Home Current પુર્વ મંત્રી તારાચંદ છેડાનો ફરી નર્મદા મુદ્દે ખુલ્લો પત્ર રૂપાણી-પાટીલની ખાતરી બજેટમાં...

પુર્વ મંત્રી તારાચંદ છેડાનો ફરી નર્મદા મુદ્દે ખુલ્લો પત્ર રૂપાણી-પાટીલની ખાતરી બજેટમાં નિષ્ફળ

2484
SHARE
કચ્છના પુર્વ મંત્રી અને માંડવી વિસ્તારના ધારાસભ્ય તારાચંદ છેડા આમતો જાહેર કાર્યક્રમોમાં હાલ ઓછા જોવા મળી રહ્યા છે. પરંતુ સોસીયલ મિડીયા અને પત્રો થકી થોડા સમયથી તેઓ ચર્ચામાં રહેતા થયા છે. અગાઉ અનેક વખત જાહેરમાં વર્તમાન ભાજપની સરકારની નર્મદા મુદ્દે નિષ્ફતાઓ પર પત્ર લખનાર તારાચંદ છેડાએ ફરી બજેટમાં નર્મદા મુદ્દે કોઇ ખાસ જોગવાઇ ન થતા પત્ર લખી ફરી નર્મદા રાગ આલાપ્યો છે. આજે વર્તમાનપત્રોને સંબોધી તેઓએ એક પત્ર મોકલ્યો છે. જેમાં કચ્છની 5000 કરોડની બજેટમાં નર્મદા માટે જોગવાઇની અપેક્ષા હતી. પરંતુ તે પરીપુર્ણ થઇ નથી. અબડાસા તથા સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં ભાજપને લોકોએ ખોબેખોબા ભરની મત આપ્યા છે. અને ચુંટણી સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સી.આર.પાટીલે નર્મદા મુદ્દે સરકારનુ યોગ્ય ધ્યાન દોરવા ખાતરી આપી હતી પરંતુ તે હાલના તબક્કે નિષ્ફળ ગઇ છે
ધારાસભ્યોના વખાણ સાંસદ-પ્રમુખને ટકોર
અગાઉ પણ રૂપાણી સરકારને આડેહાથ લઇ તારાચંદ છેડાએ આંનદીબેન સરકારના પ્રયાસોની વાહવાઇ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છને નર્મદાના પાણી માટે કરેલા પ્રયાસોની વાત પણ પત્રમાં કરી હતી ત્યારે ફરી વર્તમાન સરકારના બે માંધાતાને આડેહાથ લઇ તારાચંદ છેડાએ માર્મીક ટકોર કરી છે. તો સાથે-સાથે નર્મદાના પાણી મુદ્દે કચ્છને બજેટમા અન્યાય પછી રજુઆત માટે પહોચેલા મંત્રી વાસણ આહિર અને તેમની આગેવાનીમા ગયેલા ધારાસભ્યોના પ્રયાસોને તેઓએ બીરદાવી કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખ કેશુાભાઇ પટેલને હવે વડાપ્રધાન સુધી આ મામલે રજુઆત પહોચે તેવા પ્રયાસો કરવા ટકોર કરી છે. જે ધણી સુચક મનાઇ રહી છે. કેમકે કચ્છના ભાજપમાં હાલ બે નેતાઓનુ જ કાઇક ઉપજે છે. જો કે પોતાના પત્ર દ્રારા તેઓએ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને આડેહાથ લીધા છે
કચ્છના સૌથી સીનીયર નેતાઓ પૈકીના એક તારાચંદ છેડા હમેંશા કચ્છની ચિંતા કરતા આવ્યા છે. જેથી નર્મદા મુદ્દે તેમનો રોષ અને લાગણી વ્યાજબી છે. પરંતુ તેમના પત્ર પરથી એક વાત સ્પષ્ટ થાય છે. કે ભાજપની સરકાર વર્ષોથી ગુજરાતમા હોવા છંતા અને કચ્છ ભાજપનો ગઢ હોવા છંતા કચ્છને નર્મદા મુદ્દે અન્યાય થઇ રહ્યો છે. ત્યારે આંતરીક જુથ્થવાદ છોડી કચ્છના હિતમાં તમામ એક થઇ નર્મદાનુ કામ ઝડપી બને તેવા પ્રયાસો કરે તે કચ્છના હિતમાં છે. જો કે ખેડુતો પણ હવે નર્મદા મુદ્દે લડી લેવાના મુડ છે. જેને તારાચંદ છેડાના પત્રથી બળ ચોક્કસ મળશે