ કર્યો તે રીતે સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં કોગ્રેસે ફરી તેનો ઉપયોગ કરી સારુ પરિણામ મેળવ્યુ છે. જો કે કોગ્રેસની જીત માટે ધણા ફેક્ટરો છે. પરંતુ હનીફ પઢીયાર એક મજબુત ચહેરા તરીકે ઉભરી રહ્યો છે.
હવે અબડાસામાં કીંગમેકર બનવાની હોડ
અબડાસા-લખપતમાં કેટલાક ચહેરાઓ એવા છે. જે રાજકીય પાર્ટીઓની હાર જીતમાં મુખ્ય ભુમીકા ભજવતા હોય છે. અને આવા કહેવાતા કિંગમેકર ચહેરાઓ કોગ્રેસમાં છે. ચોક્કસ પદ્યુમનસિંહે તાજેતરમાંજ અબડાસા ચુંટણી જીતી પરંતુ તેનો ફાયદો તેઓ સ્થાનીક સ્વરાજમાં ભાજપને અપાવી શક્યા નહી જો કે રાજકીય સુત્રોનુ માનીએ તો એક સમયે ઇબ્રાહીમ મંધરા પરિવાર,જુવાનસિંહ જાડેજા પરિવાર,નરેન્દ્રસિંહ જાડેજા સહિતના લોકોનો દબદબો હતો જે આજે પણ મંહદઅંશે છે. પરંતુ યુવા મુસ્લિમ યુવાનો ઇકબાલ મંધરાને આ ચહેરા તરીકે અત્યાર સુધી જોતા હતા. પરંતુ હનીફબાવા પઢીયારનુ વધતા પ્રભુત્વ વચ્ચે ચર્ચા એવી છે. કે હવે હનીફ પઢીયારને લોકો વધુ પસંદ કરવા સાથે મહત્વ આપે છે. જે રેલીઓ સભામાં પણ જોવા મળે છે. તો અબડાસા વિધાનસભા અને હવે સ્થાનીક સ્વરાજમાં જે રીતે હનીફ પઢીયારને મહત્વ અપાયુ તે જોતા હવે તે ચોક્કસ અબડાસા-લખપતની હારજીત પર અસર કરી રહ્યો છે.
અબડાસામાં જુના જોગીઓમાં ધણા એવા ચહેરા હતા જે અબડાસા વિધાનસભા ક્ષેત્ર પર પકડ ધરાવતા હતા પરંતુ ત્યાની રાજકીય તાસીર જ કઇક અલગ હોય તેમ પ્રજા પક્ષ-અને ચહેરાઓને બદલતો આવ્યો છે. જો કે તે વચ્ચે કોગ્રેસે હનીફ પઢીયારની નારજગી મુદ્દે થુકેંલુ ચાટીને પણ બે તાલુકાઓમાં સારુ પ્રદર્શન ચોક્કસ કર્યુ છે. અને મુસ્લિમ આગેવાનોમાં હનીફ પઢીયારે પોતાનુ અલગ સ્થાન પણ….જો કે કેટલુ ટકશે તે સમય અને જરૂરીયાત નક્કી કરશે