મહીસાગરના કાનેસર ગામના 3 માસના ધેર્યરાજને બચાવવા માટે ગુજરાત સહિત સમગ્ર ભારતમાંથી મદદનો હાથ લાંબો થઇ રહ્યો છે. ગંભીર બિમારીથી પિડાતા આ બાળકને જીવનરક્ષક ઇન્જેક્શન માટે 22 કરોડ રૂપીયાની જરૂર છે. જેની સામે દાતાઓ અને વિવિધ લોકોએ મદદ કરતા કરોડો રૂપીયા એકઠા પણ થઇ ગયા છે. પરંતુ હજી પણ બાળકને બચાવવા માટે આર્થીક મદદની જરૂરત છે. ત્યારે કચ્છના બે ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી સરકાર તરફથી બાળકને બચાવવા માટે આર્થીક મદદ કરવામા આવે તેવો પત્ર લખ્યો છે. માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજાએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. અને ધૈર્યરાજસિંહ રાજદિપસિંહ રાઠોડને મુખ્યમંત્રી રાહતફંડમાંથી મદદ કરવામાં આવે તેવો પત્ર લખ્યો છે આ અંગે સંભવત બન્ને ધારાસભ્યો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રૂબરૂ મળી ને પણ રજુઆત કરશે તો ન માત્ર કચ્છના બે ધારાસભ્ય પરંતુ ગુજરાતના અનેક ધારાસભ્યોએ આ અંગે સરકારને અને મુખ્યમંત્રીને મદદ માટે પત્ર લખ્યો છે