Home Current ભાજપ પાર્લામેન્ટ્રી બેઠક પુર્ણ; કાલે કચ્છ પંચાયત-પાલિકાના પ્રમુખોના નામો જાહેર થશે; શુ...

ભાજપ પાર્લામેન્ટ્રી બેઠક પુર્ણ; કાલે કચ્છ પંચાયત-પાલિકાના પ્રમુખોના નામો જાહેર થશે; શુ આ નામો નક્કી છે?

4347
SHARE
6 મહાનગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિત મહત્વના સ્થળો પર વરણી પ્રક્રિયા પુર્ણ કર્યા બાદ હવે પંચાયત અને પાલિકામા ચુંટાયેલા ભાજપના સભ્યોમાંથી પ્રમુખ-ઉપપ્રમુખ અને ચેરમેન સહિતના હોદ્દાઓ પર કોને બેસાડવા તે માટે આવતીકાલે જાહેરાતો થઇ શકે છે. આજે ગાંધીનગર ખાતે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. જેમા ગુજરાત સહિત કચ્છના નામો અંગે ચર્ચા થઇ હતી. અલબત્ત હજુ સુધી સત્તાવાર રીતે કોઇ નામો જાહેર કરાયા નથી પરંતુ ભાજપના સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ કચ્છની જીલ્લા પંચાયત અને પાલિકા માટે આ નામો નિશ્ર્ચિત હોવાનુ મનાય છે. જેમા ભુજ પાલિકાના પ્રમુખ માટે ધનશ્યામ રસિકભાઇ ઠક્કર,અંજાર પાલિકા માટે લિલાવંતીબેન પ્રજાપતી,ગાંધીધામ નગરપાલિકા માટે દિવ્યાબેન જીતેન્દ્ર નાથાણી મુન્દ્રા માટે કિસોરસિંહ પરમાર,અને માંડવી પાલિકા માટે ગીતાબેન પંકજ રોજગારનુ નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યુ છે. જો કે સુત્રો તરફથી નામની જાહેરાત બાદ લોબીંગ અને પોતાના નજીકના વ્યક્તિઓની ગોઠવણ માટેની ભલામણનો દોર પણ શરૂ થયો છે. સુત્રોના જણાવ્યા મુજબ કાલે નામો જાહેર કરાશે ત્યાર બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે પરંતુ અત્યારે આ નામો લગભગ નક્કી મનાઇ રહ્યા છે.તો અંજાર પાલિકા માટે કલ્પનાબેન ગોર અને માંડવી માટે હેતલબેન સોનેજી ચેતન સોનેજીનુ નામ પણ ચર્ચામાં છે. તો મીની સંસદ કચ્છ જીલ્લા પંચાયતના સુકાન માટે માધાપરના મહિલા સભ્ય પારૂલબેન કારાનુ નામ પર મહોર મરાઇ છે.
પ્રમુખ નક્કી બીજા હોદ્દા માટે કોણ દાવેદાર?
જીલ્લા સ્તરેથી યોગ્યતા અને જરૂરીયાત તથા આગામી વિધાનસભાના જ્ઞાતીગત સમિકરણો ધ્યાને રાખી કચ્છમાંથી નામો મોકલાયા હતા જે નામો પર આજે ચર્ચા થઇ હતી. ધનશ્યામ રસિક ઠક્કર ભુજના વર્તમાન ચુંટાયેલા સભ્યોમા સૌથી સિનીયર અને જુના જનસંધી રસિકભાઇના પુત્ર છે. રાજકીય કુનેહ સાથે ભુજ માટે કાઇક કરવાની જીજ્ઞાસાએ તેમનુ નામ નક્કી છે. તો પ્રથમવાર જ્યા ચુંટણી યોજાઇ રહી છે તેવા મુન્દ્રામાં કોગ્રેસ છોડી ભાજપમા આવેલા કિસોરસિંહ પરમાર ચોક્કસ ગણિત અને વચનો સાથે ભાજપમા આવ્યા હતા. ડાહ્યાભાઇ આહિર તથા દિલીપ ગોર પણ રેશમાં છે. પરંતુ ભાજપ કિસોરસિંહ પરમાર પર મહોર મારી હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ. તો કારોબારી ચેરમેન અંગે પણ ભાજપના આંતરીક વર્તુળોમાં નામો સામે આવ્યા છે. જેમાં ભુજમાં જગત વ્યાસ-ગાંધીધામ બળવંતભાઇ ઠક્કરનુ નામ ચર્ચાઇ રહ્યુ છે. આમ લગભગ નામો નક્કી છે. અને આવતીકાલ સાંજ સુધી તમામ નામો જાહેર થાય તેવી પુરી શક્યતા છે. જો કે ભુજમાં કારોબારી ચેરમેનના નામ બદલાય તેવી પણ ચર્ચા છે.
આમતો લાંબા સમયથી કચ્છમાં પાલિકા પંચાયત પ્રમુખના નામોની ચર્ચા હતી અને તે જ બનશે તેવુ નક્કી પણ હતુ પરંતુ રાજકીય ખેંચતાણ અને આગામી વિધાનસભાને ધ્યાને રાખી મંથન કરાયુ હતુ અને ત્યાર બાદ આજે તમામ હોદ્દાઓ પર પ્રદેશકક્ષાએથી મહોર મરાઇ હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે જો કે કાલે નામો જાહેર થયા બાદ કોઇ કપાય છે. કે નવુ નામ આવે તો નવાઇ નહી પરંતુ સુત્રોના દાવા મુજબ આ નામ નક્કી મનાય છે.