આમતો સમગ્ર ગુજરાતમા મહાનગરપાલિકા અને પંચાયત પાલિકાની ચુંટણીમા કોગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. અને ભાજપે લગભગ જીલ્લાઓમાં સત્તા મેળવી છે. જો કે હારનો સ્વીકાર કરી કોગ્રેસના વિપક્ષી નેતા,પ્રદેશ પ્રમુખ સહિત અનેક લોકોએ પોતાની જવાબદારીમા નિષ્ફળ રહેતા રાજીનામાં ધરી દીધા છે અને તે સાથે કચ્છ જીલ્લા કોગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ પણ રાજીનામુ ધરી દીધુ છે જો કે હજુ પણ તાલુકા મથકોએ પણ નબળા પ્રદર્શન પછી કોગ્રેસમાંથી અન્ય લોકો પણ રાજીનામા આપે તેવી પુરી શક્યતા છે. જો કે કોગ્રેસમા નામો જાહેર થયા ત્યારથી નબળા નેતૃત્વમાં કોગ્રેસ કચ્છમાં વધુ સફળતા નહી મેળવી શકે તેવો ગણગણાટ કોગ્રેસમાં હતો. કેમકે ચોક્કસ સીટો અને કાર્યક્રરો આગેવાનોના પ્રચાર સિવાય જીલ્લા કોગ્રેસે ચુંટણીમા કોઇ રસ દાખવ્યો ન હતો
પુર્વ પ્રમુખ હાર્યા અબડાસામા અપસેટ
બે-બે ધારાસભ્યો ચુંટણી હારેલા અને જીલ્લા પંચાયતમાં કોગ્રેસનુ વિપક્ષી સુકાન સંભાળતા કોગ્રેસના પુર્વ પ્રમુખ વિ.કે.હુંબલની હાર કોગ્રેસ માટે આંચકા સમાન હતી કેમકે સ્થાનીક વિસ્તારમાં તેમનુ ખાસુ પ્રભુત્વ અને અનુભવ હતો પરંતુ તેઓ હારી ગયા હતા. તો કચ્છની પાંચ પાલિકામા પણ કોગ્રેસ ગત વર્ષ કરતા પણ નબળુ પ્રદર્શન કર્યુ હતુ તો બીજી તરફ અબડાસામા પુર્વ ભાજપી આગેવાન સ્વ નરેન્દ્રસિંહ જાડેજાના પત્ની હાર્યા હતા તો વાયોર બેઠક પરથી જંપલાવનાર કદાવર સામાજીક આગેવાન હકુમતસિંહ જુવાનસિંહ જાડેજા પણ ચુંટણીમા હાર્યા હતા જે ભાજપ માટે આંચકા સમાન હતી. આમ આદમી પાર્ટી અને અપક્ષ જોઇએ તેટલુ પ્રભાવશાળી પ્રદર્શન ચુંટણીઓમા કરી શક્યા ન હતા તો બીજી તરફ કેરા જીલ્લા પંચાયત બેઠક પણ ભાજપને ગુમાવવી પડી હતી. જેની ચર્ચા સમગ્ર કચ્છ ભાજપ અને રાજકીય વર્તુળોમાં હતી ભલે ભાજપ ચુંટણી જીતી ગયુ હોય પરંતુ અબડાસા-લખપતના પરિણામે સોનામા મેખનુ કામ કર્યુ હતુ
કચ્છમાં ભાજપ વધુ મજબુત થયુ છે. પરંતુ અબડાસા-લખપતમા હારથી ભાજપની જીત થોડી ફીકી પડી હતી કેમકે તાજેતરમાંજ આ વિસ્તારમા ભાજપે સંગઠન થકી ઐતિહાસીક જીત મેળવી હતી તો બીજી તરફ કોગ્રેસના કચ્છમાં અસ્તિત્વ સામે સવાલો ઉભા થયા હતા. જે નજીકના ભવિષ્યમાં જ કોગ્રેસમાં નેતૃત્વ સહિત સંગઠનમા મોટા ફેરફાર લાવી શકે છે