Home Social ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાધેલાને કચ્છના યુવકે કહ્યુ માપમાં રહેવાનુ; વિડીયો વાયરલ

ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાધેલાને કચ્છના યુવકે કહ્યુ માપમાં રહેવાનુ; વિડીયો વાયરલ

8491
SHARE
હજુ થોડા સમય પહેલાજ મુન્દ્રાના સાડાઉ અને ગાંધીધામના કિડાણા ગામે રામ મંદિર નિર્માણ નિધી ફંડ માટે નિકળેલી રથયાત્રા અને ત્યાર બાદ થયેલા હુલ્લડની ધટનાના હવે શાંતિ વચ્ચે પોલિસ કાર્યવાહી ચાલી રહી છે. જો કે તે વચ્ચે આજ ધટનાને સંગલ્ગ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં મુન્દ્રાના સાડાઉ ગામનો એ ચર્ચાસ્પદ યુવક ફરી એકવાર વિડીયો વાયરલ કરી ચર્ચામાં આવ્યો છે. અને આ વખતે યુવકે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાધેલાને નિશાન બનાવ્યા છે. સોસીયલ મિડીયામા હાલ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં સાડાઉ ગામના અગાઉ ચોરી,મારામારી અને છેલ્લે રામમંદિર નિધી રથયાત્રામાં વિપેક્ષ મામલે પોલિસ હાથે ઝડપાઇ ગયેલા યુવક કાદરશા અકરમશાનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં તે કોઇ રેલી દરમ્યાન માપમાં રહેવાનુ પ્રદિપસિંહ વાધેલા માપમાં રહેવાનુ તેવુ કહી રહ્યો છે. સાથે કચ્છની કોમી એકતાની વાત આગળ ધરી ફરી પ્રદિપસિંહ વાધેલાને માપમાં રહેવાનુ કહી રહ્યો છે.
શા માટે કહ્યુ પ્રદિપસિંહને?
સાડાઉ અને કિડાણા ગામે બનેલા બનાવો પછી તાજેતરમાંજ પ્રદિપસિંહ વાધેલા કચ્છમાં ચુંટણી પ્રચાર માટે આવ્યા હતા. અને તે દરમ્યાન પ્રદિપસિંહ વાધેલાએ મુન્દ્રામાં એક જનસભા સંબોધી હતી. અને તેમના ભાષણ દરમ્યાન તેઓએ સાડાઉ ગામે બનેલા બનાવને વખોડી રથયાત્રામાં કાકરીચાડો કરનારને આડકતરી માપમાં રહેવાનુ કહ્યુ હતુ. અને રામની ભુમીમાં જન્મયા છો રામના મથનુ સ્વાગત કરવુ જોઇએ તેની બદલે તમે હુમલા કરો છો હવે બધુ બંધ કરી નાંખજો બહુ સહન કર્યુ હવે આવુ કર્યુ તો છોડીશુ નહી પ્રદિપસિંહ જે મામલાની વાત કરતા હતા તેમાં કાદરશા સામે પણ ફરીયાદ નોંધાઇ હતી જેથી પ્રદિપસિંહે કરેલી વાતનો આ જવાબ હોઇ શકે જો કે સોસીયલ મિડીયામાં હાલ આ વિડીયો વાયરલ થયો છે. જેમાં કાદરશા પ્રદિપસિંહને માપમાં રહેવા જણાવી રહ્યો છે
કિડાણા અને સાડાઉ ગામે બનેલા બનાવો પછી પોલિસે મક્કમ રીતે કાયદાકીય પોતાની કાર્યવાહી કરી હતી પરંતુ પ્રદિપસિંહના નિવેદન પછી ફરી આ મામલો ચર્ચામા આવ્યો હતો. જો કે હવે પ્રદિપસિંહે કરેલા નિવેદનનો જવાબ આવ્યો છે. અને મુન્દ્રાનો એ ચર્ચાસ્પદ યુવકે ફરી એક વિડીયો વાયરલ કરી પ્રદિપસિંહને માપમાં રહેવા જણાવ્યુ છે. જો કે ગર્ભીત ચિમકી મુદ્દે કોઇ કાયદેસર કાર્યવાહી થાય છે કે નહી તે જોવુ રહ્યુ….