તંત્ર અને કચ્છના ચુંટાયેલા પ્રતિનીધીઓની અણઆવડતના લીધે કચ્છમાં લાંબા સમયથી કોરોના મહામારી સામે લોકો અપાર મુશ્કેલી વેઠી રહ્યા છે પરંતુ જાણે સરકારના પપેટ હોય તે રીતે કચ્છનુ તંત્ર અને ચુંટાયેલા પ્રતિનીધીઓ કામ કરી રહ્યા છે. એક તરફ કચ્છમાં વધતા કેસો વચ્ચે ઇન્જેક્શન-ઓક્સિજનનો પુરતો જથ્થો નથી તેવામા પાછલા બે દિવસોમાં સ્થિતી વધુ વિકટ બની છે આજે મોડી રાત્રે ભુજ જનરલ હોસ્પિટલનો મુખ્યગેટ હાઉસફુલના પાટીયા સાથે બંધ કરી દેવાયો છે જ્યારે ઓક્સિજન વગર ભુજની અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓને નો એન્ટ્રી કરી દેવાઇ છે તે વચ્ચે મોડેથી મળતા અહેવાલ મુજબ વિરોધ અને પોલિસના ચુંસ્ત બંદોબસ્ત વચ્ચે ભુજમા એમ્બ્યુલન્સની લાંબી લાઇનો લાગી છે. જો કે તેના કરતા પણ કચ્છ માટે વિકટ સમસ્યા એ છે કે ઓક્સિજનના અભાવે કચ્છમાં ક્યાંક મોટી જાનહાની ન થાય એવો ભય પણ સેવાઈ રહ્યો છે ખુદ ભાજપના કેટલાક કાર્યક્રરોએ આજે દબાયેલા સ્વરે સ્થિતી ખરાબ હોવાનુ કહી પાર્ટીના મોટા નેતાઓની અણઆવડત સામે સવાલો ઉભા કર્યા હતા.
કચ્છમાં ઓક્સિજનની ભંયકર તંગી પણ..
તાજેતરમાંજ ખાસ કિસ્સામાં કચ્છ આવેલા પ્રભારી સચિવે કચ્છમાં ઓક્સિજનની અછત ન હોવાનો દાવો કર્યો હતો પરંતુ મજબુર અને લાચાર દર્દી અને તેના સગાવાહલા અને ખાનગી ડોક્ટરો બે દિવસમાં ઓક્સિજન મેળવવા માટે કેટલા મજબુર બન્યા છે તે તંત્ર પણ જાણે છે, પરંતુ શરમજનક વાત કહેવાય કે કચ્છમાં ઓક્સિજનની આટલી અછત વચ્ચે પોતાના વિસ્તારની ચિંતા કરી વગ અને ઇચ્છાશક્તિથી બે જીલ્લાના જવાબદાર વ્યક્તિઓ કચ્છમાંથી 500થી વધુ બોટલનો જથ્થો તેમના વિસ્તારમા લઇ ગયા અને કચ્છના દર્દીઓ પ્રાણવાયુ માટે વલખા મારી રહ્યા છે. ભાજપ હોય કે કોગ્રેસ બન્નેના આગેવાનો હોય કે કચ્છનુ તંત્ર હવે ખરેખર તેમને શરમ આવવી જોઇએ કે કચ્છની આવી સ્થિતી હોય, કચ્છમાં જથ્થો હોય છંતા કચ્છને મુશ્કેલી વેઠી ઓક્સિજન મેળવવો પડે
કચ્છમાં સંકલન સાથે સ્થિતી સુધારવી અતિ જરૂરી
કચ્છમાં છેલ્લા 4 સપ્તાહથી તો સ્થિતી એટલી ખરાબ બની છે કે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર તમામ સ્થળોએ દર્દીઓ સારવારથી લઇ મૃતદેહ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે અને કચ્છના તંત્ર કે ચુંટાયેલા પ્રતિનીધીઓ પાસે કોઇ રણનીતી નથી આજે બપોરેથી આયોજન માટે ઘણા લોકોએ અદાણી મેનેજમેન્ટ અને હોસ્પિટલના સંચાલકોને જણાવ્યુ હતુ પરંતુ સ્થિતી એવી બની કે એકમાત્ર વધુ બેડ ધરાવતી કોવિડ હોસ્પિટલમા એન્ટ્રી બંધ કરવી પડી જો કે સામાજીક આગેવાનોએ ઘટનાને લઇ વિરોધ નોંધાવ્યો છે અને આવા મનસ્વી વલણ સામે ઇન્ચાર્જ કલેકટરના ઘર બહાર વિરોધ નોંધાવ્યો છે તો પોલિસે પણ હોસ્પિટલ અને અધિકારીના ગેટ સહિત મહત્વના સ્થળો પર બંદોબસ્ત ગોઠવી દેવો પડ્યો છે અને જીલ્લા પોલિસવડા ખુદ મોડે સુધી સ્થિતી કાબુમા લેવા પ્રયત્નો કરતા નજરે પડ્યા હતા જો કે પોતાના સ્વજનોને સારવાર અને ગુમાવવાના દર્દ સાથે ક્યાક લોકોનો વિરોધ વધુ ઉગ્ર ન બને તે જોવાનુ હવે તંત્રના શીરે છે.
મહામારી બધે સરખી છે તેથી કોઇ અન્ય વિસ્તારને મદદ મળે તેની સામે વિરોધ ન હોઇ શકે પરંતુ જ્યાં મુશ્કેલી છે તેની પરવા કર્યા વગર વગના આધારે પ્રાણવાયુનુ પરિવહન કચ્છના હિતમાં નથી ત્યારે ચુંટાયેલા પ્રતિનીધીઓ કચ્છના હિતેચ્છુઓ અને તંત્રએ હવે સહિયારા પ્રયાસો અસાથે સરકાર સમક્ષ કડક માંગણીઓ કરીને પણ કચ્છના હિત માટે આગળ આવવાની જરૂર છે. નહી તો કચ્છમાં કોરોનાનુ વાસ્તવિક ચિત્ર હચમચાવી નાંખે તેવુ હશે એવું લાગી રહ્યું છે.