Home Social લોકજાગૃતિ-લોકડાઉન તમે આપો; મંત્રી વાસણ આહિર ગાંધીધામ મીટીંગમાં માસ્ક વગર દેખાયા!

લોકજાગૃતિ-લોકડાઉન તમે આપો; મંત્રી વાસણ આહિર ગાંધીધામ મીટીંગમાં માસ્ક વગર દેખાયા!

1062
SHARE
કચ્છમા કોરોનાની સ્થિતી દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. અને તંત્રના મજબુત આરોગ્ય સુવિદ્યાના દાવા વચ્ચે રોજ લોકોને અપાર હાલાકી વચ્ચે આરોગ્ય સુવિદ્યા મળી રહી છે. જો કે મહામારીને માત આપવા માટે લોકો લોકજાગૃતિ રાખી રહ્યા છે. ધણા શહેરોએ ભાજપના આગેવાનોનુ માન રાખી અને ક્યાક ડર અને સહકારની ભાવનાથી વેપાર-ધંધા બંધ રાખી લોકડાઉન પણ આપ્યુ છે. પરંતુ આ બધુ જાણે આમ નાગરીકોને કરવાનુ હોય તેવી તસ્વીરો સામે આવી રહી છે. રાજ્યના મંત્રીએ આજે સ્થાનીક ચુંટાયેલા પ્રતિનીધી અને તંત્ર સાથે ગાંધીધામ ખાતે એક બેઠકનુ આયોજન કર્યુ હતુ. જેમા 100 બેડની નવી હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી. પરંતુ માહિતી વિભાગે જ મોકલેલી પ્રેસયાદી સાથેની તસ્વીરોમાં મંત્રી વાસણ આહિર માસ્ક વગર દેખાયા હતા. હા તેમની એજ મીટીંગની માસ્ક પહેરેલી તસ્વીરો પણ સાથે હતી પરંતુ જાણે બેઠકમાં અધ્યક્ષ સ્થાને વાસણ આહિર જ હોય તેવુ દેખાડવા માસ્ક વગરની અલગ તસ્વીરો ખેંચાઇ હોય તેવુ લાગી રહ્યુ છે આમતો આજે તેમની અધ્યક્ષતામાં અનેક બેઠકો કાર્યક્રમ હતા જેમાં તેઓ માસ્ક સાથે દેખાયા હતા. એટલે કદાચ આ તસ્વીરો ભુલ ગણી શકાય પરંતુ જ્યારે થોડી વાર માટે પણ સામાન્ય લોકો માસ્ક નીચે રાખવાની ભુલ કરે છે તો તેમને 1000 નો દંડ પડે છે.
બીજા એક ધારાસભ્યએ પણ માસ્કની રમુજ કરી
જે રીતે મંત્રી વાસણ આહિર આજની બેઠકના ફોટોમા માસ્ક વગરે દેખાયા તે રીતે કચ્છના મુન્દ્રા ખાતે તાજેતરમાં સ્વૈચ્છિક લોકડાઉન માટે એક બેઠકનુ આયોજન થયુ હતુ જેમા અધ્યક્ષ સ્થાને માંડવી વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા હતા અને તેઓ પણ કાર્યક્રમમાં માસ્ક સાથે જ ઉપસ્થિત હતા પરંતુ થોડા સમય માટે તેઓએ પણ માસ્ક ઉતારી નાંખ્યુ હતુ. જેના પર મિડીયાની નજર પડી હતી. જો કે માસ્ક પહેરવાને બદલે તેઓએ રમુજ કરી હતી અને મિડીયાને મસાલો મળી ગયો તેવી રમુજ કરી તેઓએ ફરી માસ્ક પહેરી લીધુ હતુ. પરંતુ કાર્યક્રમમા તેઓ ધણા સમય સુધી માસ્ક વગર દેખાયા હતા જો કે ધારાસભ્યની કોરોના મહામારી દરમ્યાન આવી અનેક તસ્વીરો વાયરલ થઇ હતી. અને હવે જ્યારે કોરોના મહામારીનો કહેર વધ્યો છે ત્યારે પણ તેઓ આવી ભુલ કરી રહ્યા છે. જે કદાચ સમાજમાં ખોટો સંદેશ આપી રહ્યા છે. અને સાથે સોસીયલ મિડીયામા તેમને ટ્રોલ કરી રહ્યા છે.
કચ્છના પરિપેક્ષમાં આ એટલા માટે લખવાનુ થયુ કેમકે બુધ્ધીજીવીઓ કરતા રાજનેતાઓના સમર્થકો તેમનુ અનુકરણ કરવામાં વધુ માને છે તેવામાં તમારી આ તસ્વીરો ક્યાક સમાજ અને તમારા સમર્થકોમાં ખોટો સંદેશ આપે છે. તેવામા વારંવાર લોકોને જાગૃત રહેવાની સલાહ આપવા સાથે તમે પણ જાગૃત રહો તે અત્યારની વર્તમાન પરિસ્થિતીને અનુરૂપ છે. બાકી સામાન્ય નાગરીક જેવી કાર્યવાહી માસ્ક ન પહેરવા બદલ તમારી સામે નહી થાય તેથી નિશ્ર્ચિત રહો..