Home Current કચ્છમાં કોરોના કેસ સાથે લોકજાગૃતિ વધી; અપુરતી આરોગ્ય સેવા વચ્ચે કચ્છ લોકડાઉન...

કચ્છમાં કોરોના કેસ સાથે લોકજાગૃતિ વધી; અપુરતી આરોગ્ય સેવા વચ્ચે કચ્છ લોકડાઉન તરફ!

437
SHARE
મુખ્યમંત્રીની મુલાકાત પહેલા કચ્છમા જે રીતે કેસોની સંખ્યા આવી રહી તે જોતા જાણે કચ્છમા કોરોના હતો જ નહી તેવુ લોકો સરકારી આંકડાઓ જોઇ માની રહ્યા હતા. પરંતુ જે રીતે ટેસ્ટ વધારાઇ રહ્યા છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમા લોકો સોસીયલ મિડીયામા પોલ ખોલી રહ્યા છે તે પછી હવે કચ્છમા કેસોના આંકડાઓ વધી રહ્યા છે. આજે રાજ્યની સાથે કચ્છમાં પણ રેકર્ડબ્રેક 217 કેસ નોંધાયા છે. પહેલીવાર જ્યારે લોકડાઉન અપાયુ ત્યારે વેપારીઓ આર્થીક વ્યવસ્થાને ધ્યાને રાખી લોકડાઉનના વિરોધમા હતા પરંતુ હવે જ્યારે કેસો વધી રહ્યા છે. ત્યારે સરકારની ઇચ્છા ન હોવા છંતા કમને પણ કોરોનાના ડરે વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉનનો આવકાર કરી રહ્યા છે. આજે 5 દિવસની સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત સાથે પ્રથમ દિવસે મુન્દ્રા સજ્જડ બંધ રહ્યુ હતુ. તે સાથે ધણા ગામડાઓએ સ્વૈચ્છિક રીતે લોકડાઉનમાં જોડાઇ કોરોનાનો ભય ઓછો કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આવતીકાલથી 3 દિવસ માટે ભુજ અને અંજારમા સ્વૈચ્છિક લોકડાઉન અપાયુ છે. અને તમામ વેપારીઓએ સમર્થન આપી કોરોનાની સ્થિતીને જોતા લોકોને જોડાવા માટે આહવાન કર્યુ છે. નાના વેપારીઓ સાથે મોટા શોપીંગ મોલોએ પણ જોડાવાનુ સમર્થન આપ્યુ છે. માંડવી શહેરમા પણ આગામી દિવસોમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઇ છે. આમ 30 તારીખ સુધી અડધા કચ્છમા બંધ જેવી સ્થિતી રહે તેવી શક્યતા છે કેમકે ધણા શહેરો ગામડાએ પહેલાથી આ નિર્ણય લઇ લીધો હતો.

કચ્છમા કેસો વધ્યા તંત્રના આંકડા હજુ અસ્પષ્ટ?
કચ્છમાં છેલ્લા 4 દિવસમા જેટ ગતીએ કોરોના કેસના આંકડા વધી રહ્યા છે. તો સરેરાશ બે મૃત્યુ વચ્ચે હવે 5 થી ઉપર મોત કચ્છમા થઇ રહ્યા છે. પરંતુ સ્મશાન અને હોસ્પિટલમાં સ્થિતી જોતા ક્યાક મોતના આંકડાઓ હજુ પણ છુપાવાઇ રહ્યા હોય તેવુ લોકોને લાગી રહ્યુ છે. કેમકે તંત્ર તેના પરિક્ષણ પહેલા શંકાસ્પદ મોતમા પણ ગણતુ નથી. તો બીજી તરફ સ્થાનીકે રીપોટીંગ માટે જતા પત્રકારો સાથે ગ્રામજનો સ્થિતી ખરાબ હોવાના મતવ્યો આપી રહ્યા છે. જે દર્શાવે છે. કે હજુ ટેસ્ટ ઓછા છે અથવા કેસો પુરતા પ્રમાણમા દર્શાવાતા નથી. આજે પણ ભુજ નજીકના સ્મશાનગૃહોમા 15 થી વધુ મૃત્દેહોના અંતિમ સંસ્કાર કરાયા હોવાનુ સ્થાનીક લોકો જણાવી રહ્યા છે કચ્છમા આજે શહેરી વિસ્તારોમાં 140 જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 74 કેસો પોઝીટવ આવ્યા છે. સૌથી વધુ કેસ ગાંધીધામમાં સામે આવ્યા છે. ત્યાર બાદ રાબેતા મુજબ ભુજમાં કેસોની સંખ્યા વધુ છે. જ્યારે નખત્રાણા,ભચાઉ અને રાપરમા 18-18 કેસો સામે આવ્યા છે. તો અન્ય તાલુકામા અબડાસાને બાદ કરતા સરેરાશ 10થી ઉપર કેસો નોંધાયા છે. કચ્છમા એક્ટીવ કેસની સંખ્યા 1259 પર પહોંચી ગઇ છે. જીલ્લામાં આજે 3823 લોકોને વેકસીનેશન અપાયુ હતુ. 60 લોકો સ્વસ્થ થતા તેને રજા અપાઇ હતી
કચ્છમાં તંત્ર મહેનત સાથે સુવિદ્યા વધારવા માટે ધંધે લાગ્યુ છે. પરંતુ નજીકના 1-2 દિવસમા લોકોની હાલાકી ઓછી થાય તેવુ ચિત્ર હજુ ઉપસી રહ્યુ નથી તેવામા લોકડાઉન કદાચ શ્રેષ્ઠ વિકલ્પ હોઇ શકે તેનો ફાયદો કટેલો થાય છે. તે તો સમય જ કહેશે પરંતુ હાલની સ્થિતીમાં બંધને સમર્થન કદાચ કચ્છના આરોગ્ય માળખા અને સુવિદ્યાઓ વચ્ચે ઉત્તમ વિકલ્પ છે. તેવુ નિષ્ણાંતો માની રહ્યા છે. ત્યારે સરકારની ત્રુટીઓ વચ્ચે આપણા તથા આપણા પરિવારની સુખાકારી માટે આપણે સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાઇ તે કચ્છના હિતમાં છે.