પોતાની જવાબદારીઓની પણ સસ્તી પ્રસિધ્ધી કરવાનો આજકાલ ટ્રેન્ડ શરૂ થયો છે પરંતુ હાલ જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે તે વચ્ચે પણ રાજકીય નેતાઓ અને તેના આસપાસ ફરતા સમર્થકો સસ્તી પ્રસિધ્ધી કરવાનુ ચુકતા નથી તાજેતરમાંજ એવી કેટલીક તસવીરો સામે આવી છે જે કામ કરતા તેની પ્રસિધ્ધી વધુ કરાઇ રહી હોય તેવુ લાગી રહ્યુ છે તાજેતરમાંજ ભુજના ખારીનદી સ્મશાનગૃહમાં ખરાબ રસ્તા મુદ્દે ભુજના નગરસેવકે મુલાકાત લીધી હતી અને થોડા સમયમાંજ તે રસ્તાનુ કામ પુર્ણ થઇ ગયુ હતુ જેનો તેના સમર્થકો અને ત્યાં સેવા કરતા ભાજપના સામાજીક કાર્યક્રરોએ ખુબ પ્રચાર કર્યો પરંતુ હવે વિચારો કોરોના મહામારી પહેલા ત્યાં જતા લોકોને શું મુશ્કેલી પડતી જ ન હતી.? જો કે 108 જેવા બિરૂદ અને હું પણ મારા નગરસેવક સાથે કેમ્પેઇન ચલાવી રાજકીય-સામાજીક આગેવાનોએ ખુબ સસ્તી પ્રસિધ્ધી મેળવી તો આવુંજ ભુજોડી નજીક એક લાઇન તુટી જવા મામલે થયું ખેર સારી વાત છે. ભુજના નગરજનોની સમસ્યા કલાકોમાં ઉકેલાઇ જાય છે પરંતુ તેને કેમ્પેનનુ સ્વરૂપ આવી કોરોના મહામારીમાં આપવુ કેટલુ યોગ્ય છે? તે સવાલ થાય તો બીજી તરફ જે તાલુકા મથકો પર સ્વૈચ્છિક લોકડાઉન અપાયુ છે ત્યાના નગરસેવકો અને રાજકીય આગેવાનો ખુદ સેનેટાઇઝેશન કરતા જોવા મળ્યા અને બાદમા તસવીર પણ શેર કરી જો કે સેનેટાઇઝેશન સમસ્યાનો ઉકેલ નથી સમસ્યા તો દર્દી અને તેના સંબધીઓને અનેક છે જેનો ઉકેલ જરૂરી છે
પ્રસિધ્ધીનો અર્થ બીજા માટે પ્રેરણા કે પોતાના માટે સંતોષ
તાજેતરમાં કોરોનાની વિકટ પરિસ્થિતીમાં લોકોની અનેક સમસ્યા છે જે હળવી કરવા માટે પ્રયત્નો થઇ રહ્યા છે પરંતુ સોસીયલ મિડીયામા આવા પ્રયત્નો ખુબ ટ્રોલ થઇ રહ્યા છે તાજેતરમાંજ ભુજમાં ટીફીન સેવા શરૂ કરનાર ધારાસભ્ય નિમાબેનને ટ્રોલ કરી આરોગ્ય સુવિદ્યાની માંગણી કરાઇ હતી તો કચ્છના અન્ય ચુંટાયેલા જનપ્રતિનીધી ધારાસભ્ય સાંસદ પાસે પણ લોકો મદદની અપેક્ષા રાખી રહ્યા છે રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા લોકો લાઇનમા ઉભા છે પરંતુ તેની મદદ કરવા કચ્છ કે ભુજ ભાજપના કોઇ નેતા લાઇનમાં કે મદદ કરતા નજરે પડ્યા નથી પરંતુ નાનકડુ કામ કરી ઢગલાબંધ ફોટો સેર કરતા ચોક્કસ નજરે પડી રહ્યા છે. કાર્ય કદાચ ચોક્કસ લોક ઉપયોગી હશે પરંતુ તેનો પ્રચાર અન્ય માટે પ્રેરણારૂપ બને તે માટે હોવો જોઇએ ન કે તમારા સસ્તા પ્રચાર માટે કોરોના મહામારીથી લોકો મૃત્યુ પામી રહ્યા છે ભુજમાં 3 દિવસનુ સ્વૈચ્છિક લોકડાઉન છે તેવામાં ભુજના નગરપ્રમુખ ભુજના પ્રાગમહેલના નવા પ્રવેશદ્વારના ઉદ્દઘાટન માટે જાય છે તે તસવીર પણ સોસીયલ મિડીયામાં લોકોએ ભારે ટ્રોલ કરી આવા સમયે આવા કાર્યક્રમમાં હાજરીને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. અને તેમાય તેની પાછી પ્રસિધ્ધી…જો કે ભાજપ-કોગ્રેસ બન્ને માટે સામાજીક કામની પ્રસિધ્ધિ માટે અત્યારનો સમય કદાચ યોગ્ય નથી
આમતો ભુજ પાલિકા પ્રમુખ કે અન્ય કોઇ તસ્વીર ચડાવે તેની સામે વિરોધ ન હોય પરંતુ તેમના સમર્થકો દ્વારા “હું મારા નગરપતિ સાથે” કેમ્પેન ચલાવી ક્યાંક ને ક્યાંક ભુજમાં નગરસેવકોના નિર્ણયોનો વિરોધ હોય તેવુ દર્શાવી રહ્યા છે ઠીક છે એ ભાજપનો આંતરીક મામલો છે પરંતુ પ્રજાની અપાર હાડમારી વચ્ચે તમારા કાર્યોની અને સસતી પ્રસિધ્ધીની પણ લોકો નોંધ લઇ રહ્યા છે ત્યારે હોસ્પિટલોમાં દર્દીઓને મદદરૂપ થવાની તસવીરો પણ તમારા સમર્થકો સેર કરે તેથી એવું કરો તો પ્રજાની સાચી સેવા ગણાશે બાકી તો તમારા તસવીર કેમ્પેઈન માટે તમને અને તમારા સમર્થકોને વંદન